પ્રહલાદ
પ્રહલાદ હિંદુ ધર્મની પુરાણ કથાઓનું એક પાત્ર છે,જે તેની ભગવાનવિષ્ણુ પ્રત્યેની અદ્વિતિય ભક્તિ માટે પ્રસિદ્ધ છે,જેમાંથી તે તેમનાં પિતા હિરણ્યકશીપુનાં ભરપુર પ્રયાસો છતાં ડગ્યો નહીં. વૈષ્ણવ સંપ્રદાયમાં તે મહાન ભક્ત તરીકે પ્રસિદ્ધ છે અને નૃસિંહ અવતારનાં ભક્તોમાં તેનું ખાસ મહત્વ છે.
ભાગવત પુરાણમાં પ્રહલાદને એક તત્વજ્ઞાની તરીકેનું માન પ્રાપ્ત છે. પ્રભુને પ્રેમ પૂર્વક પ્રાર્થના એ પણ એક ભક્તિરૂપે તત્વજ્ઞાન જ છે એ વાત બતાવી છે. ભાગવત પુરાણની મોટાભાગની કથા પ્રહલાદના બાળપણને આવરી લે જ છેૢ આને લેધે તેનું વર્ણન અને ચિત્રો માં વધુ જોવા મળે છે.
પ્રહલાદની કથા
ફેરફાર કરોપિતાની વારંવારની ચેતવણી છતાં પ્રહલાદ ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવાનું છોડતા નથી. તેના પિતા તેને ઝેર આપે છે, હાથીના પગ નીચે કચડાવે છે, તેને ઝેરી સર્પોથી ભરેલા ઓરડામાં પૂરે છે, પણ દરેક વખતે પ્રહલાદ બચી જાય છે.
હિરણ્ય ક્સ્યપની બહેન પાસે એક ખાસ પ્રકારની શાલ હતી, જે તેને ઓઢે તે આગમાં પણ બળે નહી. એક દિવસ હિરણ્ય ક્સ્યપ એ પ્રહલાદને હોળીકાના ખોળામાં બેસવા આદેશ દીધો. પ્રહલાદે ભગવાન વિષ્ણુને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી. જ્યારે આગ શરૂ થઇ ત્યારે હોલીકા તેમાં બળીને ભસ્મ થઈ ગઈ પણ પ્રહલાદને કાંઈ પણ ન થયું. આ ઘટનાને લીધે હિંદુ પર્વ હોળી મનાવાય છે. [૧]
After tolerating much abuse from his father Hiranyakashipu, Prahlada is eventually saved by Vishnu in the form of Narasimha, the half-man, half-lion avatar.[૨]
પિતા હીરણ્યકશિપુના ઘણાં ત્રાસમાંથી પ્રહલાદને મુક્ત કરવા છેવટે વિષ્ણુ નરસિંહ (અર્ધ માનવ અને અર્ધ સિંહ) અવતાર લે છે.[૩]
પ્રહલાદની વાર્તા ઘણાં બોધ આપે છે જેમકે: • પ્રભુ અત્ર તત્ર સર્વત્ર છે. • પ્રભુ હમેંશા તેમના ભક્તોની વહારે આવે છે. • પ્રભુની ભક્તિ ક્યારેપણ થઈ શકે, તેમાં ઉંમરની સીમા નથી હોતી. • પ્રભુમાં વિશ્વાસનું સાતત્ય ભક્તિ તરફ દોરે છે. • જે દુષ્ટ કાર્યો કરે છે તેમેને તેની સજા મળે છે ભાગવતમમાં છેવટે પ્રહલાદ દૈત્યોનો રાજા બને છે અને મૃત્યુ બાદ વિષ્ણુના વૈકુંઠમાં સ્થાન પામે છે.[૪]
સાહિત્યક સંદર્ભ
ફેરફાર કરોભાગવદ ગીતા(૧૦:૩૦)માં કૃષ્ણ પ્રહલાદના સંદર્ભમાં પ્રહલાદની તરફેણ કરતું નીચે મુજબ વાક્ય બોલે છે.
“દૈત્યોમાં હું પ્રહલાદને વરેલો છું. પ્રાણીઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું”[૫]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Raman, Varadaraja V. (2005). Variety in Religion And Science: Daily Reflections. iUniverse. પૃષ્ઠ 259. ISBN 0595358403.
- ↑ Dimmitt, Cornelia (1978). Classical Hindu Mythology: A Reader in the Sanskrit Purāṇas. translated by J. A. Van Buitenen. Temple University Press. પૃષ્ઠ 312. ISBN 0877221227. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ Dimmitt, Cornelia (1978). Classical Hindu Mythology: A Reader in the Sanskrit Purāṇas. translated by J. A. Van Buitenen. Temple University Press. પૃષ્ઠ 312. ISBN 0877221227. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ P. 452 The Hindu World: An Encyclopedic Survey of Hinduism By Benjamin Walker Summary
- ↑ "B-Gita 10.30". મૂળ માંથી 2005-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-09.
વધુ વાંચન
ફેરફાર કરો- વિષ્ણુપુરાણ
- શ્રીમદ ભાગવત
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ભાગવત પુરાણ,પ્રહલાદની કથા(અંગ્રેજી) સંગ્રહિત ૨૦૧૨-૧૦-૦૫ ના રોજ વેબેક મશિન (srimadbhagavatam.com)
- ધર્મ-નિર્ણયમ(પ્રહલાદની વાર્તાઓ (moralstories.wordpress.com)
- પ્રહલાદનું ઉત્તમ શિક્ષણ (અંગ્રેજી) (pdf) સંગ્રહિત ૨૦૦૬-૧૨-૧૧ ના રોજ વેબેક મશિન (krishna.com)
- વિષ્ણુપુરાણમાં પ્રહલાદ (sacred-texts.com)