પાત્રા
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં કે પતરવેલિયા એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. આ વાનગી તીખી કે ગોળ આમલીની ચટણી સાથે પીરસાય છે.[૧]
પશ્ચિમી દેશોમાં પાત્રાના વીંટા મળે છે.
અમુક સ્થળોએ આને ટીમ્પા તરીકે ઓળખવામાં આવે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Patrado recipe સંગ્રહિત ૨૦૧૦-૦૩-૨૯ ના રોજ વેબેક મશિન Patra recipe from Konkan coast of India. Retrieved November 28, 2010.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |