હિંદુ શબ્દ એવા વ્યક્તિની ઓળખ કરાવે છે કે જે ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્દભવેલાં વૈદિક ધર્મનાં તત્વજ્ઞાન, જીવનદ્રષ્ટી, ગ્રંથો તેમજ ધાર્મિક અને સાંસક્રુતિક જીવનશૈલીનો અનુયાયી હોય.

હિંદુ ધર્મને લગતો લેખ
હિંદુ

Hinduism

હિંદુ ઇતિહાસ

Portal:Hinduism

Hinduism Portal
Hindu Mythology Portal

દુનિયામાં આશરે ૯૨ કરોડ હિંદુઓ વસે છે અને એમાંના ૮૯ કરોડ ભારતમાં છે જ્યારે બાકીનાં 3 કરોડ દુનિયાનાં અન્ય દેશોમાં વસે છે. દુનિયાની વસતીના ૧૩.૫% ભાગ સાથે હિંદુઓએ હિંદુ ધર્મને ખ્રિસ્તી અને ઈસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ બનાવ્યો છે. ભારત સિવાયનાં અન્ય દેશો કે જ્યાં મોટી ગણનામાં હિંદુઓ વસે છે તેમાં નેપાળ, બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકિસ્તાન, મલેશિયા, શ્રીલંકા, યુનાઈટેડ સ્ટેટ્સ, સંયક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ તથા દક્ષિણ આફ્રીકાનો સમાવેશ થાય છે.

હિંદુ શબ્દનો ઇતિહાસ ફેરફાર કરો

હિંદુ શબ્દ સિંધુ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસલમાન, આરબ વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો. સિંધૂને ગ્રીક, લેટીન અને બીજી યુરોપિયન ભાષામાં ઇન્ડસ તરીકે ઓળખવામાં આવી અને આથી જ ભારત દેશને યુરોપમાં ઇન્ડીયા તરીકે ઓળખવામાં આવ્યો. ભારતના પ્રાચીન લોકો તેમના ધર્મને સનાતન ધર્મ અથવા વૈદિક ધર્મ તરીકે ઓળખે છે. મુસ્લિમોના આક્રમણ બાદ હિંદુ શબ્દ વધુ પ્રચલિત બન્યો છે.

પરિભાષા ફેરફાર કરો

ઈ.સ. ૧૯૯૫માં સર્વોચ્ચ ન્યાયાલયે આપેલાં એક ચુકાદાનાં ભાગ રૂપે મુખ્ય ન્યાયાધિશ શ્રી. પી.બી. ગજેન્દ્રગડકરે કહ્યું હતું કે:

જ્યારે આપણે હિંદુ ધર્મ વિષે વિચારીએ છીએ ત્યારે તેને વ્યાખ્યા આપવી કે તેને પુરતા પ્રમાણમાં વર્ણવો અસંભવ નહીં તો મુશ્કેલ તો થઈ જ પડે છે. દુનિયાનાં અન્ય ધર્મોથી ભિન્ન, હિંદુ ધર્મ કોઈ એકજ પેગંબર હોવાનો દાવો નથી કરતો; કોઈ એકજ ભગવાનને નથી પૂજતો; કોઈ એકજ સિધ્ધાંતનું અનુકરણ નથી કરતો; કોઈ એકજ તત્વજ્ઞાનીક વિભાવનામાં નથી માનતો; કોઈ એકજ જુથની ધાર્મિક રૂઢિઓ અને રિવાજો નથી પાળતો; આમ જોઈતો કોઈપણ પંથના ધર્મની સંકુચિત પરંપરાગત લાક્ષિકતાઓમાં નથી સમાતો. તેનું વ્યાપક વર્ણન માત્ર એક જીવનશૈલી તરીકે કરી શકાય.

હિંદુ ધર્મની માન્યતાઓ, રૂઢિઓ તથા પરંપરાઓમાં રહેલી બહોળી વિવિધતાને કારણે હિંદુત્ત્વને ધાર્મિક, સાંસ્ક્રુતિક કે સામાજીક-રાજનૈતીક મંડળ તરીકે વર્ગીકૃત કરવામાં પણ અસમંજસ છે અને એટલેજ હિંદુને વર્ણવતી જગ માન્ય પરીભાષા પર એકમત મેળવવો કઠીન છે.

