પાતાલ ભુવનેશવર' (હિન્દી:पाताल भुवनेश्वर; અંગ્રેજી:Patal Bhuvaneshwar) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના પિથોરગઢ જિલ્લાના ગંગોલીહાટ નજીક આવેલ એક ધાર્મિક સ્થળ છે. અહિંયા ચુનાના પથ્થરોમાં બનાવવામાં આવેલ ગુફાઓમાં અંદર આખું મંદિર સંકુલ આવેલું છે, કે જે પાતાળમાં વસતા ભુવનેશ્વર એટલે કે શિવ ભગવાનનું છે. મુખ્ય પ્રવેશદ્વારથી સાંકડી અને લાંબી ગુફામાં અંદર જવાય છે. આશરે ૯૦ ફૂટ જેટલી ઊંડી અને ૧૬૦ મીટર જેટલી લાંબી આ ગુફામાં પથ્થરો પર દેવીદેવતાઓનાં શિલ્પ કોતરવામાં આવેલ છે[૧]. આમ તો સ્થાનિક માન્યતા મુજબ આ મંદિર યુગો પુરાણું છે, પરંતુ શંકરાચાર્યે લીધેલ મુલાકાત પછી અહીં નિયમિતપણે પૂજનવિધિ કરવામાં આવે છે[૨].

આ સ્થળ ગંગોલીહાટની ઉત્તર-પૂર્વ દિશામાં ૧૬ કિલોમીટર અંતરે તેમ જ બેરીનાગ થી દક્ષિણ દિશામાં ૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે. જિલ્લાના મુખ્ય મથક પિથોરગઢ થી પાતાલ ભુવનેશ્વર ગુફા મંદિર ૯૧ કિલોમીટર જેટલા અંતરે દરિયાઈ સપાટી થી ૧૩૫૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે[૩]. આ મંદિર ડીડીહાટ તાલુકા (તહસીલ)ના ભુવનેશ્વર ગામમાં આવેલું છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. Patal Bhuvaneshwar: The shrine beneath – Tourism pamphlet published by Uttarakhand Tourism Development Board, Dehradun.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-28.
  3. http://pithoragarh.nic.in/pages/display/62-temples સંગ્રહિત ૨૦૧૫-૦૫-૨૫ ના રોજ વેબેક મશિન પિથોરાગઢનાં મંદિરો વિશે માહિતી : પિથોરાગઢ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ

બાહ્ય કડીઓ ફેરફાર કરો