હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર પિશાચ (સંસ્કૃત: पिशाच) માંસ ખાનાર રાક્ષસો છે. તેમની ઉત્પતિ અસ્પષ્ટ છે, જોકે કેટલાક માને છે કે તેઓનું સર્જન બ્રહ્મા એ કર્યુ છે, તો અન્ય કેટલીક દંતકથાઓમાં તેમને ક્રોધ ના સંતાનો કહેવામાં આવ્યા છે. તેમની રચના લાલા ભિનાશ પડતી આંખો સાથે ઘેરા રંગની વર્ણવવામાં આવી છે. માનવામાં આવે છે કે તેઓને પોતાની એક ભાષા છે, જે પિશાચી નામે ઓળખાય છે.

એક દંતકથા મુજબ, તેઓ પ્રજાપતિ દક્ષની પુત્રીઓ પૈકીની એક ક્રોધાવાસાના પુત્રો છે. ૭મી સદીના નિલામત પુરાણમાં જણાવ્યા મુજબ મોટેભાગે પિશાચો કાશ્મીર ખીણમાં વસવાટ કરે છે.

પાણીનીએ તેમના ગ્રંથ અષ્ટાધ્યાય માં પિશાચો ને એક યોદ્ધા જાતિ તરીકે વર્ણવી છે. મહાભારત મુજબ પિશાચોને ઉત્તરપશ્ચિમી ભારતમાં રહેતા હોવાનું કહેવાયું હતું.[][પાનાં ક્રમાંક જરૂરી છે]

સંદર્ભો

ફેરફાર કરો
  1. The Piśāca languages of north-western India, Sir George Abraham Grierson, Royal Asiatic Society, 1906