પાનશેત બંધ (તાનાજી સાગર)
પાનશેત બંધ એ મહારાષ્ટ્રરાજ્યમાં આવેલા પુણે જિલ્લામાં વહેતી મૂઠા નદીની સહાયક નદી એવી આંબી નદી પર પાનશેત ગામ નજીક બનાવવામાં આવેલ છે. આ બંધ પુના શહેરથી આશરે ૫૦ કિ.મી. જેટલા અંતરે આવેલ છે. આ બંધ માટીકામ વડે તેમ જ પાણીના નિકાસ માટેની સગવડ સિમેન્ટ વડે બાંધવામાં આવેલ છે. આ બંધ વડે નિર્મિત જળાશયને તાનાજી સાગર નામ આપવામાં આવ્યું છે.
પાનશેત બંધ | |
---|---|
પાનશેત બંધ | |
અધિકૃત નામ | પાનશેત બંધ તાનાજી સાગર બંધ |
સ્થળ | વેલ્હે, પુણે જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 18°23′15″N 73°36′46″E / 18.38750°N 73.61278°E |
ઉદ્ઘાટન તારીખ | ૧૯૭૨ |
માલિકો | મહારાષ્ટ્ર સરકાર |
બંધ અને સ્પિલવે | |
બંધનો પ્રકાર | માટીકામ બંધ ગુરુત્વાકર્ષીય બંધ |
નદી | આંબી નદી |
ઊંચાઇ | 63.56 m (208.5 ft) |
લંબાઈ | 1,039 m (3,409 ft) |
બંધ ક્ષમતા | 4,190 km3 (1,010 cu mi) |
પાનશેત પૂર
ફેરફાર કરોજુલાઈ ૧૨, ૧૯૬૧ના દિવસે ભારતીય સમય અનુસાર સવારે ૭ વાગ્યાને ૧૦ મિનિટે પાનશેત બંધ તૂટતાં પુના અને નજીકના વિસ્તારમાં પૂર આવ્યું હતું. આ આપાત-પ્રસંગ પાનશેત પૂર તરીકે ઓળખાય છે.[૧]
પાનશેત પૂરની અસર
ફેરફાર કરોપાનશેતના પૂરમાં વિશાળ પાયે નુકસાન થયું હતું. શનિવાર પેઠ ખાતે રહેલાં ઘણા વિદ્વાનોના પુસ્તકો અને હસ્તપ્રતો ધોવાઈ અને ઘસડાઈ ગઈ હતી. લોકો નદીથી દૂર દૂર રહેવા ચાલ્યા ગયા અને સમગ્ર પુના શહેરનો નકશો બદલાઇ ગયો હતો. પાનશેત પૂરગ્રસ્ત સમિતિ દ્વારા ઘણી બધી માહિતી સંચિત કરી અને ઘણા અસરગ્રસ્તોની મુલાકાતો લઈ 'પાનશેત પૂરગ્રસ્તાંચી કહાણી' નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "July 12, 1961... - Sakal Times". sakaaltimes.com. મૂળ માંથી એપ્રિલ 1, 2016 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ એપ્રિલ ૨૦૧૫.