ફાતમા બેગમ (૧૮૯૨-૧૯૮૩) એક ભારતીય અભિનેત્રી, દિગ્દર્શિકા અને પટકથા લેખિકા હતા. તેમને પ્રાયઃ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા ફિલ્મ નિર્દેશિકા ગણવામાં આવે છે.[૧] ચાર વર્ષના સમય ગાળામાં, તેમણે ઘણી ફિલ્મો લખી, નિર્માણ કરી અને નિર્દેશન કર્યું. તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ ફાતમા ફિલ્મ્સ શરૂ કર્યું, જે પાછળથી વિક્ટોરિયા-ફાતમા ફિલ્મ્સ બની અને ૧૯૨૬માં તેમણે તેમની પ્રથમ ફિલ્મ બુલબુલ-એ-પરિસ્તાનનું નિર્દેશન કર્યું.[૨] [૩] તેઓ ૧૮૯૨-૧૯૮૩ સુધી જીવ્યા અને તેમને ત્રણ બાળકો હતા.

ફાતમા બેગમ
જન્મની વિગત૧૮૯૨
ભારત
મૃત્યુ1983 (aged 90–91)
ભારત
વ્યવસાયઅભિનેત્રી, દિગ્દર્શક, પટકથા લેખિકા, નિર્માત્રી
જીવનસાથીનવાબ સીદી ઇબ્રાહિમ મહોમ્મદ યાકુત ખાન ત્રીજા (કહેવાતા)
સંતાનો૩, ઝુબેદા, સુલતાના અને શહેઝાદી
સંબંધીઓરીયા પિલ્લાઈ (પ્રપૌત્રી)

કુટુંબ ફેરફાર કરો

ફાતમા બેગમનો જન્મ ભારતમાં ઉર્દૂ ભાષી મુસલમાન પરિવારમાં થયો હતો. ફાતમા બેગમના લગ્ન સચિન રાજ્યના નવાબ સીદી ઇબ્રાહિમ મહોમ્મદ યાકુત ખાન ત્રીજા સાથે થયા હતા.[૪] જો કે, નવાબ અને ફાતમા બાઈ વચ્ચે લગ્ન થયાનો કોઈ કરાર કે દસ્તાવેજ નથી, વળી તેમના કોઈ પણ સંતાનને નવાબે પોતાના તરીકે માન્યતા આપી ન હતી, જે મુસ્લિમ કાનૂની કૌટુંબિક કાયદામાં પિતૃત્વની પૂર્વશરત છે. તેઓ મૂંગી ફિલ્મના સુપરસ્ટાર ઝુબેદા, સુલતાના અને શહેઝાદીની માતા હતા.[૧] તે ઝુબેદા અને હૈદરાબાદના મહારાજા નરસિંગીર ધનરાજગીરના પુત્ર અને પુત્રી હુમાયું ધનરાજગીર અને દુરેશ્વર ધનરાજગીરની તથા કરાંચીના અગ્રણી ઉદ્યોગપતિ શેઠ રઝાક અને સુલતાનાની પુત્રી જમીલા રઝાકની દાદી પણ હતા. તેઓ મોડેલ બનેલી અભિનેત્રી રિયા પિલ્લઇની પરદાદી પણ હતા, જે તેમની પૌત્રી દુર્રેશ્વર ધનરાજગીરની પુત્રી છે.[૫]

કારકિર્દી ફેરફાર કરો

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ઉર્દૂ મંચ પરથી કરી હતી. બાદમાં તેઓ ફિલ્મો તરફ વળ્યા અને અર્દેશિર ઈરાનીની મૂંગી ફિલ્મ વીર અભિમન્યુ (૧૯૨૨) થી ફિલ્મી કારકિર્દી આરંભી.[૧] તે સમયે પુરુષો જ નાટકો અને ફિલ્મોમાં મહિલાઓની ભૂમિકા ભજવતા, તેથી તેઓ એક જાણીતા મહિલા સુપરસ્ટાર બન્યા. ફાતમા બેગમ ગોરી ત્વચા ધરાવતા હતા અને સ્ક્રીન પરની સેપિયા/બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજને અનુરૂપ ડાર્ક મેક-અપ લગાવતા હતા. તે સમયે મોટાભાગની ભૂમિકાઓ માટે નાયકો તેમજ નાયિકાઓ માટે વિગની જરૂર રહેતી.

