બંધનાથ મહાદેવ
બંધનાથ મહાદેવ ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ જગ્યા છે. અહીં પહોંચવા જુનાગઢ, રાજ્કોટ, વેરાવળ, સોમનાથ અને પોરબંદર થી લોકલ ટ્રેન તેમજ નજીક ના શહેર વંથલી અને જુનાગઢથી પણ રીક્ષા અને બસ મળી રહે છે. મંદિર ની નજીકમાં બંધડા ગામ આવેલુ છે. અહીયા દર વરસે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. મંદિર ની નજીક મા જ મધુવંતી નદી આવેલી છે. પ્રવાસ માટે પણ આ જગ્યા ખુબ જ સુંદર છે.
ઇતિહાસ
ફેરફાર કરોપ્રાચીન લોકવાયકા મુજબ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ માધવપુર ગામે પોતાના લગ્ન સમયે મધ ની જરુરીયાત પુર્ણ કરવા માટે મધની નદી શરુ કરાવેલી, એ જ આજ ની આ મધુવંતી નદી છે. તે સમયે કોઇ અસુરે આ નદી નો પ્રવાહ રોકી દીધેલો, ત્યારે ભગવાન શંકરે એ અસુરે નો નાશ કરેલો.
આ અતિ પ્રાચીન જગ્યા પર જાળવણી કરવાની અને તેનો વિકાસ કરવાની જરુર છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |