પારસેક
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
પાર્સેક અથવા પારસેક (સંજ્ઞા: pc) એ સૌરમંડળની બહાર ખગોળીય પદાર્થોના વિશાળ અંતરને માપવા માટે ઉપયોગમાં લેવાતો લંબાઈનો એકમ છે, જેનું માપ આશરે 3.26 ly પ્રકાશ-વર્ષ, 206,265 AU ખગોળીય એકમ (au), એટલે કે 30.9 trillion kilometres (19.2×10 12 mi) લાખ કરોડ કિલોમીટર જેટલું થાય છે. પાર્સેક એકમ લંબન અને ત્રિકોણમિતિના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે, અને તેને એ અંતર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેના પર 1 au એક આર્કસેકન્ડના ( ડિગ્રીના 3600મા ભાગના ) ખૂણાને ઘટાડી દે છે.[૧] આ માપ 648,000/pi ખગોળીય એકમોને અનુલક્ષે છે, એટલે કે . સૌથી નજીકનો તારો, પ્રોક્સિમા સેંટૌરી (સમિપ નરાશ્વ), સૂર્યથી લગભગ 1.3 parsecs (4.2 ly) દુર છે.[૨] નરી આંખે દેખાતા મોટા ભાગના તારાઓ સૂર્યથી થોડાક સેંકડો પાર્સેક દુર હોય છે, અને સૌથી દૂરના તારાઓ થોડાક હજારો પાર્સેક દુર હોય છે.[૩]
પાર્સેક શબ્દ "પેરેલેક્ષ ઓફ સેકંડ" નો પોર્ટમેન્ટો છે, જે બ્રિટીશ ખગોળશાસ્ત્રી હર્બર્ટ હોલ ટર્નર દ્વારા 1913 [૪] માં ખગોળશાસ્ત્રીઓ માટે માત્ર કાચા અવલોકનાત્મક ડેટાથી ખગોળીય અંતરની ગણતરી સરળ બનાવવા માટે ઉછાળવામાં આવ્યો હતો. અંશતઃ આ કારણોસર, તે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રમાં પ્રાધાન્યતાવાળું એકમ છે, જોકે પ્રકાશ-વર્ષ લોકપ્રિય વિજ્ઞાન ગ્રંથો અને સામાન્ય વપરાશમાં અગ્રણી રહે છે. આમ તો પાર્સેકનો ઉપયોગ આકાશગંગાની અંદરના ટૂંકા અંતર માટે થાય છે, પરંતુ બ્રહ્માંડમાં લાંબા અંતર માટે પાર્સેકના ગુણાંકની જરૂર પડે છે, જેમાં આકાશગંગાની અંદરના અને તેની આસપાસના વધુ દૂરના પદાર્થો માટે કિલો પાર્સેક્સ (કેપીસી), મધ્ય-અંતરના તારામંડળો માટે મેગા પાર્સેક્સ (એમપીસી), અને ઘણા ક્વાસાર અને સૌથી દૂરના તારામંડળો માટે ગીગા પાર્સેક્સ (Gpc)નો સમાવેશ થાય છે.
ઑગસ્ટ 2015 માં, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ રીઝોલ્યુશન B2 પાસ કર્યું હતું, જે પ્રમાણિત, નિરપેક્ષ અને દેખીતી બોલમેટ્રિક મેગ્નિટ્યુડ સ્કેલની વ્યાખ્યાના ભાગરૂપે, પાર્સેકની હાલની સ્પષ્ટ વ્યાખ્યાનો ઉલ્લેખ કરે છે, કે જે 648,000/pi au, અથવા આશરે 30.856775814913673×1015 મીટર (ખગોળશાસ્ત્રીય એકમની IAU 2012 ચોક્કસ SI વ્યાખ્યા પર આધારિત) છે. આ ઘણા ખગોળશાસ્ત્રીય સંદર્ભોમાં જોવા મળતી પાર્સેકની સ્મોલ-એન્ગલ (નાના-કોણ) વ્યાખ્યાને અનુરૂપ છે. [૫][૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Cosmic Distance Scales – The Milky Way". મેળવેલ 24 September 2014.
- ↑ (PDF). પૃષ્ઠ 380–384 http://clyde.as.utexas.edu/SpAstNEW/Papers_in_pdf/%7BBen93%7DEarlyProx.pdf. મેળવેલ 11 July 2007. Missing or empty
|title=
(મદદ) - ↑ "Farthest Stars". StarDate. University of Texas at Austin. 15 May 2021. મેળવેલ 5 September 2021.
- ↑ Dyson, F. W. (March 1913). "The distribution in space of the stars in Carrington's Circumpolar Catalogue". Monthly Notices of the Royal Astronomical Society. 73 (5): 342. Bibcode:1913MNRAS..73..334D. doi:10.1093/mnras/73.5.334.
[paragraph 14, page 342] Taking the unit of distance R* to be that corresponding to a parallax of 1″·0 [… Footnote:]
* There is need for a name for this unit of distance. Mr. Charlier has suggested Siriometer, but if the violence to the Greek language can be overlooked, the word Astron might be adopted. Professor Turner suggests Parsec, which may be taken as an abbreviated form of "a distance corresponding to a parallax of one second". - ↑ Cox, Arthur N., સંપાદક (2000). Allen's Astrophysical Quantities (4th આવૃત્તિ). New York: AIP Press / Springer. Bibcode:2000asqu.book.....C. ISBN 978-0387987460.
- ↑ Binney, James; Tremaine, Scott (2008). Galactic Dynamics (2nd આવૃત્તિ). Princeton, NJ: Princeton University Press. Bibcode:2008gady.book.....B. ISBN 978-0-691-13026-2.