બધિરતા અથવા બહેરાશ (deafness) એક સામાન્ય બીમારી છે. આ બીમારીમાં વ્યક્તિની સાંભળવાની શક્તિ ઘટી જાય છે અને આવી સ્થિતિમાં સામાજીક અને માનસિક રીતે વ્યક્તિને તકલીફો પડે છે. જ્યારે ધ્વનિનું સર્જન થાય છે ત્યારે હવામાં કંપન થાય છે અને આવા કંપનો કાનના પડદા સુધી પહોચે છે અને ત્યાં રહેલા ખાસ હાડકાઓ મેલિયસ, ઇન્કસ તથા સ્ટેપીજ દ્વારા કાનની અંદર પહોચી સાંભળવાની નસ સુધી પહોચે છે અને છેવટે મગજ સુધી ધ્વનિનો સંદેશ પહોચે છે. હવે જો આ ધ્વનિને મગજ સુધી પહોચવામાં અવરોધ ઊભો થાય અને તે કાનના પડદા અથવા હાડકા સુધીજ સીમિત રહે તો તેને કન્ડક્ટિવ ડેફનેસ એટલે કે ધ્વનિવાહકતાની ખામી પ્રકારની બહેરાશ કહે છે. અને જો તે સાંભળવાની નસમાં પહોચે અને તે નસમાં તકલીફ હોય તો તેને સંવેદના ચેતાતંત્રીય બહેરાશ (સેન્સરી ન્યૂરલ ડેફનેસ) કહેવામાં આવે છે.

બધિરતા
ખાસિયતOtolaryngology Edit this on Wikidata

સામાન્ય લક્ષણફેરફાર કરો

 • કામમાં વિચિત્ર અવાજ સંભળાવા
 • કાન ભારે લાગવા
 • કાનમાં દર્દ અનુભવવો (જો મોબાઇલ ફોન અતિ વાપરવામાં આવે તો આ બીમારી થઈ શકે છે[સંદર્ભ આપો])
 • ચક્કર આવવા
 • બહેરાશને લીધે માનસિક તકલીફ

કન્ડક્ટિવ બહેરાશના કારણોફેરફાર કરો

 • કાનમાં મેલ અથવા ફુગ
 • કાનમાંથી પ્રવાહી નીકળવું, જેને લીધે કાનનો પડદો ફાટી જાય છે.
 • ઓટોસ્ક્રોસિસ - આ લક્ષણમાં કાનનું જે અત્યંત નાનું હાડકું કે જેને સ્ટેપીજ કહેવામાં આવે છે તે વધું નાનું થઈ જાય છે અને તેના લીધે ધ્વનિનાં કંપનો આંતરિક કાન સુધી નથી પહોચતા. આવી સ્થિતિ યુવાનોમાં પણ જોવા મળી શકે છે.
 • કાન પર જોરથી ઝાપટ પડવી અથવા ત્યાં ઇજા થવી અથવા અત્યંત જોરથી ધડાકો થવો આવા દરેક કારણોને લીધે કાનમાંથી લોહી નીકળી શકે અથવા કાન સુન્ન થઈ જાય, તમ્મર ચડી જાય અથવા તો ચક્કર આવી શકે.

સંવેદન ચેતાતંત્રીય (સેન્સરી ન્યૂરલ) બહેરાશના કારણફેરફાર કરો

 • જન્મ સમયે બાળક જો સમયસર ન રડે તો લોહીમાં ઓક્સિજન ઘટે છે તેથી અથવાતો ગર્ભમાં જ જો કાન બરાબર વિકસ્યા ન હોય તો આવી બહેરાશ આવી શકે છે. આ સિવાય આનુવંશિક બહેરાશ પણ કારણભૂત હોઈ શકે.
 • ધ્વનિ પ્રદૂષણ
 • વૃદ્ધાવસ્થાને લિધે પણ આવી બહેરાશ આવી શકે.
 • ક્યારેક બહેરાશ એકદમથી આવી જાય છે. આવી સ્થિતિમાં તત્કાળ ઇલાજ માટે ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ હોય છે.

બાહ્ય કડીઓફેરફાર કરો

ઢાંચો:Diseases of the ear and mastoid process