પૂજા
પૂજા (સંસ્કૃત: पूजा) એ હિંદુઓ દ્વારા દેવી દેવતાઓનાં સન્માનમાં કરાતી એક પ્રકારની પ્રાર્થનાવિધિ છે.[૧][૨] બૌદ્ધ, જૈન ધર્મ અને શીખ ધર્મમાં પણ પૂજાનું ઘણું મહત્વ છે.
પૂજાના તબક્કાઓ
ફેરફાર કરોઘર કે મંદિરમાં કરાતી પૂજામાં ધર્મ, સંપ્રદાય કે સ્થળ-કાળ પ્રમાણે ઘણી જ વિવિધતાઓ હોય છે. અહીં નીચે બહુમાન્ય એવી ષોડશોપચાર પૂજા તરીકે ઓળખાતી પૂજાનાં તબક્કાઓનું વર્ણન કર્યું છે.
પૂજનના સોળ ઉપચાર આ પ્રમાણે છેઃ આવાહન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવીત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ નૈવેધ, નમસ્કાર, પ્રદક્ષિણા અને વિસર્જન.
વળી કોઈ આ પ્રમાણે પણ સોળ ઉપચાર ગણાવે છેઃ આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમનીયક, મધુપર્ક, સ્નાન, વસન, આભરણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેધ, વંદન અને પ્રદક્ષિણા[૩]
તાંત્રિક લોકો ૧૮, ૩૬ અને ૬૪ ઉપચારોથી પણ પૂજા કરે છે.
પૂજાના વળી સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ ભેદ છે.
- સાત્ત્વિક = નિષ્કામ ભાવે આડંબર વિના અને શુદ્ધ ભક્તિથી કરવામાં આવતી પૂજા.
- રાજસિક = સકામ ભાવે આડંબર સહિત કરવામાં આવતી પૂજા.
- તામસિક = વિધિ, ઉપચાર તથા ભક્તિ વિના માત્ર લોકોને દેખાડવા માટે કરવામાં આવતી પૂજા.
વળી નિત્ય, નૈમિત્તિક અને કામ્ય એવા પણ પૂજાના ત્રણ પ્રકાર છે.
- નિત્ય = શિવ, ગણેશ, રામ, કૃષ્ણ વગેરેની રોજ કરવામાં આવતી પૂજા.
- નૈમિત્તિક = પુત્રજન્મ વગેરે ખાસ પ્રસંગે ખાસ કારણથી કરવામાં આવતી પૂજા
- કામ્ય = કોઈ ઇચ્છાની સિદ્ધિ માટે કરવામાં આવતી પૂજા.[૪]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ James Lochtefeld, The Illustrated Encyclopedia of Hinduism, Vol. 2, ISBN 0-8239-2287-1, pp. 529–530.
- ↑ Paul Courtright, in Gods of Flesh/Gods of Stone (Joanne Punzo Waghorne, Norman Cutler, and Vasudha Narayanan, eds), ISBN 978-0231107778, Columbia University Press, see Chapter 2.
- ↑ ષોડશોપચાર, શબ્દકોશ
- ↑ શબ્દકોશ
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Puja, Expressions of Hindu Devotion, Susan S. Bean, Museum Anthropology, Volume 21, Issue 3, pages 29–32, December 1997
- On Practical Hinduism : The Puja as Human Contact, Mankind Quarterly, 1989, vol. 29, no. 4, pp. 353-371