પાંડવ
પાંડુ રાજાના પ પુત્રો
(પાંડવો થી અહીં વાળેલું)
પાંડવ એટલે કે રાજા પાંડુનો પુત્ર. હિંદુ ધર્મના પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતાં, (૧) યુધિષ્ઠિર (૨) ભીમ (૩) અર્જુન (૪) નકુળ અને (૫) સહદેવ. આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાય છે અને જ્યારે તેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેને પાંડવ તરિકે સંબોધવામાં આવે છે.
પાંડવોના માતા-પિતા
ફેરફાર કરોપાંડવોના પિતાનું નામ પાંડુ હતું. તેઓ ખૂબ જ પ્રતાપી યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુનની માતા કુંતી હતી જ્યારે નકુળ તથા સહદેવ માદ્રીના પુત્રો હતા.