પૂજા ઝવેરી

ભારતીય અભિનેત્રી

પૂજા ઝવેરી એ એક ભારતીય અભિનેત્રી છે. તેણી ગુજરાતી, તેલુગુ, તમિલ અને કન્નડ સિનેમામાં કામ કરે છે. તેણીએ ૨૦૧૫ ની તેલુગુ ચિત્રપટ બમ ભોલેનાથ થી પદાર્પણ કર્યુ હતું.

પૂજા ઝવેરી
જન્મની વિગત૧૩ માર્ચ ૧૯૯૨
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૨૦૧૫-હાલ
માતા-પિતાસુનીતાબેન ઝવેરી , જસ્મીનભાઈ ઝવેરી

અંગત જીવન

ફેરફાર કરો

તેણીનો જન્મ દક્ષિણ ગુજરાત ના વલસાડ જિલ્લાના વાપી શહેરના એક ગુજરાતી કુટુંબમાં થયો છે. તેણીના અભ્યાસ માટે તેનું આખું કુટુંબ મુંબઈ સ્થાયી થયું હતું.

કારકિર્દી

ફેરફાર કરો

તેણીએ ૨૦૧૫ માં રજૂ થયેલ તેલુગુ ચિત્રપટ બમ ભોલેનાથથી સિનેમાક્ષેત્રે અભિનયની શરૂઆત કરી. ત્યારબાદ તેણીની મલયાલમ ચિત્રપટ ઓર્ડિનરીની રિમેક રાઈટ રાઈટ ઉપરાંત તમિલ ચલચિત્રો થોડરી અને રૂક્કુમણી વંદી વરૂધુ માં પોતાનો અભિનય આપ્યો હતો. તેણીનું તેલુગુ ચલચિત્ર બંગારૂ બુલ્લોડુ ૨૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રિલીઝ થયું હતું.

ચલચિત્રો

ફેરફાર કરો
વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૨૦૧૫ બમ ભોલેનાથ શ્રી લક્ષ્મી તેલુગુ તેલુગુ ચિત્રપટ પદાર્પણ
૨૦૧૬ રાઈટ રાઈટ કલ્યાણી તેલુગુ
૨૦૧૬ એલ ૭ સંધ્યા તેલુગુ
૨૦૧૬ થોડરી અભિનેત્રી શ્રીશા તમિલ
૨૦૧૭ દ્વારકા વસુધા તેલુગુ
૨૦૧૮ ટચ ચેસી ચુડુ સંઘ્યા તેલુગુ
૨૦૧૯ મિસ્ટર કલાકાર કિંજલ ગુજરાતી ગુજરાતી ચિત્રપટ પદાર્પણ
૨૦૨૦ ૪૭ ડેઇસ જુલિયેટ તેલુગુ Zee5 ફિલ્મ
૨૦૨૧ બંગારૂ બુલ્લોડુ બોડ્ડુ કનકા મહાલક્ષ્મી તેલુગુ
૨૦૨૧ વાલમર્થી તમિલ
૨૦૨૨ ગજબ થઈ ગયો વિશ્વા ગુજરાતી
૨૦૨૨ કિટ્ટી પાર્ટી તેલુગુ ફિલ્માંકન
૨૦૨૨ ઇકો તમિલ ફિલ્માંક
રૂક્કુમણી વંદી વરૂધુ તમિલ વિલંબિત

બાહ્ય કડીઓ

ફેરફાર કરો