એક સર્વજ્ઞ મત એવો છે કે હિંદુ ધર્મમાં આટલી વિવિધતાઓ હોવા છતાં તેઓને સાથે બાંધતો એક સેતુ છે કે જેમાં સમાન ધારણાંઓ (જેમકે ધર્મ, મોક્ષ અને સંસાર), રિવાજો (જેમકે પુજા, ભક્તિ વગેરે) તથા સાંસ્ક્રુતિક પરંપરાઓ સમાયેલા છે. અને એટલે એક હિંદુ એવો વ્યક્તિ હોઈ શકે કે જે

  • હિંદુ તત્વજ્ઞાનની કોઈ એક શાખા, જેમકે અદ્વૈત, વિશિષ્ટાઅદ્વૈત, દ્વૈત કે દ્વૈતઅદ્વૈતનું અનુકરણ કરતો હોય.
  • કોઈ એક દેવ કે દેવીને લગતા, જેમકે શૈવ પંથ, વિષ્ણુ પંથ કે શક્તિ પંથનાં રિવાજોનું પાલન કરતો હોય.
  • કે પછી જે મોક્ષ મેળવવા માટે વિવિધ યોગ વિદ્યામાંથી કોઈ એક, જેમકે ભક્તિને સાધતો હોય.

ઈ.સ. ૧૯૯૫નો ચુકાદા આપતા પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે “હિંદુ કોને કેહવાય તથા હિંદુ ધર્મની બોહળી લાક્ષણિકતાઓ કઈ કહેવાય” એ પ્રશ્ન ઉપર મનન કરતી વખતે બાળ ગંગાધર તિલકે વર્ણવેલી હિંદુ ધર્મની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લીધી હતી કે જેનાં પ્રમાણે: રસ્તા અલગ અલગ હોઈ શકે તે માન્યતાનો સ્વીકાર, અને એ સત્યને સમજવું કે પુજનીય દેવો ધણા છે, તેજ હિંદુ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે. જો કે પૂજનીય દેવો ઘણા છે અને એક જ છે, ઈશ્વર સાકાર છે અને નિરાકાર છે, ઈશ્વરના પ્રતિક તરીકે મૂર્તિ અને ઈશ્વર સર્વત્ર છે આવી બંને પ્રકારની માન્યતાનો સ્વીકાર થયેલો છે.

અમુક બુધ્ધિજીવીઓએ હિંદુને હિંદુ ધર્મથી અળગો કરી તેને ધર્મ અનુયાયીથી વધુ, એક આગવી ઓળખ આપવાના પ્રયત્નો કર્યા છે કે જેમાં હિંદુ એક રાષ્ટ્રવાદી કે સામાજિક-રાજનૈતિક વર્ગનો સભ્ય હોય. વીર સાવરકરે તેમની વગદાર પત્રીકા - "હિંદુત્વ: હિંદુ કોણ છે" માં ભૌગોલીક એકતા તેમજ સહીયારી સંસ્ક્રુતિ તથા જાતિને હિંદુઓને ઓળખાવતા ગુણો કહ્યા છે; અને એટલે હિંદુ એક એવો વ્યક્તિ છે કે જે "ભારતને પોતાની પિત્રુભુમી તથા પુજ્યભુમી અને પોતાના ધર્મનું જન્મસ્થાન માનતો હોય." હિંદુત્વના આ પ્રત્યયીકરણે છેલ્લા એક દશકમાં હિંદુ રાષ્ટ્રવાદમાં મુખ્ય ભુમીકા ભજવી છે.

જો કે, જેને આજના સમયમાં લોકો 'હિંદુ ધર્મ' એ નામથી ઓળખે છે તે ધર્મના કોઈપણ ધર્મગ્રંથમાં તે મુજબની માન્યતા ધરાવતો વર્ગ હિંદુ તરીકે ઓળખાશે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું નથી. હિંદુ ધર્મના શાસ્ત્રો તરીકે ઓળખાતા કોઈ પણ ગ્રંથોમાં હિંદુ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી જેથી 'હિંદુ ધર્મ' જેવો શબ્દ પાછળથી લોકમુખે પ્રચલિત થયો હોવાનું વિદ્વાનો માને છે.