પુનિત વન
પુનિત વન એક વનસ્પતિ ઉદ્યાન છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે સેક્ટર ૧૯ વિસ્તારમાં આવેલ છે. આ વન વર્ષ ૨૦૦૫માં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. વન વિભાગે અહીં ૬ હેકટરની જેટલી જમીનને વિકસાવવામાં આવી છે[૧] અને તેમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વૃક્ષો તારાઓ, ગ્રહો અને રાશિ ચિહ્નો સાથે સંકળાયેલ છે. પુનિત શબ્દનો અર્થ ગુજરાતીમાં પવિત્ર એમ થાય છે અને વન નો અર્થ જંગલ થાય છે. આમ આ બગીચાને પવિત્ર વન કહેવાય છે. જ્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી, તે સમયે લગભગ ૩૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, તે બધા વૃક્ષો હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર જ્યોતિષીય મહત્વ ધરાવે છે.[૨]
પુનિત વન | |
---|---|
પુનિત વન, ગાંધીનગર | |
પ્રકાર | વનસ્પતિ ઉદ્યાન |
સ્થાન | ગાંધીનગર, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | Coordinates: 23°13′0.66″N 72°40′3.79″E / 23.2168500°N 72.6677194°E |
ખૂલ્યું મૂકાયેલ | ૨૦૦૫ |
માલિક | ગુજરાત સરકાર |
સંરચના
ફેરફાર કરોઆ બગીચા ખાતે નગરના લોકો માટે મુખ્ય પ્રવાસી આકર્ષણ આ વનનું પાંચ મોટા ઘટકોમાં વિભાજન છે. આ પાંચ મોટા ઘટકો: નક્ષત્ર વન, રાશી વન, નવગ્રહ વન, પંચવટી વન વગેરે છે.[૩] પુનિત વન ખાતે પગદંડી, એમ્ફી થીયેટર, વનકુટીર તેમ જ ફુવારો રમણીયતામાં ઉમેરો કરે છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "પુનિતવન - ગાંધીનગર". ગુજરાત સરકાર. ૧૩ જૂન ૨૦૧૮. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
- ↑ PTI (૧૭ જૂન ૨૦૦૫). "Gujarat banks on astrology to save trees". Business Standard. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૨.
- ↑ TNN (૨૨ માર્ચ ૨૦૦૯). "Gandhinagar becomes capital perch". Times of India. મૂળ માંથી 2012-07-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૨.