ફિલસ્ટીન

મધ્ય-પૂર્વમાં આવેલો એક પ્રદેશ
(પેલેસ્ટાઇન થી અહીં વાળેલું)

ફિલસ્તીન અન્ય પ્રચલિત નામે પેલેસ્ટાઇન એ ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકના પ્રદેશો પર દાવો કરતું એક સાર્વભૌમ રાજ્ય છે. જેરુસેલમ અહીંની નિર્દિષ્ટ રાજધાની છે, પરંતુ વહીવટી કેન્દ્ર રામલ્લાહ છે.

પેલેસ્ટાઈન ધ્વજ

ફિલસ્તીનને સંયુક્ત રાષ્ટ્રસંઘના ૧૩૬ સભ્ય રાષ્ટ્રો દ્વારા માન્યતા આપવામાં આવી છે અને ૨૦૧૨થી તે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બિન-સભ્ય નિરીક્ષક રાજ્યનો દરજ્જો ધરાવે છે. તે આરબ લીગ, ઇસ્લામિક સહકાર સંગઠન, જી૭૭, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સભ્ય છે.