પરિહાસ સંબંધ

કેટલાક સમાજમાં પ્રચલિત પ્રથા પ્રમાણે બે વ્યક્તિઓ અથવા બે સમૂહો વચ્ચેનો એવો સંબંધ કે જેમાં એકને

પરિહાસ સંબંધ (અંગ્રેજી: Joking relationship) એટલે બે વ્યક્તિઓ કે બે સમૂહો વચ્ચેનો એવો સંબંધ કે જેમાં સમાજમાં પ્રચલિત પ્રથા પ્રમાણે એકને બીજાની સાથે હસી-મજાક કરવાની છૂટ હોય છે. બીજી વ્યક્તિને તેનાથી ખરાબ લાગતું નથી. ભારતીય સમાજમાં દિયર-ભાભી અને સાળી-બનેવી વચ્ચેના સંબંધોમાં નિશ્ચિત મર્યાદામાં પરિહાસ સંબંધ જોવા મળે છે.[]

કોઈ-કોઈ સમુદાયોમાં આ પ્રકારના વ્યવહારને આવશ્યક માનવામાં આવે છે. કેટલાક સમુદાયોમાં આવા સંબંધો એકતરફી હોય છે જ્યારે અન્ય કેટલાક સમુદાયોમાં પારસ્પરિક સંબંધ જોવા મળે છે. આ પ્રકારના સંબંધમાં મજાક દરમિયાન સામેની વ્યક્તિ કે સમૂહની કોઈ વસ્તુ ચોરી લેવી અને પછી એને ગુસ્સે કરવાની વાત સામાન્ય ગણાતી હોય છે. કેટલીક વાર પરિહાસ સંબંધમાં થોડીક અશ્લીલતા પણ સહન કરી લેવામાં આવે છે. જો કે સામાન્ય રીતે તેમાં કોઈ ને કોઈ મર્યાદાનું પાલન જરૂરી હોય છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૮૧–૮૨. ISBN 978-93-85344-46-6.