ઈ. સ. ૧૯૨૬માં, તેમણે ફાતમા ફિલ્મ્સની સ્થાપના કરી જે પાછળથી ૧૯૨૮માં વિક્ટોરિયા-ફાતમા ફિલ્મ્સ તરીકે જાણીતી બની. તેઓ કાલ્પનિક સિનેમાના નિર્માણમાં અગ્રણી બન્યા. જ્યાં તેમણે પ્રારંભિક ટ્રીક ફોટોગ્રાફી વાપરી વિશેષ અસરો ઉપજાવી હતી. તેઓ કોહિનૂર સ્ટુડિયો અને શાહી સ્ટુડિયોના અભિનેત્રી હતા, જ્યારે ફાતમા ફિલ્મ્સ હેઠળ તેઓ પોતાની ફિલ્મોમાં લેખન, દિગ્દર્શન, નિર્માણ સાથે અભિનય પણ કરતા હતા.

બેગમ તેમની ૧૯૨૬ ની ફિલ્મ બુલબુલ-એ-પરિસ્તાનથી ભારતીય સિનેમાની પ્રથમ મહિલા નિર્દેશક બન્યા.[૬] હાલમાં આ ફિલ્મની કોઈ પ્રિન્ટ અસ્તિત્વમાં નથી, વધારે બજેટ ધરાવતી આ ફિલ્મને ઘણી ખાસ અસરો દર્શાવતી કાલ્પનિક ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી છે. જો આ સાચું હોય તો, આ ફિલ્મ બેગમને જ્યોર્જ મેલીઝ જેવા કાલ્પનિક સિનેમાના પ્રારંભિક અગ્રણીઓમાં સ્થાન આપે છે. પોતાની ફિલ્મોના નિર્માણ અને અભિનયનું કાર્ય ચાલુ રાખવા સાથે તેમણે કોહિનૂર સ્ટુડિયો અને શાહી સ્ટુડિયો માટે, ૧૯૩૮ સુધી, તેમની છેલ્લી ફિલ્મ, દુનિયા ક્યા હૈ માં કામ કર્યું?

તેમણે બીજી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું, ૧૯૨૯ ની ગોડેસ ઑફ લક એ તેમની અંતિમ દિગ્દર્શીત ફિલ્મ હતી.

ફિલ્મોગ્રાફી ફેરફાર કરો

વર્ષ ફિલ્મ ભૂમિકા નોંધો
૧૯૨૨ વીર અભિમન્યુ અભિનેત્રી અર્દેશિર ઈરાનીની મૂંગી ફિલ્મમાં પ્રથમ અભિનય.
૧૯૨૬ બુલબુલ-એ-પરિસ્તાન દિગ્દર્શક ભારતીય સિનેમાની પ્રથમ મહિલા દિગ્દર્શક;
પોતાના પ્રોડક્શન હાઉસ 'ફાતમા ફિલ્મ્સ' નો ઉપયોગ કર્યો.
૧૯૨૬ ગોડેસ ઑફ લક દિગ્દર્શક
૧૯૩૮ દુનિયા ક્યા હૈ? અભિનેત્રી

વારસો ફેરફાર કરો

તેઓ ૧૯૮૩ માં ૯૧ વર્ષની વયે અવસાન પામ્યા. તેમનો વારસો તેમની પુત્રી ઝુબેદાએ આગળ ચલાવ્યો હતો, તેઓ એક મૌન ફિલ્મ સ્ટાર હતા. આ ઉપરાંત તેમણે ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરામાં પણ અભિનય કર્યો હતો.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Rajadhyaksha, Ashish; Willemen, Paul, સંપાદકો (1999). Encyclopedia of Indian Cinema (2 આવૃત્તિ). New York: Routledge. પૃષ્ઠ 95. ISBN 1579581463.
  2. "Bollywood's unforgettable women - Times of India". The Times of India. મૂળ સંગ્રહિત માંથી 2 February 2017 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-31.
  3. Pandya, Sonal. "Fatma Begum, Jaddanbai: The earliest female filmmakers of Indian cinema". Cinestaan. મૂળ માંથી 26 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 2020-02-26.
  4. "Sachin Princely State (9 gun salute)". મૂળ માંથી 23 April 2017 પર સંગ્રહિત. મેળવેલ 25 June 2014.
  5. "Archived copy". મૂળ માંથી 22 August 2019 પર સંગ્રહિત. મેળવેલ 22 August 2019.CS1 maint: archived copy as title (link)
  6. "100 Years of Indian Cinema: The first women directors". IBNLive. મૂળ સંગ્રહિત માંથી 12 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-04.

 

બાહ્ય કડીઓ ફેરફાર કરો