ભારતીય સિનેમા
ભારતીય સિનેમા માં ભારતભરમાં નિર્માણ થતી ફિલ્મોનો સમાવેશ થાય છે જેમાં મુંબઈના સિનેમાની સંસ્કૃતિ ઉપરાંત આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની સિનેમાની પરંપરાનો સમાવેશ થાય છે. ભારતીય ફિલ્મો સમગ્ર દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વમાં જોવાય છે. સિનેમાને એક માધ્યમ તરીકે દેશમાં લોકપ્રિયતા મળી છે અને દર વર્ષે વિવિધ ભારતીય ભાષાઓમાં લગભગ 1000 ફિલ્મનું નિર્માણ થાય છે. બ્રિટન અને અમેરિકા જેવા દેશમાં વસતા ભારતીયોના કારણે હિંદી ભાષાની ફિલ્મોને આંતરરાષ્ટ્રીય દર્શકો મળી રહે છે.
20મી સદીમાં અમેરિકન અને ચાઇનીઝ ફિલ્મ ઉદ્યોગની સાથે ભારતીય સિનેમા વૈશ્વિક સાહસ બન્યું.[૧] સુધરેલી ટેકનોલોજીના કારણે પ્રોડક્ટ રજૂ કરવાના પ્રસ્થાપિત સિનેમેટિક નિયમોમાં સુધારો થયો અને લક્ષ્યાંકિત દર્શકો સુધી સામગ્રી પહોંચાડવાની પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર થયો.[૧] ભારતીય સિનેમાને 90થી વધુ દેશોમાં બજાર મળ્યું જ્યાં ભારતની ફિલ્મો પણ પ્રદર્શિત થતી હતી.[૨] ભારતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પણ ભાગ લીધો ખાસ કરીને સત્યજિત રે (બંગાળી), અદૂર ગોપાલ ક્રિષ્નન, શાજી એન કરૂણ (મલયાલમ).[૨] શેખર કપૂર, મીરા નાયર, દીપા મહેતા વગેરે જેવા ભારતીય ફિલ્મનિર્માતાઓએ વિદેશમાં સફળતા મેળવી.[૩] ભારત સરકારે વિદેશમાં ફિલ્મ પ્રતિનિધિમંડળ મોકલ્યા જેમ કે યુનાઇડેટ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને જાપાનમાં, જ્યારે દેશના ફિલ્મ પ્રોડ્યુસર્સ ગિલ્ડે સમગ્ર યુરોપમાં આવા મિશન મોકલ્યા હતા.[૪]
ભારત વિશ્વમાં સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે જ્યાં દર વર્ષે લગભગ એક હજાર ફિલ્મો બને છે.[૫][૬] કુલ ફિલ્મોમાંથી લગભગ 600 ફિલ્મો તેલુગુ અને હિંદીમાં હોય છે, બંને ભાષામાં આશરે 300 ફિલ્મો બને છે જ્યારે બાકીની ફિલ્મો અન્ય ભાષામાં બને છે.[૬] જોકે ભારતમાં સિનેમા દ્વારા પેદા થતી કુલ આવકમાં હિંદી ફિલ્મોનો હિસ્સો લગભગ અડધો છે.[૬] 100% ટકા સીધા વિદેશી મૂડી રોકાણ માટે છૂટ મળવાના કારણે 20થ સેન્ચ્યુરી ફોક્સ, સોની પિક્ચર્સ અને વોર્નર બ્રધર્સ જેવા વિદેશી સાહસો માટે ભારતીય ફિલ્મ માર્કેટ આકર્ષક બન્યું છે.[૭] અગ્રણી ભારતીય સાહસો જેમ કે ઝી, યુટીવી અને એડલેબ્સ વગેરે પણ ફિલ્મ નિર્માણ અને વિતરણમાં સક્રિય છે.[૭] મલ્ટીપ્લેક્સીસને કર રાહત મળવાના કારણે ભારતમાં મલ્ટીપ્લેક્સ ક્ષેત્રે તેજી આવી છે.[૭] 2003 સુધીમાં નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઓફ ઇન્ડિયા પર લગભગ 30 ફિલ્મ નિર્માણ કંપનીઓ લિસ્ટેડ હતી જેના કારણે આ માધ્યમની વ્યાપારી હાજરી વર્તાતી હતી.[૭]
વિદેશમાં ભારતીય મૂળના કરોડો લોકો વસવાટ કરે છે જેમના માટે ડીવીડી દ્વારા અને તેમના રહેણાંકના દેશમાં જ્યાં શક્ય હોય ત્યાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરીને તેમના માટે ફિલ્મ ઉપલબ્ધ કરાવાય છે.[૮] મુખ્ય પ્રવાહની ફિલ્મો દ્વારા પેદા થતી આવકમાં 12 ટકા હિસ્સો વિદેશમાં સ્ક્રીનિંગની આવકનો હોય છે જે ભારતીય સિનેમાની એકંદર આવકમાં નોંધપાત્ર યોગદાન આપે છે, જેનું નેટવર્થ 2000માં 1.3 અબજ અમેરિકન ડોલર આંકવામાં આવ્યું હતું.[૯] ભારતમાં ફિલ્મ નિર્માણ માટે ઉપલબ્ધ સુવિધાઓમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના ઘર ગણાતા હૈદરાબાદમાં રામોજી સિટી છે જેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો કોમ્પ્લેક્સ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે.[૧૦] ભારતીય સિનેમામાં સંગીત આવક પેદા કરવાનું અન્ય એક મહત્વનું સાધન છે. ભારતમાં ફિલ્મ દ્વારા પેદા થતી આવકમાં 4-5% ટકા હિસ્સો એકલા સંગીતના અધિકારોનો હોય છે.[૯]
ઇતિહાસ
ફેરફાર કરોલંડનમાં લ્યુમિયર ચલચિત્રના પ્રદર્શન (1895) બાદ યુરોપભરમાં સિનેમાએ હલચલ મચાવી દીધી અને જુલાઇ 1896 સુધીમાં લ્યુમિયર ફિલ્મો બોમ્બે (હવે મુંબઈ)માં દર્શાવવામાં આવી હતી.[૧૧] ભારતમાં પ્રથમ ટૂંકી ફિલ્મોનું નિર્દેશન હીરાલાલ સેનએ કર્યું હતું જેની શરૂઆત ધી ફલાવર ઓફ પર્શિયા (1898) સાથે થઇ હતી.[૧૨] ભારતમાં પૂર્ણ લંબાઇના ચલચિત્રનું નિર્માણ દાદાસાહેબ ફાળકેએ કર્યું હતું જેઓ ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિના વિદ્વાન હતા અને સંસ્કૃત મહાકાવ્યો પરથી પ્રેરણા લઇને મરાઠીમાં મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર (1913) બનાવી હતી. (રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં સ્ત્રીના પાત્રો પુરુષ કલાકારોએ ભજવ્યા હતા.)[૧૩] ભારતમાં સિનેમા થિયેટરની પ્રથમ ચેઇનની માલિકી કલકત્તાના ઉદ્યોગ સાહસિક જમશેદજી ફ્રામજી મદન પાસે હતી જેઓ દર વર્ષે 10 ફિલ્મના ઉત્પાદન પર દેખરેખ રાખતા હતા અને સમગ્ર ભારતીય ઉપખંડમાં તેનું વિતરણ કરતા હતા.[૧૩]
20મી સદીની શરૂઆતમાં એક માધ્યમ તરીકે સિનેમાએ ભારતીય પ્રજામાં અને તેના ઘણા આર્થિક વર્ગમાં લોકપ્રિયતા મેળવી.[૧૧] ટિકીટના દર ઘટાડવામાં આવ્યા જેથી તે સામાન્ય માણસને પોસાવા લાગી અને નાણાકીય રીતે સક્ષમ માટે વધારાની ટિકીટના દરે વધુ સગવડો પૂરી પાડવામાં આવી.[૧૧] બોમ્બેમાં મનોરંજનનું આ પોસાય તેવું માધ્યમ એક આના (4 પૈસા ) જેટલા નીચા દરે ઉપલબ્ધ હોવાથી દર્શકો સિનેમા હોલ પર ઉભરાવા લાગ્યા.[૧૧] ભારતીય કોમર્શિયલ સિનેમાની સામગ્રી વધુને વધુ આ લોકોને અપીલ કરે તેવી રીતે તૈયાર કરવામાં આવી.[૧૧] યુવા ભારતીય નિર્માતાઓ તેમની ફિલ્મોમાં ભારતીય સામાજિક જીવન અને સંસ્કૃતિના પાસાને વણવા લાગ્યા.[૧૪] બીજા તેમની સાથે દુનિયાભરના વિચાર લઇ આવ્યા.[૧૪] આ સમયે વૈશ્વિક દર્શકો અને બજારોને ભારતીય ફિલ્મ વિશે જાણ થવા લાગી.[૧૪]
અરદેશિર ઇરાનીએ 14 માર્ચ 1931ના રોજ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા રિલિઝ કરી.[૧૩] ભારતમાં ‘ટોકિઝ’ની શરૂઆત થયા બાદ કેટલાક ફિલ્મ કલાકારોની ભારે માંગ રહેતી હતી અને તેઓ અભિનય દ્વારા સારી એવી આવક મેળવતા હતા.[૧૩] 1930માં સાઉન્ડ ટેકનોલોજીનો વિકાસ થયો તેની સાથે ભારતીય સિનેમામાં સંગીતનું પ્રમાણ વધ્યું અને ઇન્દ્રસભા અને દેવી દેવયાની જેવી સંગીત આધારિત ફિલ્મો બનવા લાગી જેની સાથે ભારતીય ફિલ્મોમાં સંગીત અને નૃત્યનો યુગ શરૂ થયો.[૧૩] ચેન્નાઇ, કોલકતા અને મુંબઈ જેવા શહેરોમાં સ્ટુડિયો બનવા લાગ્યો કારણ કે ફિલ્મ એક કળા તરીકે 1935 સુધીમાં પ્રસ્થાપિત થઇ ચૂકી હતી, દેવદાસ તેનું ઉદાહરણ હતું જેણે દેશભરમાં દર્શકોને મોહિત કર્યા હતા.[૧૫] 1934માં બોમ્બે ટોકિઝની સ્થાપના થઇ અને પૂણેમાં પ્રભાત સ્ટુડિયોએ મરાઠી ભાષાના દર્શકોને ધ્યાનમાં રાખી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું.[૧૫] ફિલ્મ નિર્માતા આર. એસ. ડી. ચૌધરીએ વ્રેથ (1930)નું નિર્માણ કર્યું જેના પર ભારતમાં બ્રિટીશ રાજએ પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે તેમાં કલાકારોને ભારતીય નેતાઓ તરીકે દર્શાવાયા હતા જે ભારતીય સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સેન્સરને પાત્ર હતી.[૧૩]
બીજા વિશ્વ યુદ્ધ પછી ભારતમાં મસાલા ફિલ્મ નું આગમન થયું જે ગીત, સંગીત અને રોમાન્સથી ભરપૂર કોમર્શિયલ ફિલ્મો માટે વપરાતો શબ્દ છે.[૧૫] એસ. એસ. વાસનની ચંદ્રલેખા રિલીઝ થવાની સાથે સમગ્ર ભારતમાં દક્ષિણ ભારતની ફિલ્મોને પ્રાધાન્ય મળવા લાગ્યું.[૧૫] 1940ના દાયકા દરમિયાન ભારતના કુલ સિનેમા હોલમાંથી લગભગ અડધા સિનેમા હોલ દક્ષિણ ભારતમાં આવેલા હતા અને સિનેમાને સાંસ્કૃતિ પુનઃજાગૃતિના સાધન તરીકે જોવામાં આવ્યું.[૧૫] સ્વતંત્રતા બાદ ભારતનું વિભાજન થતા રાષ્ટ્રની સંપત્તિમાં પણ ભાગ પડ્યા અને ઘણા સ્ટુડિયો નવા રચાયેલા પાકિસ્તાનમાં જતા રહ્યા.[૧૫] ભાગલા સમયના હુલ્લડો ત્યાર પછીના દાયકાઓમાં ફિલ્મ નિર્માણમાં મહત્વનો વિષય બન્યા.[૧૫]
સ્વતંત્રતા પછી ભારતીય સિનેમા એસ. કે પાટિલ કમિશન હેઠળ આવ્યું.[૧૬] કમિશનના વડા એસ. કે. પાટિલે ભારતીય સિનેમાના કોમર્શિયલ મૂલ્યને ધ્યાનમાં લેવા ઉપરાંત તેને ‘કળા, ઉદ્યોગ અને શોમેનશિપના સંયોજન’ તરીકે જોતા હતા.[૧૬] પાટિલે નાણા મંત્રાલય હેઠળ ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશનની રચના કરવા ભલામણ કરી હતી.[૧૭] 1960માં આ સલાહ પર ધ્યાન આપવામાં આવ્યું અને સમગ્ર ભારતમાં પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓને નાણાકીય સલાહ પૂરી પાડવા માટે આ સંસ્થાની રચના કરવામાં આવી હતી.[૧૭] ભારત સરકારે 1949 સુધીમાં એક ફિલ્મ ડિવિઝનની રચના કરી હતી જે પછી વિશ્વમાં સૌથી મોટું દસ્તાવેજી ફિલ્મ નિર્માતા બન્યું અને જેણે વર્ષે લગભગ 200થી વધુ ટૂંકી ફિલ્મો બનાવી. દરેક ફિલ્મ 18 ભાષામાં બનતી હતી અને દેશભરમાં કાયમી ફિલ્મ થિયેટર માટે 9000 પ્રિન્ટ બનાવવામાં આવી હતી.[૧૮]
ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન (આઇપીટીએ) સામ્યવાદ તરક જુકાવ ધરાવતી કળાની ચળવળ છે જેની શરૂઆત 1940 અને 1950ના દાયકામાં થવા લાગી હતી.[૧૬] આઇપીટીએના ઘણા વાસ્તવવાદી નાટકો જેમ કે 1944માં બિજોન ભટ્ટાચાર્ટનું નબાન્ના (1943ના બંગાળના ભૂખમરા પર આધારિત) દ્વારા ભારતીય સિનેમામાં વાસ્ત્વવાદનો પાયો મજબૂત થયો હતો જેમાં પછી 1946માં ખ્વાજા અહમદ અબ્બાસની ધરતી કે લાલ (ચિલ્ડ્રન ઓફ ધી અર્થ) જેવી કૃતિઓ આવી.[૧૬] આઇપીટીએ ચળવળે વાસ્તવવાદ પર ભાર મૂકવાનું ચાલુ રાખ્યું અને મધર ઇન્ડિયા અને પ્યાસા જેવી ફિલ્મો બનાવી જે ભારતની સૌથી વધુ ખ્યાતિપ્રાપ્ત સિનેમેટિક નિર્માણ ગણાય છે.[૧૯]
ભારતીય સિનેમાનો સુવર્ણ યુગ
ફેરફાર કરોભારતની સ્વતંત્રતા પછી 1940ના દાયકાથી 1960ના દાયકા સુધીનો યુગ ફિલ્મ ઇતિહાસકારો દ્વારા ભારતીય સિનેમાના ‘સુવર્ણયુગ’ તરીકે ઓળખવામાં આવે છે.[૨૦][૨૧][૨૨] વિવેચકો દ્વારા વખાણવામાં આવેલી ભારતની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ આ ગાળામાં થયું હતું. કોમર્શિયલ હિંદી સિનેમામાં તે સમયની વિખ્યાત ફિલ્મોમાં ગુરુ દત્તની ફિલ્મો પ્યાસા (1957) અને કાગઝ કે ફુલ (1959) અને રાજ કપૂરની ફિલ્મો આવારા (1951) અને શ્રી 420 (1955)નો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ શહેરી ભારતમાં કામદાર વર્ગ પર આધારિત સામાજિક થીમ રજૂ કરી. આવારા એ શહેરને એક દુઃસ્વપ્ન અને સ્વપ્ન સમાન રજૂ કર્યું, જ્યારે પ્યાસા માં શહેરી જીવનની બનાવટનું નિરૂપણ કર્યું.[૨૩] આ સમયમાં ભારતીય સિનેમાની કેટલીક યાદગાર ફિલ્મોમાં વિદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે એકેડેમી એવોર્ડ[૨૪] માટે નામાંકિત થયેલી મહેબુબ ખાનની મધર ઇન્ડિયા (1957) અને કે આસિફની મોગલ-એ-આઝમ (1960)નો સમાવેશ થાય છે.[૨૫] વી. શાંતારામની દો આંખે બારહ હાથ (1958) પરથી પ્રેરણા લઇને હોલીવૂડની ફિલ્મ ધ ડર્ટી ડઝન (1967) બની હોવાનું માનવામાં આવે છે.[૨૬] બિમલ રોય દ્વારા નિર્મિત અને રિત્વિક ઘટક દ્વારા લખાયેલી મધુમતી (1958)એ પશ્ચિમી લોકપ્રિય સંસ્કૃતિમાં પુનઃજન્મની થીમને લોકપ્રિય બનાવી હતી.[૨૭] તે સમયે મુખ્યધારાના અન્ય ફિલ્મ નિર્માતાઓમાં કમાલ અમરોહી અને વિજય ભટ્ટનો સમાવેશ થતો હતો.
કોમર્શિયલ ભારતીય સિનેમાનો વિકાસ થતો હતો ત્યારે નવી સમાંતર સિનેમાની ચળવળ પણ જોવા મળી જેમાં બંગાળી સિનેમાએ મુખ્યત્વે આગેવાની લીધી હતી.[૨૩] આ ચળવળની ફિલ્મોના શરૂઆતના ઉદાહરણોમાં ચેતન આનંદની નીચા નગર (1946),[૨૮] રિત્વિક ઘટકની નાગરિક (1952)[૨૯][૩૦] અને બિમલ રોયની ટુ એકર્સ ઓફ લેન્ડ (દો બિઘા જમીન) (1953) સામેલ છે જેણે ભારતમાં નવવાસ્તવવાદ[૩૧]નો અને "Indian New Wave".નો પાયો નાખ્યો[૩૨] ધી અપુ ટ્રિલોજી (1955–1959)ના પ્રથમ ભાગ પાથેર પંચાલી (1955) દ્વારા સત્યજિત રેએ ભારતીય સિનેમામાં યાદગાર પ્રવેશ કર્યો.[૩૩] તમામ મહત્વના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ધી અપુ ટ્રિલોજી ને મોટા એવોર્ડ મળ્યા અને ભારતીય સિનેમામાં સમાંતર સિનેમાનો પાયો મજબુત બન્યો. વિશ્વ સિનેમા પર તેનો પ્રભાવ “પચાસના દાયકાના મધ્યથી કળા ગૃહોને છલકાવતા યુવાનીથી ભરપૂર નવા યુગના ડ્રામા” પર જોવા મળે છે જેણે ”અપુ ટ્રિલોજીની દેન છે”[૩૪] સત્યજિત રે અને રિત્વિવ ઘટકે ઘણી વિવેચકો દ્વારા વખણાયેલી આર્ટ ફિલ્મોનું નિર્માણ કર્યું અને મૃણાલ સેન, અદૂર ગોપાલક્રિષ્નન, મણી કૌલ અને બુદ્ધદેવ દાસગુપ્તા જેવા પ્રતિષ્ઠિત ભારતીય સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓ તેમને અનુસર્યા હતા.[૨૩] 1960ના દાયકા દરમિયાન ઇંદિરા ગાંધીએ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે દરમિયાનગીરી કરી અને અને ભારતમાં ઓફ-બીટ ફિલ્મોનું નિર્માણ શરૂ થયું જેને ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા સત્તાવાર મદદ મળી રહી હતી.[૧૭]
સત્યજિત રેની ધી અપુ ટ્રિલોજી દ્વારા પ્રારંભ કરનારા સિનેમેટોગ્રાફર સુબ્રતા મિત્રાએ વિશ્વભરતમાં સિનેમેટોગ્રાફી પર ભારે પ્રભાવ પાડ્યો હતો. તેમની ખૂબ મહત્વની ટેકનિક પૈકી એક બાઉન્સિંગ લાઇટ્સ છે જેનાથી તેઓ સેટ પર દિવસના અજવાળાની અસર પેદા કરતા હતા. તેમણે ધી અપુ ટ્રિલોજી ના બીજા ભાગ અપરાજિતો (1956)ના ફિલ્માંકન દરમિયાન આ ટેકનિકમાં કૌશલ્યે મેળવ્યું હતું.[૩૫] સત્યજિત રેએ જે ટેકનિક વિકસાવી તેમાં ફોટો-નેગેટિવ ફ્લેશબેક્સ અને એક્સ-રે ડિગ્રેશન્સનો સમાવેશ થાય છે જે પ્રતિદ્વંદી (1972)ના ફિલ્માંકન વખતે વિકસાવાઇ હતી.[૩૬] ધ એલિયન નામની ફિલ્મ માટે રેની 1967ની સ્ક્રિપ્ટ, જે પાછળથી રદ કરવામાં આવી હતી, પરથી સ્ટીવન સ્પીલબર્ગને ઇ.ટી. (1982) બનાવવાની પ્રેરણા મળી હોવાનું કહેવાય છે.[૩૭][૩૮][૩૯] રિત્વિક ઘટકની કેટલીક ફિલ્મો અને ત્યાર પછીની અમુક આંતરરાષ્ટ્રીય ફિલ્મો વચ્ચે ઘણી સમાનતા છે જેમ કે બારી થેકે પાલિયે (1958) અને ફ્રાન્કોઇસ ટ્રુફોતની ધ 400 બ્લોઝ (1959)માં સામ્યતા છે. આજંત્રિક (1958) ઘણા અંશે ટેક્સી ડ્રાઇવર (1976) અને હર્બી ફિલ્મ્સ (1967-2005)ને મળતી આવે છે.
આ ગાળામાં અન્ય પ્રાદેશિક ઉદ્યોગ માટે પણ ‘સુવર્ણ યુગ’ હતો. કોમર્શિયલ તમિલ સિનેમાએ વ્યાપારી દૃષ્ટિએ અનેક સફળ ફિલ્મોનું નિર્માણ કરીને વૃદ્ધિનો અનુભવ કર્યો હતો. તે સમયની કેટલીક સૌથી લોકપ્રિય તમિલ ફિલ્મ હસ્તિઓમાં એમ. જી. રામચંદ્રન, શિવાજી ગણેસન, એમ. એન. નામ્બિયાર, અશોકન અને નાગેશનો સમાવેશ થાય છે.[૪૦] મરાઠી સિનેમાએ પણ તે સમયે ‘સુવર્ણ યુગ’નો અનુભવ કર્યો હતો જેમાં વી. શાંતારામ જેવા તેના કેટલાક નિર્દેશકોએ મુખ્યધારાની હિંદી સિનેમાના ‘સુવર્ણ યુગ’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.[૪૧]
ચેતન આનંદની સામાજિક વાસ્તવવાદી ફિલ્મ નીચા નગર ને પ્રથમ કાન ફિલ્મ ફેસ્ટિવલ[૨૮] ખાતે ગ્રાન્ડ પ્રાઇઝ મળ્યું ત્યારથી ભારતીય ફિલ્મો કાન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પામ ડી’ઓર માટે 1950 દરમિયાન અને 1960ના દાયકામાં વારંવાર નિયમિત રીતે સ્પર્ધામાં રહી છે, જેમાંથી ઘણી ફિલ્મોને આ મહોત્સવ દરમિયાન મોટા ઇનામ મળ્યા હતા. સત્યજિત રેને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ધી અપુ ટ્રિલોજી ની બીજી ફિલ્મ અપરાજિતો (1956) માટે ગોલ્ડન લાયન એવોર્ડ અને બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન બેર તથા શ્રેષ્ઠ ડિરેક્ટર માટે બે સિલ્વર બેર મળ્યા હતા.[૪૨] રેના સમકાલિન રિત્વિક ઘટક અને ગુરુ દત્તની તેમના જીવન કાળ દરમિયાન અવગણના થઇ હતી પરંતુ 1980ના દાયકામાં અને 1990ના દાયકામાં તમને તેમને મોડેથી ઘણા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી.[૪૨][૪૩] રેને 20મી સદીના સિનેમામાં સૌથી મહાન હસ્તિઓ પૈકી એક ગણવામાં આવે છે,[૪૪] જ્યારે દત્ત[૪૫] અને ઘટક[૪૬]ને પણ સૌથી મહાન ફિલ્મ નિર્માતાઓમાં ગણવામાં આવે છે. 1992માં સાઇટ એન્ડ સાઉન્ડ ક્રિટિક્સ પોલમાં રેને 7મું સ્થાન મળ્યું હતું અને અત્યાર સુધીના ટોચના 10 ડિરેક્ટરોમાં સ્થાન મળ્યું હતું[૪૭] જ્યારે દત્તને 2002ના સાઇટ એન્ડ સાઉન્ડ ના સૌથી મહાન ડિરેક્ટરોના પોલમાં 73મું સ્થાન મળ્યું હતું.[૪૫]
વિવિધ વિવેચકો અને ડિરેક્ટરોના તારણમાં આ યુગની અનેક ભારતીય ફિલ્મોને ઘણી વખત અત્યાર સુધીની સૌથી મહાન ફિલ્મોમાં સ્થાન મળે છે. સાઇટ એન્ડ સાઉન્ડ ક્રિટિક્સના તારણમાં સત્યજિત રેની ઘણી ફિલ્મોને સ્થાન મળ્યું છે જેમાં ધ અપુ ટ્રિલોજી (સંયુક્ત મત ગણવામાં આવે તો 1992માં ક્રમ# 4),[૪૮] ધ મ્યુઝિક રૂમ (1992માં ક્રમ #27), ચારુલતા (1992માં ક્રમ #41)[૪૯] અને ડેઝ એન્ડ નાઇટ ઇન ફોરેસ્ટ (1982માં ક્રમ #81) સામેલ છે. [૫૦] 2002ના સાઇટ એન્ડ સાઉન્ડ ક્રિટિક્સ અને ડિરેક્ટર્સ પોલમાં પણ ગુરુદત્તની ફિલ્મો પ્યાસા અને કાગઝ કે ફુલ (બંનેનો ક્રમ #10) સમાવેશ થાય છે. રિત્વિત ઘટકની મેઘે ઢકા તારા (ક્રમ# 231 ) અને કોમલ ગાંધાર (ક્રમ # 346 પર) અને રાજ કપુરની આવારા , વિજય ભટ્ટની બૈજુ બાવરા , મહેબુબ ખાનની મધર ઇન્ડિયા અને કે આસિફની મોગલ-એ-આઝમ તમામને ક્રમ # 346 મળ્યો હતો.[૫૧] 1998માં એશિયન ફિલ્મ મેગેઝિન સિનેમાયા દ્વારા કરવામાં આવેલા વિવેચકોના પોલમાં ધી અપુ ટ્રિલોજી (સંયુક્ત વોટ ગણવામાં આવે તો ક્રમ 1 પર), રેની ચારુલતા અને મ્યુઝિક રૂમ (ક્રમ 11 પર), અને ઘટકની સુબ્રણરેખા (તે પણ 11મા ક્રમે)નો સમાવેશ થયો હતો.[૪૬] 1999માં ધ વિલેજ વોઇસ ટોપ 250 “બેસ્ટ ફિલ્મ્સ ઓફ ધી સેન્ચુરી” વિવેચકોના પોલમાં ધી અપુ ટ્રિલોજી (તમામ મત સંયુક્ત રીતે ગણવામાં આવે તો ક્રમ 5 પર)નો સમાવેશ થતો હતો.[૫૨] 2005માં ધી અપુ ટ્રિલોજી અને પ્યાસા ને ટાઇમ મેગેઝિનના ઓલ-ટાઇમ 100 શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં પણ સ્થાન મળ્યું હતું.[૫૩]
આધુનિક ભારતીય સિનેમા
ફેરફાર કરોશ્યામ બેનેગલ જેવા કેટલાક ફિલ્મ નિર્માતાઓએ 1970ના દાયકામાં વાસ્તવવાદી સમાંતર સિનેમા બનાવવાનું ચાલુ રાખ્યું હતું[૫૪] તેમની જેમ બંગાળી સિનેમામાં સત્યજિત રે, રિત્વિક ઘટક, મૃણાલ સેન, બુદ્ધદેવ દાસગુપ્તા અને ગૌતમ ઘોષ, મલયાલમ સિનેમામાં અદૂર ગોપાલક્રિષ્નન, જ્હોન અબ્રાહમ અને જી. અરવિંદન અને હિંદી સિનેમામાં મણી કૌલ, કુમાર સાહની, કેતન મહેતા, ગોવિંદ નિહલાની અને વિજય મહેતાએ આવી ફિલ્મો બનાવી હતી.[૨૩] જોકે 1976માં જાહેર સાહસો અંગેની કમિટીની તપાસ દરમિયાન ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશનના આર્ટ ફિલ્મો તરફી જુકાવની ટીકા થઇ હતી અને આ સંસ્થા કોમર્શિયલ સિનેમાને પ્રોત્સાહન આપવા માટે પૂરતી મદદ કરતી ન હોવાના આરોપ થયા હતા.[૫૫] 1970ના દાયકામાં જોકે શોલે (1975) જેવી ફિલ્મને મળેલી ભારે સફળતાના કારણે કોમર્શિયલ સિનેમાનો યુગ ફરી આવ્યો હતો. આ ફિલ્મથી અમિતાભ બચ્ચનનું સ્થાન મુખ્ય કલાકાર તરીકે પ્રસ્થાપિત થયું હતું.[૫૫] ભક્તિ પર આધારિત ક્લાસિક ફિલ્મ જય સંતોષી માં પણ 1975માં રજૂ થઇ હતી.[૫૫] 1975માં રજૂ થયેલી અન્ય એક મહત્વની ફિલ્મ દિવાર હતી જેનું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું અને સલીમ-જાવેદે પટકથા લખી હતી. આ ક્રાઇમ ફિલ્મ “વાસ્તવિક જીવનના દાણચોર હાજી મસ્તાન પર આધારિત હતી જેમાં એક પોલિસ અધિકારી અને તેનો ગેંગ લીડર ભાઈ આમને સામને આવી જાય છે.” અમિતાભ બચ્ચને ગેંગ લીડરની ભૂમિકા ભજવી હતી અને ડેની બોયલએ તેને “ભારતીય સિનેમાની મુખ્ય ચાવી” સમાન ફિલ્મ ગણાવી હતી.[૫૬]
1980 અને 1990ના દાયકામાં કોમર્શિયલ સિનેમાનો વધુ વિકાસ થયો હતો અને મિ. ઇન્ડિયા , (1987), કયામત સે કયામત તક (1988), તેઝાબ (1988), ચાંદની (1989), મૈને પ્યાર કિયા (1989), બાઝીગર (1993),[૫૫] ડર (1993), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995) અને કુછ કુછ હોતા હૈ (1998) જેવી ફિલ્મો રજૂ થઇ હતી જેમાંથી ઘણી ફિલ્મોમાં આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા.
1990ના દાયકામાં જ તમિલ સિનેમાની રાષ્ટ્રવ્યાપી લોકપ્રિયતામા વધારો થયો હતો જેમાં મણિ રત્નમ દ્વારા નિર્દેશિત ફિલ્મોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.[૫૫] આવી કેટલીક ફિલ્મોમાં રોજા (1992) અને બોમ્બે (1995)નો સમાવેશ થાય છે. રત્નમની શરૂઆતની ફિલ્મ નાયગન (1987)માં કમલ હસન મુખ્ય ભૂમિકામાં હતો અને આ ફિલ્મને સત્યજિત રેની ધી અપુ ટ્રિલોજી (1955-1959) અને ગુરુદત્તની પ્યાસા (1957) સાથે ટાઇમ મેગેઝિનની ઓલ ટાઇમ 100 શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન મળ્યું હતું.[૫૩] અન્ય તમિલ નિર્દેશક એસ. શંકરએ પણ પોતાની ફિલ્મ કાધલન દ્વારા ચર્ચા જગાવી હતી જે તેના સંગીત અને પ્રભુ દેવાના નૃત્યના કારણે જાણીતી બની હતી. દક્ષિણ ભારતની ફિલ્મ ઉદ્યોગે માત્ર રાષ્ટ્રીય અપીલ ધરાવતી ફિલ્મો રિલીઝ કરી ન હતી, પરંતુ બહુસાંસ્કૃતિક સંગીત પણ તેની વિશેષતા હતી જેનાથી રાષ્ટ્રીય ભારતીય દર્શકોમાં લોકપ્રિયતા મળી હતી.[૫૭] કેટલાક તમિલ ફિલ્મી સંગીતકારોમાં એ. આર. રહેમાન અને ઇલિયારાજાએ રાષ્ટ્રીય અને ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય પ્રશંસકો મેળવ્યા છે. રહેમાનનો રોજા માટે પ્રથમ સાઉન્ડ ટ્રેક ટાઇમ મેગેઝિનના સર્વકાલિન “10 શ્રેષ્ઠ સાઉન્ડટ્રેક્સ”માં સમાવેશ કરવામાં આવ્યો હતો[૫૮] અને તેમને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સ્લમડોગ મિલિયનેર (2008) સાઉન્ડટ્રેક માટે બે એકેડેમી એવોર્ડ મળ્યા હતા. કન્નડ ફિલ્મ તબારાના કાથે ને તાશ્કંદ, નાન્તેસ, ટોકયો અને રશિયન ફિલ્મ ફેસ્ટિવલ સહિત વિવિધ ફિલ્મ મહોત્સવમાં રજૂ કરવામાં આવી હતી.[૫૯]
ભારતીય સિનેમાના સુવર્ણયુગ પછી દક્ષિણ ભારતના કેરળના મલયાલમ સિનેમાએ 1980ના દાયકામાં અને 1990ના દાયકાની શરૂઆતમાં પોતાના સુવર્ણ યુગનો અનુભવ કર્યો હતો. તે સમયના કેટલાક પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતાઓમાંથી કેટલાક મલયાલમ ઉદ્યોગના હતા જેમાં અદૂર ગોપાલાક્રિષ્નન, જી. અરવિંદન, ટી. વી. ચંદ્રન અને શાજી એન. કરૂણનો સમાવેશ થતો હતો.[૬૦] અદૂર ગોપાલાક્રિષ્નને ઘણી વખત સત્યજિત રેના આધ્યાત્મિક વારસદાર ગણવામાં આવે છે,[૬૧] તેમણે આ ગાળામાં કેટલીક ઘણી વખણાયેલી ફિલ્મો બનાવી હતી જેમાં લંડન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે સુધરલેન્ડ ટ્રોફી જીતનારી ઇલિપથાયમ (1981) અને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં મોટા ઇનામો જીતનારી મથિલુકાલ (1989)નો સમાવેશ થાય છે.[૬૨] શાજી એન. કરૂણની પ્રથમ ફિલ્મ પિરાવી (1989)ને 1989ના કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કેમેરા ડી’ઓર મળ્યો હતો જ્યારે તેમની બીજી ફિલ્મ સ્વહમ (1994) 1994માં કાન ફિલ્મ ફેસ્ટિવલ વખતે પામ ડી’ઓર માટે સ્પર્ધામાં હતી.[૬૩] 1990ના દાયકામાં સમાંતર ફિલ્મે હિંદી સિનેમામાં પુનર્જન્મનો અનુભવ કરવાનું શરૂ કર્યું જેના માટે મુખ્યત્વે ઓછા બજેટની ફિલ્મ સત્યા (1998)ને મળેલી વિવેચકોની અને કોમર્શિયલ સફળતા જવાબદાર હતી. મુંબઇની અંધારી આલમ પર બનેલી આ ફિલ્મનું નિર્દેશન રામ ગોપાલ વર્માએ કર્યું હતું અને અનુરાગ કશ્યપએ વાર્તા લખી હતી. આ ફિલ્મને મળેલી સફળતાના કારણે મુંબઈ નોઇર [૬૪] તરીકે ઓળખાતી વિશિષ્ય પ્રકારનો ઉદભવ થયો હતો જે શહેર આધારિત ફિલ્મો હતી અને મુંબઈ શહેરની સામાજિક સમસ્યાઓ પર પ્રકાશ ફેંકતી હતી.[૬૫] ત્યાર બાદ મુંબઈ નોઇર પ્રકારની ફિલ્મોમાં મધુર ભંડારકરની ચાંદની બાર (2001) અને ટ્રાફિક સિગ્નલ (2007), રામ ગોપાલ વર્માની કંપની (2002) અને તેની પ્રિક્વલ ડી (2005), અનુરાગ કશ્યપની બ્લેક ફ્રાઇડે (2004), અને ઇરફાન કાલની થેંક્સ મા (2009) સામેલ છે. આજે સક્રિય હોય તેવા અન્ય આર્ટ ડિરેક્ટરોમાં મૃણાલ સેન, બુદ્ધદેવ દાસગુપ્તા, ગૌતમ બોઝ, સંદીપ રે, અપર્ણા સેન અને રિતુપર્ણો ઘોષ બંગાળી સિનેમામાં, અદૂર ગોપાલાક્રિષ્નન, શાજી એન, કરુણ અને ટી. વી. ચંદ્રન મલયાલમ સિનેમામાં, મણી કૌલ, કુમાર સાહની, કેતન મહેતા, ગોવિંદ નિહલાની, શ્યામ બેનેગલ,[૨૩] મીરા નાયર, નાગેશ કુકુનુર, સુધીર મિશ્રા અને નંદિતા દાસ હિંદી સિનેમામાં, મણી રત્નમ અને સંતોષ સિવાન તમિલ સિનેમામાં, અને દીપા મહેતા, અનંત બાલાની, હોમી અડાજણીયા, વિજય સિંઘ અને સૂની તારાપોરવાલા ભારતીય અંગ્રેજી સિનેમામાં સક્રિય છે.
પ્રભાવો
ફેરફાર કરોભારતમાં લોકપ્રિય સિનેમાની રૂપરેખા તૈયાર કરવામાં મુખ્યત્વે છ પ્રભાવની ભૂમિકા જોવા મળે છે. સૌથી પહેલી અસર મહાભારત અને રામાયણ જેવા ભારતીય મહાકાવ્યોની હતી જેણે લોકપ્રિય ભારતીય સિનેમાના વિચાર અને કલ્પના પર ભારે પ્રભાવ પાડ્યો હતો. ખાસ કરીને તેના વર્ણનમાં તેનો પ્રભાવ છે. આ પ્રભાવની ટેકનિકના ઉદાહરણમાં સાઇડ સ્ટોરી, બેક-સ્ટોરી અને વાર્તાની અંદર વાર્તાનો સમાવેશ થાય છે. ભારતીય લોકપ્રિય ફિલ્મોમાં ઘણી વખત એવા પ્લોટ હોય છે જેની પેટા-પ્લોટમાં શાખા પડે છે, આ પ્રકારના વર્ણનના ઉદાહરણ 1993ની ફિલ્મો ખલનાયક અને ગર્દિશ માં જોઇ શકાય છે. બીજો પ્રભાવ પ્રાચિન સંસ્કૃત નાટકોની અસર રૂપે જોવા મળે છે જે એકદમ છટાદાર હતા અને ભવ્યતા પર વધુ ધ્યાન અપાયું હતું જેમાં સંગીત, નૃત્ય અને સંજ્ઞાની મદદથી "એક જોશપૂર્ણ કલાકારીયુક્ત એકમની રચના થતી હતી જેમાં નૃત્ય અને માઇમને નાટ્યાત્મક અનુભવમાં" કેન્દ્ર સ્થાન મળતું હતું. સંસ્કૃત નાટકો નાટ્ય તરીકે ઓળખાતા હતા અને આ નામ નૃત (નૃત્ય) પરથી ઉતરી આવ્યું હતું. તેમાં શાનદાર નૃત્ય આધારિત ડ્રામા સામેલ હતા જે ભારતીય સિનેમામાં હજુ પણ ચાલુ છે.[૬૭] સંસ્કૃત નાટકોના સમયથી શરૂ થયેલી પ્રદર્શનની રસ પદ્ધતિ ભારતીય સિનેમાને વિશ્વના સિનેમાથી અલગ પાડતી પાયાની વિશેષતા છે. રસ પદ્ધતિમાં કલાકાર દ્વારા ભારપૂર્વક લાગણી વ્યક્ત કરવામાં આવે છે અને દર્શકો તે સંવેદનાનો અનુભવ કરે છે. તેનાથી વિપરીત પશ્ચિમી સ્ટાનિસ્લાવિસ્કી પદ્ધતિ છે જેમાં કલાકારોએ માત્ર સંવેદના વ્યક્ત કરવાના બદલે પાત્રનું જીવતું જાગતું સ્વરૂપ બની જવું પડે છે અભિનયની રસ પદ્ધતિ હિંદી ફિલ્મોના લોકપ્રિય કલાકારો અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન, રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ રંગ દે બસંતી (2006)[૬૮] અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલી સત્યજિત રે દ્વારા નિર્દેશિત બંગાળી ફિલ્મોમાં સ્પષ્ટ જોવા મળે છે.[૬૯]
ત્રીજો પ્રભાવ પરંપરાગત લોક નાટકોના ભારતીય થિયેટરનો છે જે સંસ્કૃત થિયેટરના પતન સાથે 10મી સદીમાં વધુ પ્રભાવશાળી બન્યા હતા. આ પ્રાદેશિક પરંપરામાં બંગાળમાં યાત્રા, ઉત્તર પ્રદેશમાં રામલીલા અને તમિલ નાડુમાં ટેરુક્કુટુનો સમાવેશ થાય છે. ચોથો પ્રભાવ પારસી થિયેટરનો હતો જેમાં વાસ્તવવાદ અને કલ્પના, સંગીત અને નૃત્ય, વર્ણન, ભવ્યતા, સાદા સંવાદો, અને સ્ટેજ પર રજૂઆતની સંર્જનશીલતાનું મિશ્રણ કરવામાં આવતું હતું જેમાંથી મેલોડ્રામાનું સર્જન થતું હતું. પારસી નાટકોમાં હલકી કક્ષાની રમુજ, સુમધુર ગીતો અને સંગીત, સનસનાટી અને ભવ્ય સ્ટેજની કળાનો ઉપયોગ થતો હતો.[૬૭] આ તમામ પ્રભાવની અસર મનમોહન દેસાઈની 1970ના દાયકાની અને 1080ના પ્રારંભમાં મસાલા ફિલ્મોમાં જોવા મળે છે જેમાં કુલી (1983) મુખ્ય છે. અમુક અંશે તાજેતરની વિવેચકો દ્વારા વખણાયેલી રંગ દે બસંતી જેવી ફિલ્મ પર પણ તેનો પ્રભાવ છે.[૬૮]
પાંચમો પ્રભાવ હોલિવૂડનો છે જ્યાં 1920ના દાયકાથી 1950ના દાયકા દરમિયાન મ્યુઝિકલ લોકપ્રિય હતા, જોકે ભારતીય ફિલ્મોએ અમુક અંશે હોલિવૂડની ફિલ્મો કરતા અલગ પદ્ધતિ અપનાવી હતી. ઉદાહરણ તરીકે હોલિવૂડના મ્યુઝિકલનો પ્લોટ મનોરંજન જગત પર આધારિત રહેતો હતો. ભારતીય ફિલ્મ નિર્માતાઓએ ભારતીય લોકપ્રિય ફિલ્મોમાં વ્યાપક કલ્પનાના તત્વનો ઉમેરો કરીને તેમની ફિલ્મોમાં ગીત અને સંગીતનો ઉપયોગ જેતે સ્થિતિની રજૂઆતના કુદરતી માધ્યમ તરીકે કર્યો હતો. પૌરાણિક કથા, ઇતિહાસ, પરીકથા વગેરેને ગીત અને સંગીત દ્વારા રજૂ કરવાની એક મજબુત ભારતીય પરંપરા છે. આ ઉપરાંત હોલિવૂડના ફિલ્મનિર્માતાઓ વાસ્તવવાદી વર્ણન સંપૂર્ણપણે પ્રભાવ જમાવે તે માટે તેમના કામના ઉભા કરાયેલા પ્રકારને છુપાવવાનો પ્રયાસ કરતા હતા જ્યારે ભારતીય ફિલ્મ નિર્માતાઓએ એ હકીકત છુપાવવાનો બિલકુલ પ્રયાસ ન કર્યો કે સ્ક્રીન પર જે દર્શાવવામાં આવે છે તે એક સર્જન, ભ્રમણા અને કલ્પના છે. જોકે તેમણે દર્શાવ્યું હતું કે કઇ રીતે આ સર્જન લોકોના જીવનમાં જટિલ અને રસપ્રદ રીતે આંતરિક રીતે વણાયેલ છે.[૭૦] અંતિમ પ્રભાવ પશ્ચિમી મ્યુઝિકલ ટેલિવિઝન ખાસ રરીને એમટીવીનો હતો જેનો પ્રભાવ 1990ના દાયકાથી વધી રહ્યો હતો. તેની અસર ગતિ, કેમેરાના એંગલ, ડાન્સ સિક્વન્સ અને તાજેતરની ફિલ્મોના સંગીત પર જોવા મળે છે. મણી રત્નમની બોમ્બે (1995) આ વલણનું પ્રારંભિક ઉદાહરણ છે.[૭૧]
મુખ્યપ્રવાહના લોકપ્રિય ભારતીય સિનેમાની જેમ ભારતીય સમાંતર સિનેમા પર પણ ભારતીય થિયેટર (ખાસ કરીને સંસ્કૃત નાટકો) અને ભારતીય સાહિત્ય (ખાસ કરીને બંગાળી સાહિત્ય)નો પ્રભાવ જોવા મળે છે, પરંતુ વિદેશી પ્રભાવની વાત આવે ત્યારે અલગ પડે છે જ્યાં તે હોલિવૂડ કરતા યુરોપિયન સિનેમા (ખાસ કરીને ઇટાલિયન નવ વાસ્તવવાદ અને ફ્રેન્ચ કાવ્યાત્મક વાસ્તવવાદ)થી વધુ પ્રભાવિત છે. સત્યજિત રેએ તેમની પ્રથમ ફિલ્મ પાથેર પાંચાલી (1955) પર ઇટાલીયન ફિલ્મ નિર્માતા વિટ્ટોરિયો ડી સિકાની બાઇસિકલ થિવ્ઝ (1948) અને ફ્રેન્ચ ફિલ્મ નિર્માતા જીન રેનોરની ધ રિવર (1951), જેમાં તેઓ સહાયક હતા, તેનો પ્રભાવ હોવાનું જણાવ્યું હતું. યુરોપિયન સિનેમા અને બંગાળી સાહિત્યના પ્રભાવ ઉપરાંત રે પર ભારતીય થિયેટરની પરંપરાનો, ખાસ કરીને સંસ્કૃત નાટકની પદ્ધતિ રસનો પ્રભાવ હતો. રસ ની જટિવ વિચારધારામાં લાગણી વ્યક્ત કરવા માટે માત્ર મુખ્ય પાત્રો પર નહીં, પરંતુ અમુક આર્ટિસ્ટીક પદ્ધતિનો પણ ઉપયોગ કરીને દર્શકને તેનો અનુભવ કરાવવામાં આવે છે. રસ ના આ બેવડા પ્રકાર ધી અપુ ટ્રિલોજી માં જોવા મળે છે.[૬૯] બિમલ રોયની ટુ એકર્સ ઓફ લેન્ડ (1953) પર ડી સિકાની બાઇસિકલ થિવ્ઝ નો પ્રભાવ છે અને તેનાથી ભારતમાં એક નવી લહેરનો માર્ગ ખુલ્યો હતો જે સમયે ફ્રેન્ચ ન્યુ વેવ અને જાપાનના ન્યુ વેવનો પણ પ્રારંભ થયો હતો.[૩૨]
પ્રાદેશિક ઉદ્યોગો
ફેરફાર કરોમરાઠી સિનેમા
ફેરફાર કરોમરાઠી સિનેમા (मराठी चित्रपट) ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠી ભાષામાં બનેલી ફિલ્મોના સંદર્ભમાં વપરાય છે. તે ભારતમાં સૌથી જૂનો ફિલ્મ ઉદ્યોગ છે. ભારતમાં પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર (1913) નામે એક મૂંગી ફિલ્મ હતી જે એક મહારાષ્ટ્રીયન દાદાસાહેબ ફાળકેએ મરાઠી ભાષામાં બનાવી હતી અને તેમાં મરાઠી કલાકારોનો ઉપયોગ કરાયો હતો જેઓ મરાઠી અને સંસ્કૃત સંગીત નાટિકાઓ (મ્યુઝિકલ્સ) તથા તે સમયે મરાઠીમાં ભજવાતા નાટકોમાં કામ કરતા હતા. પ્રથમ બોલતી હિંદી ફિલ્મ આલમઆરા રિલિઝ થયાના માત્ર એક વર્ષ બાદ પ્રથમ મરાઠી બોલતી ફિલ્મ અયોધ્યાચા રાજા (પ્રભાત ફિલ્મનું નિર્માણ) 1932માં રજૂ થઇ હતી. મરાઠી સિનેમાનો આ ગાળામાં વિકાસ થયો હતો. આ ઉદ્યોગ મહારાષ્ટ્રમાં મુંબઇ ખાતે આવેલો હતો. મરીઠી સિનેમા એ ભારતીય સિનેમા જેટલું જ જૂનું છે. વાસ્તવમાં ભારતમાં સિનેમા ક્ષેત્રે દાદાસાહેબ ફાળકે અગ્રણી હતા જેઓ 1913માં પોતાની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર દ્વારા ભારતમાં ચાલતા ચિત્રોની ક્રાંતિ લાવ્યા હતા. આ ફિલ્મ મરાઠી કલાકારોને લઇને બની હોવાથી IFFI અને NIFD દ્વારા તેને મરાઠી સિનેમાનો હિસ્સો ગણવામાં આવે છે.
આસામી સિનેમા
ફેરફાર કરોઆસામી ભાષાના ફિલ્મ ઉદ્યોગના મૂળ ક્રાંતિકારી વિચારક રૂપકુંવર જ્યોતિપ્રસાદ અગરવાલની અસલ કૃતિઓમાં રહેલું છે જેઓ વિખ્યાત કવિ, નાટ્યલેખક, સંગીતકાર અને સ્વતંત્રતા સેનાની હતા. તેમણે 1935માં પ્રથમ આસામી ફિલ્મ જોયમતિના નિર્માણમાં ભૂમિકા ભજવી હતી જે ચિત્રકલા મૂવીટોનના બેનર હેઠળ બની હતી.[૭૨] 21મી સદીની શરૂઆતમાં બોલિવૂડ સ્ટાઇલની આસામી ફિલ્મો રજૂ થવા લાગી હતી, પરંતુ આ ઉદ્યોગ માર્કેટમાં સ્પર્ધા કરવામાં સક્ષમ રહ્યો નથી અને બોલિવૂડ જેવું મોટું ફિલ્મ ઉદ્યોગ તેના પર છવાઇ ગયું છે.[૭૩]
બંગાળી સિનેમા
ફેરફાર કરોપશ્ચિમ બંગાળમાં ટોલીગંજની બંગાળી ભાષાની સિનેમેટિક પરંપરાએ ઘણા પ્રતિષ્ઠિત ફિલ્મનિર્માતાઓ આપ્યા છે જેમાં સત્યજિત રે, રિત્વિક ઘટક અને મૃણાલ સેન સૌથી વધુ સુપ્રસિદ્ધ છે.[૭૪] તાજેતરમાં જે બંગાળી ફિલ્મોએ રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે તેમાં ઐશ્વર્યા રાય દ્વારા અભિનિત રિતુપર્ણો ઘોષની ચોકેર બાલી સામેલ છે.[૭૫] બંગાળી ફિલ્મનિર્માણમાં બાંગ્લા સાયન્સ ફિક્શન ફિલ્મો તથા સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મો સામેલ છે.[૭૬] 1993માં બંગાળી ફિલ્મોનું કુલ ઉત્પાદન 57 ફિલ્મનું હતું.[૭૭]
બંગાળમાં સિનેમાનો ઇતિહાસ 1890ના દાયકાથી શરૂ થાય છે જ્યારે કલકત્તાના થિયેટરમાં પ્રથમ બાયોસ્કોપ દર્શાવવામાં આવ્યું હતું. એક દાયકાની અંદર વિક્યોરિયન યુગના અગ્રણી હીરાલાલ સેનએ ઉદ્યોગના બીજ રોપ્યા હતા જેમણે રોયલ બાયોસ્કોપ કંપનીની સ્થાપના કરીને સ્ટાર થિયેટર, કલકત્તા, મિનરવા થિયેટર, ક્લાસિક થિયેટર ખાતે અનેક લોકપ્રિય શોના સ્ટેજ પ્રદર્શનોના દૃશ્યો રજુ કર્યા હતા. સેનના કામ પછી લાંબા વિરામ બાદ ધિરેન્દ્ર નાથ ગાંગુલી (ડી. જી. દાસ તરીકે જાણીતા) દ્વારા 1918માં ઇન્ડો બ્રિટિશ ફિલ્મ કંપનીની રચના કરવામાં આવી હતી જે બંગાળી માલિકીની પ્રથમ પ્રોડક્શન કંપની હતી. જોકે, પ્રથમ બંગાળી ફિલ્મ બિલવામંગલનું નિર્માણ 1919માં મદન થિયેટરના બેનર હેઠળ થયું હતું. બિલાટ ફેરત 1921માં આઇબીએફસીનું પ્રથમ નિર્માણ હતું. મદન થિયેટર દ્વારા બનાવાયેલી જમાઇ શષ્ઠી પ્રથમ બંગાળી ટોકી હતી.[૭૮]
1932માં બંગાળી સિનેમા માટે ટોલીવૂડ શબ્દ પ્રચલિત થયો હતો જેમાં ટોલીગંજને હોલિવૂડ સાથે પ્રાસ બેસાડવામાં આવ્યો હતો અને તે સમયે તે ભારતીય ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર હતું. ત્યાર બાદ તેના પરથી બોલીવૂડ શબ્દ રચાયો હતો અને મુંબઇ સ્થિત ફિલ્મ ઉદ્યોગે ભારતીય ફિલ્મ ઉદ્યોગના કેન્દ્ર તરીકે ટોલીગંજને પાછળ રાખી દીધું હતું. હોલિવૂડ પ્રેરિત નામ ઉતરી આવ્યા હતા.[૭૯] બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં સમાંતર સિનેમાની ચળવળ 1950ના દાયકામાં શરૂ થઇ હતી. ત્યાર બાદ લાંબો ઇતિહાસનો પથ કાપવામાં આવ્યો છે જેમાં સત્યજિત રે, મૃણાલ સેન, રિત્વિક ઘટક અને બીજા મહાન ફિલ્મ નિર્માતાઓએ આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવી અને ફિલ્મના ઇતિહાસમાં તેમનું સ્થાન સુરક્ષિત કર્યું.
ભોજપુરી સિનેમા
ફેરફાર કરોભોજપુરી ભાષાની ફિલ્મો મુખ્યત્વે બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં વસતા લોકોને ધ્યાનમાં રાખીને બને છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પણ ભોજપુરી ફિલ્મોને ઘણા દર્શકો મળી રહે છે જ્યાં ભોજપુરી ભાષી વિસ્તારના ઘણા લોકો સ્થળાંતર કરીને વસવાટ કરવા ગયા છે. ભારત ઉપરાંત ભોજપુરી ભાષી દેશોમાં પણ આ ફિલ્મો માટે મોટું માર્કેટ છે જેમાં વેસ્ટ ઇન્ડિઝ, ઓસેનિયા અને દક્ષિણ અમેરિકા સામેલ છે.[૮૦] ભોજપુરી ભાષાની ફિલ્મોનો ઇતિહાસ 1962માં શરૂ થાય છે જ્યારે ગંગા મૈયા તોહો પિયારી ચઢાઇબો (ગંગા માતા, હું તને પીળી સાડી ચઢાવું છું) જેનું નિર્દેશન કુંદન કુમારે કર્યું હતું.[૮૧] ત્યાર પછીના દાયકામાં ભોજપુરી ફિલ્મોનું નિર્માણ અટકી અટકીને ચાલતું હતું. બિદેશિયા (વિદેશી, 1963, એસ. એન. ત્રિપાઠી દ્વારા નિર્દેશિત) અને ગંગા (ગંગા, 1965, કુંદન કુમાર દ્વારા નિર્દેશિત) નફો કરી શકી અને લોકપ્રિય બની. પરંતુ 1960 અને 1970ના દાયકામાં સામાન્ય રીતે ભોજપુરી ફિલ્મો બનતી ન હતી.
2001માં સુપરહિટ ફિલ્મ સૈયાં હમાર (માય સ્વીટહાર્ટ, નિર્દેશન મોહન પ્રસાદ) રજૂ થવાની સાથે ઉદ્યોગમાં ફરી તેજી આવી. તે ફિલ્મના હિરો રવિ કિશન સુપરસ્ટાર બની ગયા.[૮૨] સફળતા પછી બીજી કેટલીક નોંધપાત્ર સફળ ફિલ્મો બની હતી જેમાં પંડિતજી બતાઇના બિયાહ કબ હોઇ (પંડિતજી, મને કહો કે મારા લગ્ન ક્યાર થશે, 2005, મોહન પ્રસાદ દ્વારા નિર્દેશિત) અને સસુરા બડા પૈસે વાલા (મારો સસરો પૈસાવાળો, 2005) સામેલ છે. ભોજપુરી ફિલ્મો ઉદ્યોગના વિકાસના માપરૂપે આ બંને ફિલ્મોએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં તે સમયની મુખ્ય ધારાની બોલિવૂડની હિટ ફિલ્મો કરતા પણ સારો બિઝનેસ કર્યો હતો. બંને ફિલ્મો અત્યંત નીચા બજેટથી બનાવાઇ હતી અને નિર્માણ ખર્ચ કરતા તેને 10 ગણી વધુ આવક મેળવી હતી.[૮૩] અન્ય ભારતીય ફિલ્મ ઉદ્યોગોની સરખામણીમાં તે નાનો ફિલ્મ ઉદ્યોગ હોવા છતાં તેની ઝડપી સફળતાના કારણે ભોજપુરી સિનેમાની હાજરીમાં નાટ્યાત્મક વધારો થયો છો. ભોજપુરી ફિલ્મ ઉદ્યોગ હવે એક એવોર્ડ શો[૮૪] અને ટ્રેડ મેગેઝિન ભોજપુરી સિટી પણ ચલાવે છે.[૮૫]
ભોજપુરી ફિલ્મોએ સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ નામ મેળવ્યું છે. ભોજપુરી ફિલ્મોએ સમગ્ર વિશ્વમાં વિશિષ્ટ નામ મેળવ્યું છે. બિહારના મુખ્ય મંત્રી નિતિશ કુમાર રાજગીરમાં (પટનાથી 80 કિમીના અંતરે) ફિલ્મ ઉદ્યોગ શરૂ કરી રહ્યા છે. આ ફિલ્મ ઉદ્યોગથી બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઘણા લોકોને રોજગારી મળશે. એવી ઘણી ફિલ્મો છે જેમાં અમિતાભ બચ્ચન, અજય દેવગણ, નગ્મા, મિથુન ચક્રવર્તી જેવા બોલિવૂડના કલાકારોએ કામ કર્યું છે અને ભોજપુરી ફિલ્મ ઉદ્યોગને ટેકો આપ્યો છે....
હિંદી સિનેમા
ફેરફાર કરોમુંબઈનો હિંદી ભાષાનો ફિલ્મ ઉદ્યોગ એ ભારતીય સિનેમાની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય શાખા છે જે બોમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે પણ ઓળખાય છે.[૮૬] હિંદી સિનેમાએ શરૂઆતમાં જાતિ અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ફિલ્મો બનાવી હતી જેમાં અછુત કન્યા (1936) અને સુજાતા (1959) સામેલ છે.[૮૭] રાજકપૂરની આવારા સાથે તેને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી.[૮૮] 1990ના દાયકામાં હિંદી સિનેમાના ક્ષેત્રમાં વધારો થયો હતો અને 1991માં લગભગ 215 ફિલ્મો બની હતી.[૮] દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સાથે હિંદી સિનેમાએ પશ્ચિમના વિશ્વમાં તેની કોમર્શિયલ હાજરી પ્રસ્થાપિત કરી હતી.[૮]
1995માં ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર વાર્ષિક વૃદ્ધિ જોવા મળી અને કોમર્શિયલ સાહસ તરીકે હિંદી સિનેમાએ વાર્ષિક 15%ના દરે વૃદ્ધિ નોંધાવી હતી.[૮] કોમર્શિયલ અસરમાં વધારો થવાના કારણે શાહરુખ ખાન, આમિર ખાન અને રિત્વિક રોશન જેવા જાણીતા ભારતીય કલાકારોની આવક 2010 સુધીમાં ફિલ્મ દીઠ રૂ. 15 કરોડ સુધી પહોંચી ગઇ હતી.[૯] માધુરી દિક્ષિત જેવા મહિલા કલાકારને પણ એક ફિલ્મ માટે રૂ. 1.25 કરોડ મળવા લાગ્યા હતા.[૮] ઘણા કલાકારોએ એક સાથે 3-4 ફિલ્મોમાં કામ કરવા માટે કરાર કર્યા.[૯] હિંદી ફિલ્મોને ફાઇનાન્સ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ પણ આગળ આવી.[૯] ફિલ્મફેર , સ્ટારડસ્ટ , સિનેબ્લિટ્ઝ જેવા ઘણા મેગેઝિન લોકપ્રિય બન્યા.[૮૯]
ગુજરાતી સિનેમા
ફેરફાર કરોગુજરાતમાં પ્રાદેશિક ફિલ્મોનો સફર 1932માં શરૂ થયો હતો. ત્યારથી ગુજરાતી ફિલ્મોએ ભારતીય સિનેમાને પુષ્કળ યોગદાન આપ્યું છે. ભારતીય પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાં ગુજરાતી ફિલ્મોને લોકપ્રિયતા મળી છે. ગુજરાતી ફિલ્મો હંમેશા પૌરાણિક કથાઓથી લઇને ઇતિહાસ અને સામાજિકથી લઇને રાજકીય વિષયોની પટકથા પર આધારિત હોય છે. પ્રારંભથી જ ગુજરાતી સિનેમાએ વિવિધ વાર્તાઓ અને ભારતીય સમાજના મુદ્દાઓ પર પ્રયોગાત્મક ફિલ્મો આપી છે. આ ઉપરાંત, ગુજરાતે બોલીવૂડને પણ નોંધપાત્ર યોગદાના આપ્યું છે કારણ કે કેટલાક ગુજરાતી કલાકારો ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગ્લેમર લાવ્યા છે.
ગુજરાતી ફિલ્મોની સ્ક્રિપ્ટ અને વાર્તા માનવ સંવેદનાઓ પર આધારિત હતી. તેમાં માનવીય આકાંક્ષાઓ સાથે પારિવારિક સંબંધો પરની ફિલ્મો બનતી હતી જેમાં ભારતીય કૌટુંબિક સંસ્કૃતિને લગતા વિષય હતા. તેથી ગુજરાતી સિનેમામાં માનવીય સંવેદનાથી ઇનકાર કરી શકાતો નથી. પ્રથમ ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા' 1932માં રિલીઝ થઇ હતી જેનું નિર્દેશન નટુભાઈ વકીલે કર્યું હતું. ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં મોહનલાલા, મારુતિરાવ, માસ્ટર મનહર અને મિસ મેહતાબ હતા. તે સંત ફિલ્મ પ્રકારની ફિલ્મ હતી જેમાં સંત નરસિંહ મહેતાના જીવનનું આલેખન હતું. તેઓ જે સંપ્રદાયમાં થઇ ગયા તે સંપ્રદાયમાં સદીઓ બાદ મહાત્મા ગાંધીનો જન્મ પણ થયો હતો. આ ફિલ્મ અતુલ્ય હતી કારણ કે તેમાં કોઇ ચમત્કારનું વર્ણન કરાયું ન હતું. 1935માં અન્ય એક સામાજિક ફિલ્મ 'ઘર જમાઇ' રિલીઝ થઇ હતી જેનું નિર્દેશન હોમી માસ્ટરે કર્યું હતું. ફિલ્મમાં હીરા, જમના, બેબી નૂરજહાં, અમુ અલીમિયા, જમશેદજી અને ગુલામ રસૂલે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ઘરજમાઇ અને તેના દુઃસાહસી કારનામા તથા મહિલા સ્વતંત્રતા વિરૂદ્ધ તેનું સમસ્યા પેદા કરતું વલણ રજૂ કરાયું હતું. તે કોમેડી પ્રકારની ફિલ્મ હતી અને ઉદ્યોગમાં તેને ભારે સફળતા મળી હતી.
ગુજરાતી ફિલ્મોએ આ રીતે કેટલાક અન્ય મહત્વના સામાજિક, રાજકીય તથા ધાર્મિક મુદ્દાઓ ધ્યાને લીધા છે. 1948, 1950, 1968 અને 1971માં વિવિધતામાં વિસ્તાર થયો હતો. ચતુરભાઈ દોશી દ્વારા નિર્દેશિત ફિલ્મ કરિયાવર, રામચરણ ઠાકોર દ્વારા નિર્દેશિત વડીલોના વાંકે, રતિભાઈ પુનાતર દ્વારા નિર્દેશિત ગાડાનો બેલ, અને વલ્લભ ચોક્સી દ્વારા નિર્દેશિત ફિલ્મ લીલુડી ધરતીએ ઉદ્યોગને ભારે સફળતા અપાવી હતી. આધુનિકીકરણની સમસ્યા કેટલીક ફિલ્મોમાં મુખ્યત્વે જોવા મળે છે. ગાડાનો બેલ જેવી ફિલ્મમાં મજબુત વાસ્તવવાદ અને સુધારાવાદ જોવા મળે છે.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે વિવિધ મુદ્દા પર પ્રયોગ પણ કર્યા છે. લીલુડી ધરતી જેવી ગુજરાતી ફિલ્મમાં ફળદ્રુપતાની વિધિ સાથે ગ્રામિણ વિશ્વનું પ્રતિબિંબ છે. 1975માં ચંદ્રકાંત સંગાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ તાનારીરીમાં અકબરની ઓછી જાણીતી બાજુ રજૂ કરવામાં આવી હતી જેને સામાન્ય રીતે કાયમ દયાશીલ શાસક તરીકે દર્શાવાય છે. ગિરિશ મનુકાંત દ્વારા નિર્દેશિત અને 1976માં રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ સોનબાઇની ચુંદડી ગુજરાતી સિનેમાની પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ હતી. આ ઉપરાંત 1980માં કેતન મહેતા દ્વારા નિર્દેશિત ભવની ભવાઇ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય, કુશળ કેમેરા વર્ક જોવા મળ્યું અને બે એવોર્ડ જીત્યા તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ ઓન નેશનલ ઇન્ટીગ્રેશન માટે નેશનલ એવોર્ડ તથા ફ્રાન્સમાં નેન્ટસ ફેસ્ટિવલમાં અન્ય એક એવોર્ડ મળ્યો હતો. 1992માં સંજીવ શાહ દ્વારા નિર્દેશિત હું, હુશી હુંશીલાલને આધુનિક ફિલ્મ ગણવામાં આવી હતી.
અમુક ફિલ્મ હસ્તિઓના પ્રભાવશાળી કામના કારણે ગુજરાતી ફિલ્મો સમૃદ્ધ બની હતી. અનુપમા, ઉપેન્દ્ર ત્રિવેદી,સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા અને વેલજીભાઈ ગજ્જર, દિલીપ પટેલ, રણજીતરાજ, સોહિલ વિરાણી, નારાયણ રાજગોર, પ્રેમશંકર ભટ્ટ, જય પટેલ, અશ્વિન પટેલ, ગિરિજા મિત્રા, અંજાના, મનમોહન દેસાઈ, સંજય ગઢવી, કલ્યાણજી આનંદજી, દિપીકા ચિખલિયા, બિંદુ ઝવેરી,આશા પારેખ,રીતા ભાદુરી,કિરણકુમાર, રેણુકા સહાને અને પ્રિતિ પારેખ જેવી હસ્તિઓએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને યોગદાન આપ્યું છે.
કન્નડ સિનેમા
ફેરફાર કરોસેંડલવુડ તરીકે ઓળખાતો કન્નડ ફિલ્મ ઉદ્યોગ બેંગલોર સ્થિત છે અને મોટા ભાગે કર્ણાટક રાજ્યના લોકોને ધ્યાનમાં રાખી ફિલ્મો બનાવે છે. ડો. રાજકુમાર કન્નડ ફિલ્મોની પ્રતિમા સમાન છે. પોતાની કારકિર્દીમાં તેમણે વિવિધ પાત્રો ભજવ્યા છે અને ફિલ્મો અને આલ્બમ માટે લગભગ 300 ગીતો ગાયા છે.[સંદર્ભ આપો] કેટલાક જાણીતા કન્નડ ફિલ્મ નિર્દેશકોમાં ગિરિશ કાસરવલ્લી, પુત્તના કાનાગલ, જી. વી. ઐયર, ગિરિશ કર્નાડ, ટી. એસ. નાગાભારણા, યોગરાજ ભટ, સુરી સામેલ છે. લોકપ્રિય કલાકારોમાં વિષ્ણુવર્ધન, અંબરિશ, રવિચંદ્રન, રમેશ, અનંત નાગ, શંકર નાગ, પ્રભાકર, ઉપેન્દ્ર, સુદીપ, દર્શન, શિવરાજ કુમાર, પુનિત રાજકુમાર, કલ્પના, ભારતી, જયંતિ, પંડરી બાઇ, બી. સરોજદેવી, સુધારાણી, માલાશ્રી, તારા, ઉમાશ્રી અને રમ્યાનો સમાવેશ થાય છે. જાણીતા સંગીત નિર્દેશકોમાં જી. વી. વેંકટેશ, વિજય ભાસ્કર, ટી. જી. લિંગપ્પા, રાજન-નાગેન્દ્ર, હમસાલેખા અને ગુરુકિરણનો સમાવેશ થાય છે. બંગાળી સિનેમા અને મલયાલમ સિનેમાની સાથે કન્નડ સિનેમાએ ભારતીય સમાંતર સિનેમાને ઘણું યોગદાન આપ્યું છે. આ પ્રકારની કેટલીક પ્રભાવશાળી ફિલ્મોમાં સમસ્કારા (યુ. આર. અનંતમૂર્તિની નવલકથા પર આધારિત), બી. વી. કારંથની ચોમાના ડુડી , તબારાના કાથે સામેલ છે. સમસ્કારા, વામસવૃક્ષ, પાનિયમ્મા, કાડુ કુદુરે, હમસાગીથે, ચોમાના ડુડી, એક્સિડન્ટ, ઘાટ શ્રદ્ધા, આક્રમણ, મુરુ ધારીગુલુ, તબારાના કાથે, બનાધા વેશા, માને, ક્રાઉર્ય, તાયી સાહેબા, દ્વીપા વગેરે પ્રતિષ્ઠિત આર્ટહાઉસ ફિલ્મો છે.
મલયાલમ સિનેમા
ફેરફાર કરોદક્ષિણના રાજ્ય કેરળ સ્થિત ફિલ્મ ઉદ્યોગને મલયાલમ ફિલ્મ ઉદ્યોગ કહેવામાં આવે છે જે સમાંતર સિનેમા અને મુખ્યપ્રવાહના સિનેમા વચ્ચેની ખાઇ પૂરે છે અને વિચારોત્તેજક સામાજિક મુદ્દા પર ફિલ્મો બનાવે છે. જાણીતા ફિલ્મ નિર્માતાઓમાં અદૂર ગોપાલાક્રિષ્નન, શાજી એન. કરુણ, જી. અરવિંદન, પદ્મરાજન, સાથ્યાન આંથિકડ, પ્રિયદર્શન અને શ્રીનિવાસનનો સમાવેશ થાય છે.
1928માં નિર્માણ થયેલી અને જે. સી. ડેનિયલ દ્વારા નિર્દેશિત મૂંગી ફિલ્મ વિગતકુમારનથી મલયાલમ સિનેમાની શરૂઆત થઇ હતી. 1938માં રજૂ થયેલી બાલન પ્રથમ મલયાલમ બોલતી ફિલ્મ હતી. મલયાલમ ફિલ્મો 1947 સુધી મોટા ભાગે તમિલ નિર્માતાઓ દ્વારા બનતા હતી, 1947માં પ્રથમ સ્ટુડિયો ઉદયની કેરળમાં સ્થપના થઇ હતી. 1954માં નીલાક્કુયિલ ફિલ્મે રાષ્ટ્રપતિનો રજત ચંદ્રક જીતીને દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જાણીતા મલયાલમ નવલકથાકાર ઉરુબ દ્વારા લખાયેલી અને પી. ભાસ્કરન તથા રામુ કરિયાત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને પ્રથમ વાસ્તવિક મલયાલી ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે.[૯૦] રામુ કરિયત દ્વારા નિર્દેશિત અને તાકાઝી સિવશંકર પિલ્લાઇની વાર્તા પર આધારિત ચીમીન (1965) અત્યંત લોકપ્રિય બની હતી અને શ્રેષ્ઠ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જીતનારી પ્રથમ મલયાલમ ફિલ્મ બની હતી.[૯૧][૯૨] મલયાલમ ફિલ્મના પ્રારંભિક ગાળામાં પ્રેમ નાઝિર, સથ્યન, શીલા અને શારદા જેવા કલાકારોનું પ્રભુત્વ હતું. 70ના દાયકામાં ન્યુ વેવ મલયાલમ સિનેમાનો ઉદભવ થયો. અદૂર ગોપાલાક્રિષ્નને તેમની પ્રથમ ફિલ્મ સ્વયંવરમ (1972) દ્વારા ખ્યાતિ મેળવી. આ ગાળામાં બનેલી અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં એમ. ટી. વાસુદેવન નાયરની નિર્મલમ , જી. અરવિંદનની ઉત્તરાયણમ , ચેરિયાચાંટે કૃરાક્રિથયાંગલ (1979) અને જોન અબ્રાહમની અમ્મા અરિયા (1986)નો સમાવેશ થાય છે.
1980ના દાયકાથી 1990ના દાયકાની શરૂઆતના ગાળાને મલયાલમ સિનેમાના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે જેમાં મામુટી અને મોહનલાલ જેવા કલાકારોનો ઉદભવ થયો અને આઇ. વી. સાસી, ભારથન, પદમરાજન, સાથ્યન અંતિકાડ, પ્રિયદર્શન, એ. કે. લોહિતાદાસ, સિદ્દીકી-લાલ અને શ્રીનિવાસન જેવા ફિલ્મ નિર્માતાઓ આવ્યા. આ ગાળાની લોકપ્રિય સિનેમામાં રોજબરોજના જીવનને અને સામાજિક તથા વ્યક્તિગત સંબંધોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે.[૯૩] નાડોદીક્કટુ (1988)માં જોવા મળે છે તેમ આ ફિલ્મોમાં વ્યક્તિગત સંઘર્ષ અને રચનાત્મક રમૂજનો સમન્વય થયો છે. શાજી એન. કરુણની પિરાવી (1989) કાન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે કેમેરા ડી’ઓર-મેન્શન જીતનારી પ્રથમ મલયાલમ ફિલ્મ હતી. આ ગાળામાં રામજી રાવ સ્પીકિંગ (1989) જેવી ઉત્કૃષ્ટ રીતે બનેલી રમૂજી ફિલ્મોની શરૂઆત પણ થઇ હતી. મલયાલમમાં જ ભારતની પ્રથમ થ્રીડી ફિલ્મ (માય ડિયર કુટ્ટીચટ્ટન થ્રીડી)નું અસલ વર્ઝન બન્યું હતું જે કેરળના જાણીતા ફિલ્મ નિર્માતા નવોદય અપ્પાચન દ્વારા બનાવાઇ હતી. 1990 અને 2000ના દાયકા દરમિયાન મલયાલમ સિનેમાએ ફોર્મ્યુલા આધારિત ફિલ્મો અને કોમેડી તરફ વળવા લાગી. મલયાલમ ફિલ્મ ઉદ્યોગને તાજેતરમાં સેટેલાઇટ ટેલિવિઝન અને બધે પ્રચલિત ફિલ્મ પાઇરસીના કારણે સહન કરવું પડ્યું છે.
ઉડિયા સિનેમા
ફેરફાર કરોભુવનેશ્વર અને કટક સ્થિત ઉડિયા ભાષાના ફિલ્મ ઉદ્યોગને ઉડિયા કે ઓરિયા ફિલ્મ ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત ઉડિયા અને હોલીવૂડ શબ્દના મિશ્રણને ઓલીવૂડ તરીકે પણ ઓળખાય છે, જોકે આ નામ ક્યાંથી આવ્યું તે વિશે મતભેદ છે.[૯૪]પ્રથમ ઉડિયા બોલતી ફિલ્મ 1936માં મોહન સુંદર દેવ ગોસ્વામીએ બનાવેલી સીતા બિબાહ હતી. મોહમ્મદ મોહસિને ઉડિયા સંસ્કૃતિની વિશિષ્ટતાઓ પર ભાર મૂકવા ઉપરાંત તેમાં નવાપણું જાળવીને ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં એક ક્રાંતિની શરૂઆત કરી હતી. તેમની ફિલ્મોના કારણે ઉડિયા ફિલ્મ ઉદ્યોગમાં સુવર્ણ યુગ આવ્યો હતો અને ઉડિયા ફિલ્મોમાં એક પ્રકારની તાજગી જોવા મળી હતી.[૯૫] તે સમયે પ્રથમ રંગીન ફિલ્મ દંતકથારૂપ સિનેમેટોગ્રાફર એમ. સુરેન્દ્ર સાહુની "બનારા છાઇ" (જંગલનો પડછાયો) હતી.
પંજાબી સિનેમા
ફેરફાર કરોકે. ડી. મહેરાએ પ્રથમ પંજાબી ફિલ્મ શીલા (પિંડ દી કુડી તરીકે પણ જાણતી) બનાવી હતી. બેબી નૂરજહાંને આ ફિલ્મમાં અભનેત્રી અને ગાયિકા તરીકે રજૂ કરવામાં આવી હતી. શીલાનું નિર્માણ કલકત્તામાં થયું હતું અને પંજાબની રાજધાની લાહોરમાં રિલીઝ કરાઇ હતી. તે ઘણી સફળ રહી અને આખા પ્રાંતમાં હિટ થઇ હતી. આ પ્રથમ ફિલ્મને મળેલી સફળતાના કારણે ઘણા નિર્માતાઓ પંજાબી ફિલ્મો બનાવવા લાગ્યા હતા. 2009 સુધીમાં પંજાબી સિનેમાએ 900થી 1000 ફિલ્મો બનાવી છે. 1970ના દાયકામાં દર વર્ષે રજૂ થતી ફિલ્મોની સરેરાશ સંખ્યા નવ હતી, 1980ના દાયકામાં આઠ અને 1990ના દાયકામાં છ હતી. 1995માં રિલીઝ થયેલી ફિલ્મોની સંખ્યા 11 હતી. 1996માં તે ઘટીને સાત થઇ અને 1997માં માત્ર પાંચ ફિલ્મ રિલીઝ થઇ હતી. 2000 બાદ પંજાબી સિનેમામાં પુનઃજીવન જોવા મળ્યું છે અને દર વર્ષે વધુ મોટા બજેટની વધુ ફિલ્મો રિલીઝ થઇ રહી છે જેમાં સ્થાનિક કલાકારો ઉપરાંત પંજાબી મૂળના બોલીવૂડના કલાકારો કામ કરે છે.
તમિલ સિનેમા
ફેરફાર કરોતમિલ ભાષાનો ફિલ્મ ઉદ્યોગ તમિલ સિનેમા તરીકે ઓળખાય છે અને તે ગુણવત્તા અને ટેકનોલોજીની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગ પૈકી એક છે જે તમિલનાડુમાં ચેન્નાઇના કોડામ્બાક્કમ જિલ્લામાં સ્થિત છે. વિશ્વભરમાં વસતા તમિલ લોકો તથા દક્ષિણ ભારતના તમામ રાજ્યોના લોકો તમિલ ફિલ્મો જુએ છે. તમિલ ફિલ્મોમાં તમિલ સંસ્કૃતિનું સારું એવું નિરૂપણ કરવામાં આવે છે જેમાં અમુક અંશે જાતિય અભિવ્યક્તિ તથા ઉત્તર ભારતીય ફિલ્મોની સરખામણીમાં પ્રમાણસર ગ્લેમર હોય છે.[૯૬] તમિલનાડુ રાજ્યમાં સ્થાનિક રાજકારણમાં પણ તમિલ સિનેમા એક બળ પૂરવાર થયું છે જ્યાં એમ. જી. રામચંદ્રન, એમ. કરૂણાનિધિ અને જે. જયલલિતા જેવી ફિલ્મ ઉદ્યોગની હસ્તિઓએ રાજકીય પદ ધારણ કર્યા છે.[૯૭] મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની રચના બાદ તમિલ સિનેમાની ગુણવત્તામાં 1980ના દાયકામાં સુધારો થયો છે અને મણી રત્નમ જેવા ફિલ્મનિર્માતાઓની કામથી તેના વધુ આંતરરાષ્ટ્રીય મંચ મળ્યું છે.આજે તમિલ ફિલ્મો શ્રીલંકા, સિંગાપોર, સાઉથ કોરિયા, મલેશિયા, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા જેવા દેશોમાં અને તમિલ મૂળના લોકો વસવાટ કરતા હોય તેવા અન્ય ભાગોમાં રિલીઝ થાય છે.[૯૮] 1993માં તમિલ ઉદ્યોગે કુલ 168 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.[૭૭] કમલ હસન જેવા તમિલ કલાકારને સૌથી વધુ નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે એકેડેમી એવોર્ડ ફોર બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે તેમની સૌથી વધુ ફિલ્મો મોકલવામાં આવી છે. રજનિકાંત મોટી સંખ્યામાં ચાહકો ધરાવે છે અને ભારતમાં સૌથી વધુ રકમ મેળવતા કલાકાર છે. ઇલિયારાજા, એ. આર. રહેમાન જેવા મહાન ફિલ્મ નિર્દેશકો તમિલ ફિલ્મ ઉદ્યોગની દેન છે.
તેલુગુ સિનેમા
ફેરફાર કરોઆંધ્ર પ્રદેશનો તેલુગુ ભાષાનો ફિલ્મ ઉદ્યોગ હાલમાં દર વર્ષે નિર્માણ થતી ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ ભારતમાં સૌથી મોટો છે.[૯૯] આંધ્ર પ્રદેશ રાજ્ય ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સિનેમા હોલ ધરાવે છે. 2006માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગે ભારતમાં સૌથી વધુ સંખ્યામાં ફિલ્મો બનાવી હતી અને તે વર્ષે 245 ફિલ્મનું નિર્માણ કર્યું હતું.[૧૦૦] આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદની બહાર રામોજી ફિલ્મ સિટી છે જે વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો કોમ્પ્લેક્સ છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં વિવિધ નાના પ્રાદેશિક ઉદ્યોગ પણ સામેલ છે જે ચોક્કસ ભાષાના દર્શકો માટે ફિલ્મો બનાવે છે.[૭૭] જોકે વિવિધ વિસ્તારો વચ્ચે નોંધપાત્ર પ્રાદેશિક સંબંધ જોવા મળે છે અને એક વિસ્તારના કલાકારો ઘણી વખત બીજા વિસ્તારની ફિલ્મોમાં પણ કામ કરે છે.[૭૭] કે. વિશ્વનાથ, બાપુ, જંધ્યાલા, સિંગથમ શ્રીવાસરાવ, રામ ગોપાલ વર્મા, ક્રાંતિ કુમાર, દસારી નારાયણ રાવ, રાઘવેન્દ્ર રાવ, ક્રિષ્ના વામશી, પુરી જગન્નાથ, રાજા મૌલી, વી. વી. વિનાયક, સુરેન્દ્ર રેડ્ડી, બોમ્મારિલુ ભાસ્કર, શેખર કામ્મુલા વગેરે તેલુગુ સિનેમાના ઇતિહાસમાં થઇ ગયેલા શ્રેષ્ઠ નિર્દેશકો છે. દંતકથારૂપ કલાકારો એનટીઆર અને એએનઆર તેલુગુ ઉદ્યોગમાં થયા છે. આંધ્રપ્રદેશના રાજકારણી ચિરંજીવીએ તેમની કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં એક કલાકાર તરીકે કરી હતી.
પ્રકાર અને શૈલી
ફેરફાર કરોમસાલા ફિલ્મો
ફેરફાર કરોમસાલા ફિલ્મો ભારતીય સિનેમાની, ખાસ કરીને બોલીવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોની શૈલી છે જેમાં એક ફિલ્મમાં વિવિધ શૈલીનું મિશ્રણ થાય છે. ઉદાહરણ તરીકે એક ફિલ્મમાં એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ અને મેલોડ્રામા એક સાથે જોવા મળે છે. આમાંની ઘણી ફિલ્મો મ્યુઝિકલ હોય છે જેમાં નયનરમ્ય સ્થળો પર ગીતોનું ફિલ્માંકન કરવામાં આવે છે જે બોલીવૂડની ફિલ્મોમાં બહુ સામાન્ય છે. આવી ફિલ્મોની વાર્તા અજાણ્યા દર્શકો માટે બિનતાર્કિક અને માનવામાં ન આવે તેવી હોય છે. આ પ્રકાર માટે મસાલા શબ્દ વપરાય છે જે ભારતીય વાનગીઓમાં વપરાતા મરીમસાલા માટે વપરાતો શબ્દ છે.
સમાંતર સિનેમા
ફેરફાર કરોઆર્ટ સિનેમા અથવા ઇન્ડિયા ન્યુ વેવ તરીકે ઓળખાતું સમાંતર સિનેમા એ ભારતીય સિનેમાની એક ચોક્કસ ચળવળ છે જે તેની ગંભીર સામગ્રી, વાસ્તવવાદ અને યથાર્થવાદ માટે જાણીતું છે જેમાં જે તે સમયના સામાજિક-રાજકીય વાતાવરણ પર ધ્યાન અપાય છે. આ ચળવળ મુખ્યપ્રવાહની બોલીવૂડ સિનેમા કરતા અલગ છે અને ફ્રેન્ચ ન્યુ વેવ અને જાપાનીઝ ન્યુ વેવની સાથે જ તેની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં આ ચળવળની આગેવાની બંગાળી સિનેમા (જેનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ નિર્માતાઓ સત્યજિત રે, મૃણાલ સેન, રિત્વિક ઘટક અને અન્ય દ્વારા કરવામાં આવ્યું હતું.)એ લીધી હતી ત્યાર બાદ ભારતમાં અન્ય ફિલ્મ ઉદ્યોગમાં પણ તેને પ્રાધાન્ય મળ્યું. આ ચળવળની કેટલીક ફિલ્મોને કોમર્શિયલ સફળતા મળી જેમાં તે કળા અને કોમર્શિયલ સિનેમા વચ્ચે સફળ સંતુલન જાળવી શકી. બિમલ રોયની ટુ એકર્સ ઓફ લેન્ડ (1953)નું પ્રારંભિક ઉદાહરણ છે જેને કોમર્શિયલ તથા ક્રિટિકલ સફળતા મળી હતી અને 1954માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મની સફલતાએ ઇન્ડિયન ન્યુ વેવ માટે માર્ગ મોકળો કર્યો હતો.[૩૧][૩૨][૧૦૧]
બંગાળી ફિલ્મ નિર્માતા સત્યજિત રે સૌથી વિખ્યાત ભારતીય નવ-યથાર્થવાદી હતા જેમના પછી રિત્વિક ઘટક, મૃણાલ સેન, શ્યામ બેનેગલ, અદૂર ગોપાલાક્રિષ્નન[૨૩] અને ગિરિશ કસરવલ્લી[૯૬]નો સમાવેશ થાય છે. રેની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં ધી અપુ ટ્રિલોજી ની ગણતરી થાય છે જેમાં પાથેર પંચાલી (1955), અપરાજિતો (1956) અને ધ વર્લ્ડ ઓફ અપુ (1959)નો સમાવેશ થાય છે. આ ત્રણેય ફિલ્મોને કાન, બર્લિન અને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં મોટા એવોર્ડ મળ્યા હતા અને અત્યાર સુધીની સૌથી મહાન ફિલ્મોમાં વારંવાર તેની ગણના થાય છે.[૫૨][૫૩][૧૦૨][૧૦૩]
ફિલ્મ સંગીત
ફેરફાર કરોભારતીય ફિલ્મોનું સંગીત નોંધપાત્ર આવક પેદા કરે છે, ભારતમાં ફિલ્મ દ્વારા પેદા થતી કુલ ચોખ્ખી આવકમાં સંગીતના હકના વેચાણનો હિસ્સો 4-5% જેટલો હોય છે.[૯] ભારતની મુખ્ય ફિલ્મ સંગીત કંપનીઓમાં સારેગામા, સોની મ્યુઝિક વગેરે સામેલ છે.[૯] કોમર્શિયલ રીતે જોતા ભારતના કુલ સંગીત વેચાણમાં ફિલ્મ સંગીતનો હિસ્સો 48% છે.[૯] ભારતીય ફિલ્મમાં આખી ફિલ્મ દરમિયાન નૃત્યબદ્ધ કરાયેલા ઘણા ગીતો હોઇ શકે છે.[૧૦૪]
બહુસાંસ્કૃતિક અને વધુ વૈશ્વિક બની રહેલા ભારતીય દર્શકોની માંગના કારણે વિવિધ શુદ્ધ અને આંતરરાષ્ટ્રીય મ્યુઝિક પરંપરાનો સમન્વય થયો છે.[૧૦૪] સ્થાનિક નૃત્ય અને ગીતો આમ છતાં હંમેશા સફળ રહ્યા છે અને ભારતની સરહદ બહાર વિદેશમાં વસવાટ કરતા મૂળ ભારતીયોમાં ચાહના મેળવી છે.[૧૦૪] લતા મંગેશકર જેવા પ્લે બેક ગાયિકા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ સંગીતના સ્ટેજ શોમાં મોટી સંખ્યામાં દર્શકોને આકર્ષે છે.[૧૦૪] 19મી સદીના અંતમાં અને 21મી સદીની શરૂઆતમાં ભારત અને પશ્ચિમી જગતના કલાકારો વચ્ચે સંવાદ થયો.[૧૦૫] ભારતીય મૂળના કલાકારોએ પોતાના દેશના વારસાની પરંપરાનું સંયોજન કરીને લોકપ્રિય સમકાલીન સંગીતને ઉત્તેજન આપ્યું છે.[૧૦૫]
વૈશ્વિક સંવાદ
ફેરફાર કરોબ્રિટીશ શાસન વખતે ભારતીયો યુરોપથી ફિલ્મના ઉપકરણો ખરીદતા હતા.[૧૪] બીજા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટીશરોએ યુદ્ધ સમયની પ્રચાર ફિલ્મો માટે ભંડોળ આપ્યું હતું જેમાંથી અમુકમાં ભારતીય સેનાને સત્તાની ધરી સામે લડતી દર્શાવાઇ હતી, ખાસ કરીને જાપાનના સામ્રાજ્ય સામેની લડાઇ ડે ભારતમાં અંદર સુધી આવી ગઇ હતી.[૧૦૬] આવી એક વાર્તા બર્મા રાની ની હતી જેમાં મ્યાનમારમાં હાજર બ્રિટીશ અને ભારતીયો દ્વારા જાપાનના કબ્જા સામેનો સંઘર્ષ રજૂ કરાયો હતો.[૧૦૬] જે. એફ. મદન અને અબ્દુલાલ્લી ઇસુફલી જેવા સ્વતંત્રતા પહેલાના બિઝનેસમેન વૈશ્વિક સિનેમામાં વ્યાપાર કરતા હતા.[૧૩]
આ ફિલ્મો સોવિયેત યુનિયન, મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ચીનમાં જવા લાગી તે સાથે અન્ય વિસ્તારો સાથે ભારતીય સિનેમાના પ્રારંભિક સંબંધ સ્થપાયા.[૧૦૭] રાજકપૂર જેવા મુખ્યપ્રવાહની હિંદી ફિલ્મના સિતારાએ સમગ્ર એશિયા[૧૦૮][૧૦૯] અને પૂર્વ યુરોપ[૧૧૦][૧૧૧]માં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. ભારતીય ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તર પર અને ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થવા લાગી.[૧૦૭] તેનાથી સત્યજિત રે જેવા સમાંતર બંગાળી ફિલ્મોના નિર્માતાઓને વૈશ્વિક પ્રસિદ્ધિ મળવા લાગી જેમાં તેમની ફિલ્મો યુરોપિયન, અમેરિકન અને એશિયન દર્શકોમાં સફળતા મેળવવા લાગી.[૧૧૨] રેના કામની વૈશ્વિક અસર પડી અને માર્ટિન સ્કોર્સેસી,[૧૧૩] જેમ્સ આઇવરી,[૧૧૪] અબ્બાસ કિયારોસ્તામી, એલિયા કાઝન, ફ્રાન્કોઇસ ટ્રુફોત,[૧૧૫] સ્ટીવન સ્પીલબર્ગ,[૩૭][૩૮][૩૯] કાર્લોસ સોરા,[૧૧૬] જીન-લુક ગોડાર્ડ,[૧૧૭] ઇસાઓ ટાકાહાટા,[૧૧૮] ગ્રેગરી નાવા, ઇરા સેક્સ અને વેસ એન્ડરસન[૧૧૯] જેવા ફિલ્મ નિર્માતાઓ પર રેની સિનેમેટિક સ્ટાઇલની અસર પડી અને અકિરા કુરોસાવા જેવા લોકોએ તેમના કામની પ્રશંસા કરી.[૧૨૦] 'યુવાનીથી ભરપૂર નવા યુગના ડ્રામા પચાસના દાયકાના મધ્યથી આર્ટ હાઉસમાં છલકાઇ રહ્યા છે જે અપુ ટ્રિલોજીને ઘણા અંશે આભારી છે.'[૩૪] સુબ્રતા મિત્રાની બાઉન્સિંગ લાઇટ્સની સિનેમેટોગ્રાફિક ટેકનિક પણ ધી અપુ ટ્રિલોજી થી પ્રેરિત હતી.[૩૫] રિત્વિક ઘટક[૧૨૧] અને ગુરુ દત્ત[૧૨૨] જેવા ભારતીય ફિલ્મ નિર્માતાઓ, જેમની અગાઉ અવગણના થઇ હતી, તેમને 1980ના દાયકાથી મરણોપરાંત આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે.
ઘણા એશિયન અને દક્ષિણ એશિયન દેશોને પશ્ચિમી સિનેમા કરતા ભારતીય સિનેમા તેમની સંવેદના સાથે વધુ મેળ ખાતું હોય તેમ જણાય છે.[૧૦૭] જિજ્ઞા દેસાઈ જણાવે છે કે 21મી સદી સુધીમાં ભારતીય સિનેમા પ્રાદેશિકતાના બંધનમાંથી મુક્ત થયું હતું અને ભારતીય મૂળના લોકો જ્યાં વસવાટ કરતા હતા તેવા ઘણા દેશોમાં ફેલાવો થયો હતો તથા અન્ય આંતરરાષ્ટ્રીય સિનેમાનો વિકલ્પ બન્યું હતું.[૧૨૩]
ભારતીય સિનેમાએ તાજેતરમાં પશ્ચિમની મ્યુઝિકલ ફિલ્મ પર પ્રભાવ પાડવાની શરૂઆત કરી છે અને પશ્ચિમી જગતમાં આ પ્રકારને પુનઃજીવંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બાઝ લુહરમેનએ જણાવ્યું હતું કે તેમની સફળ મ્યુઝિકલ ફિલ્મ મુલા રુઝ! (2001)ની પ્રેરણા બોલિવૂડ મ્યુઝિકલ્સ પરથી મળી હતી.[૧૨૪] મુલા રુઝ ને વિવેચકોની અને નાણાકીય સફળતા મળ્યા બાદ તે સમયે નિષ્ક્રિય થયેલા પશ્ચિમી મ્યુઝિકલ પ્રકારની ફિલ્મો માટે ફરીથી રસ જાગ્યો હતો અને આ પ્રકારની ફિલ્મોમાં પુનઃજીવન જોવા મળ્યું હતું.[૧૨૫] ડેની બોયલની ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયનેર (2008) ભારતીય ફિલ્મો[૫૬][૧૨૬] પરથી પ્રભાવિત હતી અને તેને હિંદી કોમર્શિયલ સિનેમાને શ્રદ્ધાંજલિ સમાન ગણવામાં આવે છે.[૨૮] અન્ય ભારતીય ફિલ્મ નિર્માતાઓ પણ વધુ વૈશ્વિક દર્શકો સુધી પહોંચવા પ્રયત્નશીલ છે જેમાં નવી ફિલ્મો લાવી રહેલા નિર્દેશકો વિધુ વિનોદ ચોપરા, જાહનુ બરુઆ, સુધીર મિશ્રા અને પાન નલીનનો સમાવેશ થાય છે.[૧૨૭]
પુરસ્કારો
ફેરફાર કરોએવોર્ડ | કયારથી | કોના દ્વારા પુરસ્કાર |
---|---|---|
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર | 1954 | ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ્સ, ભારત સરકાર |
બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન એવોર્ડ્સ | 1937 | બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ એસોસિયેશન એવોર્ડ્સ, પશ્ચિમ બંગાળ સરકાર |
ફિલ્મફેર પુરસ્કાર | 1954 | ફિલ્મફેર |
સ્ટાર સ્ક્રીન પુરસ્કાર | 1995 | સ્ટાર ટીવી (એશિયા) |
ઝી સિને પુરસ્કાર | 1998 | ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ |
આયફા (IIFA) | 2000 |
અન્ય એવોર્ડ્સમાં સામેલ છે ઇન્ટરનેશન ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ, ઇન્ટરનેશનલ તમિલ ફિલ્મ એવોર્ડ્સ, બોલીવૂડ મૂવી એવોર્ડ્સ, ધી નંદી એવોર્ડ્સ અને ધી ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ્સ
ભારતમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ્સ
ફેરફાર કરોકેટલીક સરકારી અને ખાનગી સંસ્થાઓ ફિલ્મનિર્માણના કેટલાક પાસાનું વિધિવત શિક્ષણ પૂરું પાડે છે. તેમાંથી અમુક સામેલ છેઃ
- સ્ક્રીપ્ટ હબ
- એમ. જી. આર. ગવર્નમેન્ટ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, તારામણી, ચેન્નાઇ
- ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે
- એલ. વી. પ્રસાદ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એકેડેમી, હૈદરાબાદ
- સત્યજિત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, કોલકતા
- વિશલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ
- માઇન્ડસ્ક્રીન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ
- એશિયન એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન
નોંધઃ આ યાદી સંપૂર્ણ નથી.
નોંધ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ખન્ના, 155
- ↑ ૨.૦ ૨.૧ ખન્ના, 158
- ↑ ખન્ના, 158–159
- ↑ ખન્ના, 159
- ↑ વોટસન(2009)
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ ખન્ના, "ધ બિઝનેસ ઓફ હિન્દી ફિલ્મ્સ", 140
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ખન્ના, 156
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ પોટ્ટ્સ, 74
- ↑ ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ ૯.૪ ૯.૫ ૯.૬ ૯.૭ પોટ્ટ્સ, 75
- ↑ શહેરની અંદર એક શહરે, રામોજી ફિલ્મ સિટી (આરએફસી) વિશ્વનું સૌથી મોટુ, સૌથી સર્વાંગી અને સૌથી પ્રોફેશનલી પ્લાન્ડ ફિલ્મ નિર્માણ કેન્દ્ર હોવાનો દાવો કરે છે....ઓગણત્રીસ વિભાગોમાં સાડા સાત હજારથી વધુ કર્મચારી સાથે રામોજી ફિલ્મ સિટી એક સાથે વીસ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો સમાવવાની ક્ષમતા ધરાવે છે અને સાથે સાથે ચાલીસ ભારતીય ફિલ્મોની જરૂરીયાત સંતોષવાની ક્ષમતા ધરાવે છે – કુમાર, 132.
- ↑ ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ બુર્રા એન્ડ રાવ, 252
- ↑ McKernan, Luke (1996-12-31). "Hiralal Sen (copyright British Film Institute)". મેળવેલ 2006-11-01.
- ↑ ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ ૧૩.૪ ૧૩.૫ ૧૩.૬ બુર્રા એન્ડ રાવ, 253
- ↑ ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ બુર્રા એન્ડ રાવ, 252–253
- ↑ ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ ૧૫.૩ ૧૫.૪ ૧૫.૫ ૧૫.૬ બુર્રા એન્ડ રાવ, 254
- ↑ ૧૬.૦ ૧૬.૧ ૧૬.૨ ૧૬.૩ રાજાધ્યક્ષ, 679
- ↑ ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ રાજાધ્યક્ષ, 684
- ↑ રાજાધ્યક્ષ, 681–683
- ↑ રાજાધ્યક્ષ, 681
- ↑ K. Moti Gokulsing, K. Gokulsing, Wimal Dissanayake (2004), Indian Popular Cinema: A Narrative of Cultural Change, Trentham Books, p. 17, ISBN 1858563291
- ↑ Sharpe, Jenny (2005), "Gender, Nation, and Globalization in Monsoon Wedding and Dilwale Dulhania Le Jayenge", Meridians: feminism, race, transnationalism 6 (1): 58–81 [60 & 75]
- ↑ Gooptu, Sharmistha (July 2002), "Reviewed work(s): The Cinemas of India (1896–2000) by Yves Thoraval", Economic and Political Weekly 37 (29): 3023–4
- ↑ ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ ૨૩.૩ ૨૩.૪ ૨૩.૫ K. Moti Gokulsing, K. Gokulsing, Wimal Dissanayake (2004), Indian Popular Cinema: A Narrative of Cultural Change, Trentham Books, p. 18, ISBN 1858563291
- ↑ Mother India IMDb પર
- ↑ "Film Festival – Bombay Melody". University of California, Los Angeles. 17 March 2004. મેળવેલ 2009-05-20.
- ↑ Bobby Sing (10 February 2008). "Do Ankhen Barah Haath (1957)". Bobby Talks Cinema. મૂળ માંથી 2012-11-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30.
- ↑ Doniger, Wendy (2005), "Chapter 6: Reincarnation", The woman who pretended to be who she was: myths of self-imitation, Oxford University Press, pp. 112–136 [135], ISBN 0195160169
- ↑ ૨૮.૦ ૨૮.૧ ૨૮.૨ મેકર ઓફ ઇનોવેટિવ મીનિંગફૂલ મૂવીઝ સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૭ ના રોજ વેબેક મશિન. ધ હિન્દુ[[]] , 15 જૂન 2007
- ↑ Ghatak, Ritwik (2000), Rows and Rows of Fences: Ritwik Ghatak on Cinema, Ritwik Memorial & Trust Seagull Books, pp. ix & 134–36, ISBN 8170461782
- ↑ Hood, John (2000), The Essential Mystery: The Major Filmmakers of Indian Art Cinema, Orient Longman Limited, pp. 21–4, ISBN 8125018700
- ↑ ૩૧.૦ ૩૧.૧ દો બિઘા જમીન ફિલ્મરેફરન્સ ખાતે
- ↑ ૩૨.૦ ૩૨.૧ ૩૨.૨ Srikanth Srinivasan (4 August 2008). "Do Bigha Zamin: Seeds of the Indian New Wave". Dear Cinema. મેળવેલ 2009-04-13.
- ↑ રાજાધ્યક્ષ, 683
- ↑ ૩૪.૦ ૩૪.૧ Sragow, Michael (1994), "An Art Wedded to Truth", The Atlantic Monthly (University of California, Santa Cruz), archived from the original on 2009-04-12, https://web.archive.org/web/20090412212046/http://satyajitray.ucsc.edu/articles/sragow.html, retrieved 2009-05-11
- ↑ ૩૫.૦ ૩૫.૧ "Subrata Mitra". Internet Encyclopedia of Cinematographers. મૂળ માંથી 2009-06-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-22.
- ↑ Nick Pinkerton (April 14, 2009). "First Light: Satyajit Ray From the Apu Trilogy to the Calcutta Trilogy". The Village Voice. મૂળ માંથી 2009-06-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-09. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ ૩૭.૦ ૩૭.૧ Ray, Satyajit. "Ordeals of the Alien". The Unmade Ray. Satyajit Ray Society. મૂળ માંથી 2008-04-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-21.
- ↑ ૩૮.૦ ૩૮.૧ Neumann P. "Biography for Satyajit Ray". Internet Movie Database Inc. મેળવેલ 2006-04-29.
- ↑ ૩૯.૦ ૩૯.૧ Newman J (2001-09-17). "Satyajit Ray Collection receives Packard grant and lecture endowment". UC Santa Cruz Currents online. મૂળ માંથી 2005-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-29.
- ↑ "Nagesh: A legacy like no other". India Glitz. 1 February 2009. મેળવેલ 2009-05-21.
- ↑ Mukta Rajadhyaksha (29 August 2004). "Marathi cinema gets a shot in the arm". Times of India. મેળવેલ 2009-05-29. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ ૪૨.૦ ૪૨.૧ "India and Cannes: A Reluctant Courtship". Passion For Cinema. 2008. મૂળ માંથી 2009-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-20.
- ↑ K. Moti Gokulsing, K. Gokulsing, Wimal Dissanayake (2004), Indian Popular Cinema: A Narrative of Cultural Change, Trentham Books, pp. 18–9, ISBN 1858563291
- ↑ Santas, Constantine (2002), Responding to film: A Text Guide for Students of Cinema Art, Rowman & Littlefield, p. 18, ISBN 0830415807
- ↑ ૪૫.૦ ૪૫.૧ Kevin Lee (2002-09-05). "A Slanted Canon". Asian American Film Commentary. મૂળ માંથી 2012-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-24.
- ↑ ૪૬.૦ ૪૬.૧ Totaro, Donato (31 January 2003), "The “Sight & Sound” of Canons", Offscreen Journal (Canada Council for the Arts), http://www.horschamp.qc.ca/new_offscreen/canon.html, retrieved 2009-04-19
- ↑ "Sight and Sound Poll 1992: Critics". California Institute of Technology. મૂળ માંથી 2015-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-29.
- ↑ Aaron and Mark Caldwell (2004). "Sight and Sound". Top 100 Movie Lists. મૂળ સંગ્રહિત માંથી 2001-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-19.
- ↑ "SIGHT AND SOUND 1992 RANKING OF FILMS". મૂળ સંગ્રહિત માંથી 2007-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-29.
- ↑ "SIGHT AND SOUND 1982 RANKING OF FILMS". મૂળ માંથી 2007-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-29.
- ↑ "2002 Sight & Sound Top Films Survey of 253 International Critics & Film Directors". Cinemacom. 2002. મેળવેલ 2009-04-19.
- ↑ ૫૨.૦ ૫૨.૧ "Take One: The First Annual Village Voice Film Critics' Poll". The Village Voice. 1999. મૂળ સંગ્રહિત માંથી 2007-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2006-07-27. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ ૫૩.૦ ૫૩.૧ ૫૩.૨ "[[Time magazine's "All-TIME" 100 best movies|All-Time 100 Best Movies]]". Time. Time, Inc. 2005. મૂળ માંથી 2007-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-19. URL–wikilink conflict (મદદ)
- ↑ રાજાધ્યક્ષ, 685
- ↑ ૫૫.૦ ૫૫.૧ ૫૫.૨ ૫૫.૩ ૫૫.૪ રાજાધ્યક્ષ, 688
- ↑ ૫૬.૦ ૫૬.૧ Amitava Kumar (23 December 2008). "Slumdog Millionaire's Bollywood Ancestors". Vanity Fair. મૂળ માંથી 2012-05-29 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-04. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ રાજાધ્યક્ષ, 688–689
- ↑ Corliss, Richard (2005). "Best Soundtracks – ALL TIME 100 MOVIES – TIME". TIME. મૂળ માંથી 12 માર્ચ 2010 પર સંગ્રહિત. મેળવેલ 24 February 2008. Unknown parameter
|dateformat=
ignored (મદદ) - ↑ Kasbekar, Asha (2006). Pop Culture India!: Media, Arts and Lifestyle. ABC-CLIO. પૃષ્ઠ 215. ISBN 9781851096367.
Songs play as important a part in South Indian films and some South Indian music directors such as A. R. Rehman and Ilyaraja have an enthusiastic national and even international following
- ↑ "Cinema History Malayalam Cinema". Malayalamcinema.com. મૂળ માંથી 2008-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-30.
- ↑ "The Movie Interview: Adoor Gopalakrishnan". Rediff. 31 July 1997. મેળવેલ 2009-05-21.
- ↑ Adoor Gopalakrishnan, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર
- ↑ Shaji N. Karun, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર .અન્ય મલયાલમ ફિલ્મ "યોધા"ને તેની શ્રેષ્ઠ એક્શન સિક્વન્સ અને ટેકનોલોજીકલ બાબતો માટે ભારતભરમાંથી સરાહના પ્રાપ્ત થઇ.
- ↑ Aruti Nayar (2007-12-16). "Bollywood on the table". The Tribune. મેળવેલ 2008-06-19.
- ↑ Christian Jungen (4 April 2009). "Urban Movies: The Diversity of Indian Cinema". FIPRESCI. મૂળ માંથી 2009-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-11.
- ↑ http://www.rediff.com/money/2003/jun/10imax.htm
- ↑ ૬૭.૦ ૬૭.૧ K. Moti Gokulsing, K. Gokulsing, Wimal Dissanayake (2004), Indian Popular Cinema: A Narrative of Cultural Change, Trentham Books, p. 98, ISBN 1858563291
- ↑ ૬૮.૦ ૬૮.૧ Matthew Jones (January 2010), "Bollywood, Rasa and Indian Cinema: Misconceptions, Meanings and Millionaire", Visual Anthropology 23 (1): 33–43
- ↑ ૬૯.૦ ૬૯.૧ Cooper, Darius (2000), The Cinema of Satyajit Ray: Between Tradition and Modernity, Cambridge University Press, pp. 1–4, ISBN 0521629802
- ↑ K. Moti Gokulsing, K. Gokulsing, Wimal Dissanayake (2004), Indian Popular Cinema: A Narrative of Cultural Change, Trentham Books, pp. 98–99, ISBN 1858563291
- ↑ K. Moti Gokulsing, K. Gokulsing, Wimal Dissanayake (2004), Indian Popular Cinema: A Narrative of Cultural Change, Trentham Books, p. 99, ISBN 1858563291
- ↑ જોયમોતી (1935) [૧], IMDB.com
- ↑ લક્ષ્મી બી, ઘોષ, આસામીઝ સિનેમાની દુનિયામાં ડોકીયું [૨] સંગ્રહિત ૨૦૦૬-૦૧-૧૦ ના રોજ વેબેક મશિન, ધ હિન્દુ, 2006
- ↑ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 138
- ↑ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 139
- ↑ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 138–140
- ↑ ૭૭.૦ ૭૭.૧ ૭૭.૨ ૭૭.૩ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 129
- ↑ આઇએમડીબી પેજ ઓન જમાઇ શષ્ઠીઃ પ્રથમ બંગાળી ટોકી
- ↑ Sarkar, Bhaskar (2008), "The Melodramas of Globalization", Cultural Dynamics 20: 31–51 [34]
- ↑ Mesthrie, Rajend (1991). Language in Indenture: A Sociolinguistic History of Bhojpuri-Hindi in South Africa. London: Routledge. પૃષ્ઠ 19–32. ISBN 041506404X.
- ↑ આઇએમડીબી
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
- ↑ "મૂવ ઓવર બોલિવૂડ, હિયર ઇસ ભોજપૂરી," બીબીસી ન્યૂઝ ઓનલાઇન: http://news.bbc.co.uk/go/pr/fr/-/1/hi/world/south_asia/4512812.stm
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-11-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-09-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
- ↑ Pippa de Bruyn; Niloufer Venkatraman; Keith Bain (2006). Frommer's India. Frommer's. પૃષ્ઠ 579. ISBN 0471794341.CS1 maint: multiple names: authors list (link)Crusie, Jennifer;Yeffeth, Glenn (2005). Flirting with Pride & Prejudice. BenBella Books, Inc. પૃષ્ઠ 92. ISBN 1932100725.CS1 maint: multiple names: authors list (link)
- ↑ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 10–11
- ↑ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 10
- ↑ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 11
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-07-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2010-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-19.
- ↑ "History Of Oriya Film Industry". www.izeans.com. મૂળ માંથી 2011-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-23. Text "iZeans" ignored (મદદ)
- ↑ "Orissa Cinema :: History of Orissa Cinema, Chronology of Orissa Films". orissacinema.com. મૂળ માંથી 2008-07-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-23.
- ↑ ૯૬.૦ ૯૬.૧ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 132
- ↑ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 132–133
- ↑ ગોકુલસિંગ એન્ડ ડિસાનાયાકે, 133
- ↑ http://www.blonnet.com/2007/11/06/stories/2007110650842300.htm
- ↑ તેલુગુ ફિલ્મ ઉદ્યોગનો નવા યુગમાં પ્રવેશ
- ↑ વલણ અને પ્રકારો
- ↑ "The Sight & Sound Top Ten Poll: 1992". Sight & Sound. British Film Institute. મૂળ માંથી 2012-03-09 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-20.
- ↑ The Best 1,000 Movies Ever Made By THE FILM CRITICS OF THE NEW YORK TIMES, New York Times 2002.
- ↑ ૧૦૪.૦ ૧૦૪.૧ ૧૦૪.૨ ૧૦૪.૩ [170] ^ થોમ્પસન 1982.
- ↑ ૧૦૫.૦ ૧૦૫.૧ ઝૂમખાવાલા-કૂક, 312
- ↑ ૧૦૬.૦ ૧૦૬.૧ વેલાયુથમ, 174
- ↑ ૧૦૭.૦ ૧૦૭.૧ ૧૦૭.૨ દેસાઈ, 38
- ↑ Anil K. Joseph (20 November 2002). "Lagaan revives memories of Raj Kapoor in China". Press Trust of India. મૂળ માંથી 2012-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-30.
- ↑ "Rahman's 'Lagaan' cast a spell on me". Sify. 13 February 2004. મેળવેલ 2009-02-24.
- ↑ "RussiaToday : Features : Bollywood challenges Hollywood in Russia". મૂળ માંથી 2008-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
- ↑ Ashreena, Tanya. "Promoting Bollywood Abroad Will Help to Promote India". મૂળ માંથી 2013-12-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-23.
- ↑ Arthur J Pais (14 April 2009). "Why we admire Satyajit Ray so much". Rediff.com. મેળવેલ 2009-04-17.
- ↑ Chris Ingui. "Martin Scorsese hits DC, hangs with the Hachet". Hatchet. મૂળ માંથી 2009-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06.
- ↑ Sheldon Hall. "Ivory, James (1928–)". Screen Online. મેળવેલ 2007-02-12.
- ↑ Dave Kehr (5 May 1995). "THE 'WORLD' OF SATYAJIT RAY: LEGACY OF INDIA'S PREMIER FILM MAKER ON DISPLAY". Daily News. મૂળ માંથી 2009-09-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ Suchetana Ray (11 March 2008). "Satyajit Ray is this Spanish director's inspiration". CNN-IBN. મૂળ માંથી 2009-09-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06.
- ↑ André Habib. "Before and After: Origins and Death in the Work of Jean-Luc Godard". Senses of Cinema. મૂળ માંથી 2006-06-14 પર સંગ્રહિત. મેળવેલ 2006-06-29.
- ↑ Daniel Thomas (20 January 2003). "Film Reviews: Grave of the Fireflies (Hotaru no Haka)". મૂળ માંથી 2012-10-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-30.
- ↑ "On Ray's Trail". The Statesman. મૂળ માંથી 2008-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-19.
- ↑ Robinson, A (2003), Satyajit Ray: The Inner Eye: The Biography of a Master Film-Maker, I. B. Tauris, p. 96, ISBN 1860649653
- ↑ Carrigy, Megan (October 2003), "Ritwik Ghatak", Senses of Cinema, http://archive.sensesofcinema.com/contents/directors/03/ghatak.html, retrieved 2009-05-03
- ↑ "Asian Film Series No.9 GURU DUTT Retorospective". Japan Foundation. 2001. મૂળ માંથી 2009-06-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-13.
- ↑ દેસાઈ, 37
- ↑ "Baz Luhrmann Talks Awards and "Moulin Rouge"". About.com. મૂળ માંથી 2012-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-15.
- ↑ "Guide Picks – Top Movie Musicals on Video/DVD". About.com. મૂળ માંથી 2009-01-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-15.
- ↑ "Slumdog draws crowds, but not all like what they see". The Age. 25 January 2009. મેળવેલ 2008-01-24. Italic or bold markup not allowed in:
|publisher=
(મદદ) - ↑ http://news.bbc.co.uk/2/hi/south_asia/7412344.stm
સંદર્ભો
ફેરફાર કરો- બોલિવૂડ શોપેલેસિસ, સિનેમા થિયેટર્સ ઇન ઇન્ડિયા, ડેવિડ વિનેલ્સ એન્ડ બ્રેન્ટ સ્કેલી, ISBN 0-9516563-5-X
- બુરા, રાની ડે એન્ડ રાવ, મૈથિલી (2006) “સિનેમા”, એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયા (વોલ્યુમ 1) , થોમ્સન ગેલ, ISBN 0-684-31350-2.
- દેસાઈ, જિજ્ઞા (2004), બિયોન્ડ બોલિવૂડઃ ધ કલ્ચરલ પોલિટિક્સ ઓફ સાઉથ એશિયન ડાયસ્પોરિક ફિલ્મ , રોલ્ટેજ, ISBN 0-415-96684-1.
- ગોકુલસિંગ, કે. એમ. એન્ડ ડિસાનાયાકે, ડબલ્યુ. (2004), ઇન્ડિયન પોપ્યુલર સિનેમાઃ એ નેરેટિવ ઓફ કલ્ચરલ ચેન્જ (બીજી આવૃત્તિ) , ટ્રેન્ટહેમ બુક્સ, ISBN 1-85856-329-1.
- ખન્ના, અમિત (2003), ધ બિઝનેસ ઓફ હિંદી ફિલ્મસ, એન્સાયક્લોપેડિયા ઓફ હિંદી સિનેમાઃ હિસ્ટોરિકલ રેકોર્ડ, ધ બિઝનેસ એન્ડ ઇટ્સ ફ્યુચર, નેરેટિવ ફોર્મ્સ, એનાલિસિસ ઓફ ધ મિડિયમ, માઇલસ્ટોન્સ, બાયોગ્રાફિઝ , એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, ISBN 81-7991-066-0.
- ખન્ના, અમિત (2003), ધ ફ્યુચર ઓફ હિંદી ફિલ્મ બિઝનેસ, એન્સાયક્લોપેડિયા ઓફ હિંદી સિનેમાઃ હિસ્ટોરિકલ રેકોર્ડ, ધ બિઝનેસ એન્ડ ઇટ્સ ફ્યુચર, નેરેટિવ ફોર્મ્સ, એનાલિસિસ ઓફ ધી મિડિયમ, માઇલસ્ટોન્સ, બાયોગ્રાફિઝ , એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, ISBN 81-7991-066-0.
- કુમાર, શાંતિ (2008), બોલિવૂડ એન્ડ બિયોન્ડઃ ધ ટ્રાન્સનેશનલ ઇકોનોમી ઓફ ફિલ્મ પ્રોડક્શન ઇન રામોજી ફિલ્મ સિટી, હૈદરાબાદ, ગ્લોબલ બોલિવૂડઃ ટ્રાવેલ્સ ઓફ હિંદી સોંગ એન્ડ ડાન્સ , યુનિવર્સિટી ઓફ મિનેસોટા પ્રેસ, પોટ્સ, મિશેલ ડબલ્યુ (2006), ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયા (વોલ્યુમ 2), થોમ્સન ગેલ, ISBN 978-0-8166-4578-7.
- પોટ્સ, મિશેલ ડબલ્યુ (2006), ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયા (વોલ્યુમ 2 ), થોમ્સન ગેલ, ISBN 0-684-31351-0.
- રાજાધ્યક્ષ, આશિષ (1996), ઇન્ડિયાઃ ફિલ્મિંગ ધ નેશન, ધ ઓક્સફર્ડ હિસ્ટ્રી ઓફ વર્લ્ડ સિનેમા , ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ISBN 0-19-811257-2.
- થોમ્સન, ગોર્ડન (2006), ફિલ્મિજિટ, એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયા (વોલ્યુમ 2) , થોમ્સન ગેલ, ISBN 0-684-31351-0.
- વેલાયુથમ, સેલવેરાજ (2008), ધ ડાયસ્પોરા એન્ડ ધી ગ્લોબલ સર્ક્યુલેશન ઓફ તમિલ સિનેમા, તમિલ સિનેમાઃ ધ કલ્ચરલ પોલિટીક્સ ઓફ ઇન્ડિયાઝ અધર ફિલ્મ ઇન્ડસ્ટ્રી , રોલ્ટેજ, ISBN 978-0-415-39680-6.
- વોટ્સન, જેમ્સ એલ. (2009), ગ્લોબલાઇઝેશન , એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા.
- ઝુમખાવાલા-કુક, રિચાર્ડ (2008), બોલિવૂડ ગેટ્સ ફંકીઃ અમેરિકન હિપ-હોપ, બેઝમેન્ટ ભાંગરા, એન્ડ ધ રેસિયલ પોલિટિક્સ ઓફ મ્યુઝિક, ગ્લોબલ બોલિવૂડઃ ટ્રાવેલ ઓફ હિંદી સોંગ એન્ડ ડાન્સ , યુનિવર્સિટી ઓફ મિનેસોટા પ્રેસ ISBN 978-0-8166-4578-7.