પ્લાસ્ટર ઓફ પેરીસ
પ્લાસ્ટર ઓફ પેરીસ અથવા જિપ્સમ પ્લાસ્ટર એ સફેદ રંગ ધરાવતો, હલકા ભારવાળો અને નરમ પદાર્થ છે, જેનો ઉપયોગ રમકડા અને મૂર્તિઓ બનાવવા માટે તેમ જ અસ્થિભંગ વખતે તુટેલા હાડકાને જકડી રાખવા માટેના પાટાને કડક રાખવા માટે કરવામાં આવે છે.
ચૂના જેવા આ પદાર્થને કેલ્શિયમ સલ્ફેટ અને જીપ્સમના મિશ્રણને અત્યંત ગરમીમાં (૩૦૦ °ફે એટલે કે ૧૫૦ °સે તાપમાન) તપાવીને તૈયાર કરવામાં આવે છે[૧]. આ જિપ્સમ પેરિસ નજીક મોન્ટમાર્ટરની ટેકરીઓ ખાતે પુષ્કળ માત્રામાં મળતું હોવાથી તેને પ્લાસ્ટર ઓફ પેરિસ નામથી ઓળખવામાં આવે છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે.[૨]
વપરાશ કરતી વેળા આ પાઉડરને પાણી સાથે ભેળવતાં તે થોડા જ સમયમાં ઘટ્ટ થઈ જતું હોઈ તેનો ઉપયોગ ખૂબ જ સરળ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Staff. "CaSO4 , ½ H2O". Lafarge (company). મૂળ માંથી ૧૨ ઓગસ્ટ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ નવેમ્બર ૨૦૦૮.
- ↑ "પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે?". ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ. ૧૨ ઓગસ્ટ ૨૦૧૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |