પઢાર નૃત્ય મધ્ય ગુજરાતમાં ભજવાતું એક લોકનૃત્ય છે. "પઢાર" સૌરાષ્ટ્રમાં ભાલ વિસ્તારના નળસરોવરના કિનારે વસતી માછીમાર કોમનું નામ છે. પઢાર નૃત્ય તેમના દ્વારા કરવામાં આવે છે.[][]

આ નૃત્યમાં નૃત્યકાર નાચતી વખતે તેના હાથમાં નાની લાકડીઓ રાખે છે. તે નૃત્ય કરતી વખતે નૌકાઓની જેમ તેને ફરમાવે છે; નાચતી વખતે તેઓ પાણી સાથે સંકળાયેલા ગીતો ગાય છે.[][][] લેખક રજની વ્યાસના અનુસાર, "રાસનૃત્યોમાં પઢારોની શિસ્ત સૌ કોઈ કોમો કરતાં ચડિયાતી છે."[] આ નૃત્યમાં સમુદ્રતટ પર "વહાણ હિલોળા લેતું હોય તેવું દૃશ્ય ખડું થાય છે."[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Dances Of India. Har-Anand Publications Pvt. Limited. 1 August 2010. પૃષ્ઠ 52. ISBN 978-81-241-1337-0.
  2. ૨.૦ ૨.૧ Sudarśanasiṃha Majīṭhiyā (1973). The Gujarat directory, including who's who. Gujarat Pub. House. પૃષ્ઠ 40–41.
  3. Harkant Shukla (1966). Folk Dances of Gujarat. Directorate of Information and Tourism. પૃષ્ઠ 19.
  4. ૪.૦ ૪.૧ વ્યાસ, રજની (૧૯૯૮). ગુજરાતની અસ્મિતા. અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃ: ૨૫૫.