ફુરસા (સર્પ)
ફુરસા કે પડકું કે પૈડકું (અંગ્રેજી:Saw-Scaled Viper, Carpet Viper; દ્વિપદ-નામ:Eachis carinatus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક ઝેરી સર્પની જાતી છે[૨][૩]
ફુરસા | |
---|---|
Echis carinatus in Mangaon, (Maharashtra, India) | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Subphylum: | Vertebrata |
Class: | Reptilia |
Order: | Squamata |
Suborder: | Serpentes |
Family: | Viperidae |
Subfamily: | Viperinae |
Genus: | 'Echis' |
Species: | ''E. carinatus'' |
દ્વિનામી નામ | |
Echis carinatus (Schneider, 1801)
| |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
|
ઓળખ
ફેરફાર કરોપૃખ્ત વયનાં સર્પની વધુમાં વધુ લંબાઈ ૩૨ ઇંચ જોવા મળી છે[૨].
આહાર
ફેરફાર કરોઆ સર્પ ભોજન માટે મોટેભાગે તીડ, કરચલા, જીંવડા, અળસિયા, ગોકળગાય, કરોળીયા, વીંછી, કાનખજુરા, દેડકા, ગરોળી અને કાચિંડા પસંદ કરે છે[૨].
પ્રજનન
ફેરફાર કરોવરસમાં એક કે બે વખત પ્રજનન કરી દરેક વેતરે ૪ થી ૮ બચ્ચા ને જન્મ આપે છે. જન્મ સમયે બચ્ચાની લંબાઈ ૩ ઈંચ હોય છે[૨].
અન્ય માહિતિ
ફેરફાર કરોહીમોટોક્સિન પ્રકારનું ઝેર ધરવાતો હોવાથી એ કરડે ત્યારે માણસનાં લોહીમાંના રક્તકણો નાશ પામે છે અને અંતે મગજને પ્રાણવાયું ન મળવાથી માણસનું મૃત્યુ થાય છે[૪]. એ ગુંચળું વળીને પોતાના શરીર પરનાં ભીંગડાં એકબીજા સાથે ઘસીને એક ખાસ અવાજ પેદા કરે છે[૩]. પોતાના શરીરનાં ગુંચળાનો સ્પ્રીંગની માફક ઉપયોગ કરીને એ કુદકો મારી શકતો હોવાથી[૩] લોકબોલીમાં એને ઉડકણું પણ કહે છે. અંગ્રેજીભાષાનું નામ સો-સ્કેલ્ડ વાઇપર છે[૫].
સંદર્ભ
ફેરફાર કરો- ↑ McDiarmid RW, Campbell JA, Touré T. 1999. Snake Species of the World: A Taxonomic and Geographic Reference, Volume 1. Washington, District of Columbia: Herpetologists' League. 511 pp. ISBN 1-893777-00-6 (series). ISBN 1-893777-01-4 (volume).
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "ફુરસા". ભગવદ્ગોમંડલ. www.bhagvadgomandal.com. મેળવેલ ૦૭ જુન ૨૦૧૫. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Daniels JC. 2002. The Book of Indian Reptiles and Amphibians. Mumbai: Bombay Natural History Society & Oxford University Press. 252 pp. [151-153]. ISBN 0-19-566099-4.
- ↑ Echis carinatus antivenoms at Munich Antivenom Index. Accessed 13 September 2006.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |