બ્રહ્મા જગત ના રચેયતા અને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. બ્રહ્મા જગતનાં આદિ દેવ ગણવામાં આવે છે, અને તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું હોવાથી તેમનું એક નામ પ્રજાપતિ પણ છે.

બ્રહ્મા
સૃષ્ટિના સર્જનહાર[૧]
ત્રિમુર્તિના સભ્ય
A roundel of Brahma.jpg
બ્રહ્મા, ૧૯મી સદીનું ચિત્ર
અન્ય નામોસ્વયંભૂ, પ્રજાપતિ
જોડાણોત્રિદેવ, દેવ
રહેઠાણસત્યલોક અથવા બ્રહમલોક, પુષ્કર
મંત્રॐ वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमही तन्नो ब्रह्मा प्रचोदयात् ।।
Oṃ vedātmanāya vidmahe hiraṇyagarbhāya dhīmahī tan no brahmā pracodayāt
શસ્ત્રબ્રહ્માસ્ત્ર
પ્રતીકકમળ, વેદો, જપમાળા અને કમંડળ
વાહનહંસ
ઉત્સવોકાર્તિક પુર્ણિમા
વ્યક્તિગત માહિતી
જીવનસાથીસરસ્વતી, (બ્રહામ્ણી)
બાળકોમાનસપુત્રો - અંગિરસ, અત્રિ, ભૃગુ, ચિત્રગુપ્ત, દક્ષ વગેરે
સહોદરલક્ષ્મી

જન્મફેરફાર કરો

 
બ્રહ્માનું ચતુર્મુખ સ્વરૂપ દર્શાવતી ઉભી મૂર્તિ, કર્ણાટક

પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે બ્રહ્માનો જન્મ શેષશાયી વિષ્ણુની નાભીમાંથી ઉત્પન્ન થયેલા કમળમાંથી થઇ છે. તેઓ વેદોનાં પિતા છે અને જન્મથી જ મહાન વિદ્વાન છે, તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું અને જગતને વેદોનું જ્ઞાન આપ્યું. કમળ ખુલતાજ તેમણે પોતાની આજુબાજુ શું છે તે જોવા ચારે દિશામાં માથુ ફેરવ્યું તેથી તેમના ચારે દિશામાં ચાર મુખ છે, જેથી બ્રહ્માને ચતુર્મુખ બ્રહ્મા પણ કહેવામાં આવે છે. ઘણી વખત એક હરોળમાં ચાર મસ્તક વાળી છબીઓ જોવા મળે છે, જે ખરૂં નથી.

પરિવારફેરફાર કરો

માતા સરસ્વતી કે જે વિદ્યાની દેવી છે, તે બ્રહ્માના પત્નિ છે. બ્રહ્માએ પૃથ્વી ઉપર નદી, તળાવો, વૃક્ષો, પર્વતો, પશુ અને પક્ષી વિગેરે બનાવ્યા પછી, મનુષ્યની ઉત્પત્તિ કરવા માટે, માનસ પુત્રની રચના કરી, જેનું નામ મનુ પડ્યું (મનથી જન્મેલો). બ્રહ્માએ આ મનુને સંતતિ ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, અને હિંદુ પુરાણો અનુસાર, આપણે સહુ, આ મનુનાં સંતાનો છીએ, માટે મનુષ્ય શબ્દની વ્યુત્પત્તિ નીચે મુજબ વર્ણવી શકાય,

મનુ:+ય/જ (મનુ જાયા-મનુ દ્વારા જન્મેલા) = મનુષ્ય

માન્યતાફેરફાર કરો

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, બ્રહ્મા સૃષ્ટિનાં સર્જક, વિષ્ણુ પાલક અને શિવ સંહારક છે.

પૂજનફેરફાર કરો

ભારતમાં બ્રહ્માની પૂજા મહદ્ અંશે થતી નથી, બહુજ અલ્પસંખ્યામાં લોકો બ્રહ્માનું પૂજન કરે છે, અને આ કારણે જ ભારતમાં બ્રહ્માનાં મંદિરો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, જે પૈકીનું એક ગુજરાતમાં ખેડબ્રહ્મામાં અને બીજું રાજસ્થાનનાં પુષ્કરમાં છે. આ ઉપરાંત ગોવામાં અને હિમાચલ પ્રદેશમાં આવેલા અન્ય બે મંદિરો સિવાય બીજા કોઇ મંદિરો જાણીતા નથી, જ્યાં ફક્ત બ્રહ્માની પૂજા થતી હોય.

બાહ્ય કડીઓફેરફાર કરો

  1. "Brahma, Brahmā, Brāhma: 66 definitions". Wisdomlib.org. 2022-06-06. મેળવેલ 2022-08-05.