પશ્ચિમ રેલવે સ્ટેડિયમ, ભાવનગર
પશ્ચિમ રેલવે સ્ટેડિયમ અથવા વેસ્ટર્ન રેલવે સ્ટેડિયમ એ એક વિવિધ રમતો માટેનું એક સ્ટેડિયમ છે, જે સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર શહેર ખાતે આવેલ છે. આ મેદાનનો મુખ્યત્વે ઉપયોગ મેચ ફૂટબોલ, ક્રિકેટ અને અન્ય રમતોના આયોજન માટે કરવામાં આવે છે. આ સ્ટેડિયમ ખાતે ત્રણ પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચો રમાઈ હતી,[૧] જ્યારે ૧૯૬૨ના વર્ષમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો.[૨] ત્યારબાદ આ મેદાન પર ચાર વધુ પ્રથમ કક્ષાની મેચો ૧૯૬૭ થી ૧૯૮૧ સુધીનાં વર્ષોમાં રમાઈ હતી. ત્યાર પછી આ સ્ટેડિયમ પર કોઈ પ્રથમ શ્રેણીની મેચ રમાઈ નથી.
પશ્ચિમ રેલવે સ્ટેડિયમ | |
પૂર્ણ નામ | પશ્ચિમ રેલવે સ્ટેડિયમ, ભાવનગર |
---|---|
સ્થાન | ભાવનગર, સૌરાષ્ટ્ર |
માલિક | પશ્ચિમ રેલ્વે |
સંચાલક | પશ્ચિમ રેલ્વે વિભાગ |
બેઠક ક્ષમતા | ૫,૦૦૦ |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૧૯૬૨ |
શરૂઆત | ૧૯૬૨ |
વેબસાઇટ | |
http://www.espncricinfo.com/india/content/ground/57940.html ક્રિકઇન્ફો |