પશ્ચિમ રેલ્વે વિભાગ એ ભારતીય રેલ્વેનાં કુલ ૧૭ વિભાગો પૈકીના ભારતના સૌથી વ્યસ્ત વિભાગોમાંનો એક રેલ્વે વિભાગ છે. આ વિભાગના મોટા રૂટ પૈકી રતલામ-મુંબઇ સેંટ્રલ, અમદાવાદ-મુંબઇ, પાલનપુર-અમદાવાદ, ભૂજ-અમદાવાદ વગેરેનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલ્વે વિભાગને કામકાજની દૃષ્ટિએ ૬ પેટા વિભાગોમાં વહેચી દેવામાં આવ્યો છે જે આ પ્રમાણે છે : અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, રતલામ અને મુંબઇ.

પશ્ચિમ રેલ્વે વિભાગના જનરલ મેનેજરનો બોમ્બારસી નામનો બંગલો મુંબઇના કુંબાલા હીલ વિસ્તારના અલ્ટામોંટ રોડ પર આવેલો છે. બોમ્બારસી નામ બોમ્બે, બરોડા અને સેંટ્રલ ઇંડીયા ના ટૂકાક્ષર છે.

પશ્ચિમ રેલ્વે વિભાગનું ૫ાંચ નવેમ્બર ૧૯૫૧ના દિવસે જ્યારે ગઠન કરવામાં આવ્યું એ વખતે એમાં બોમ્બે, બરોડા એન્ડ સેંટ્રલ રેલ્વે, સૌરાષ્ટ્ર રેલ્વે, રાજપુતાના રેલ્વે, જયપુર સ્ટેટ રેલ્વે, કચ્છ સ્ટેટ રેલ્વે, ભાવનગર સ્ટેટ રેલ્વેનું એકીકરણ કરી નાખવામાં આવ્યું હતું. બીબી એન્ડ સીઆઇ રેલ્વેનું ઉદ્ધાટન ૧૮૫૫માં ૨૯ માઇલ (૪૭ કીલોમીટર)ની રેલ્વે-લાઇન અંકલેશ્વર અને ઉત્રાણ વચ્ચે નાખીને કરવામાં આવ્યું હતું. એ જ લાઇનને ૧૮૬૪માં મુંબઇ સુધી વિસ્તારવામાં આવી હતી.

એ પછી એ રેલ્વે-લાઇન પરિયોજનાને વડોદરાથી પણ આગળ ગોધરા, રતલામ અને નાગદા સુધી લંબાવવામાં આવી અને પુનઃવિસ્તૃતિકરણ દરમ્યાન કોટા અને મથૂરા પહોચાડવામાં આવી હતી. જ્યાં એને ગ્રેટ ઇંડીયન પેનીન્સુલર રેલ્વે સાથે સાંકળી લેવામાં આવી કે જે મુંબઇમાં ૧૮૫૩થી અસ્તિત્વમાં હતી. ૧૮૬૦માં સુરત રેલ્વે-સ્ટેશનનું બાંધકામ કરવામાં આવ્યું કે જે આખા ભારતમાં જમીનથી ઉંચે પહેલે માળે બાંધવામાં આવેલું સહુ પ્રથમ સ્ટેશન હતું. ૧૮૮૩માં દીલ્લીને આગ્રા, જયપુર અને અજમેર સાથે સાંકળતી મીટર ગેજ લાઇન શરૂ કારવામાં આવી.

વર્તમાન

ફેરફાર કરો

પશ્ચિમ રેલ્વેનું ગેજ-પ્રમાણે વિસ્તરણ:

ગેજ લંબાઇ
બ્રોડ ગેજ 4147.37 km
મીટર ગેજ 1412.39 km
નેરો ગેજ 621.70 km
કુલ 6181.46 km