બસંતી દેવી એક ભારતીય પર્યાવરણવાદી છે. તેઓ ઉત્તરાખંડમાં વૃક્ષોની જાળવણી ક્ષેત્રે કાર્ય કરે છે. તેમને ૨૦૧૬માં ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ પુરસ્કાર નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

બસંતી દેવી
૨૦૧૬માં પુરસ્કાર સાથે
જન્મની વિગત૧૯૬૦[૧]
ઉત્તરાખંડ[૧]
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણલક્ષ્મી આશ્રમ
વ્યવસાયપર્યાવરણવાદી
પ્રખ્યાત કાર્યવૃક્ષ બચાવના ક્ષેત્ર કાર્ય કરનારા અગ્રણી મહિલા

જીવન ફેરફાર કરો

તેમણે પોતાની કિશોરાવસ્થા કૌસાની [૧] નજીક લક્ષ્મી આશ્રમમાં વિતાવી હતી જે સરલાબહેન દ્વારા સ્થાપિત યુવતીઓ માટેનો એક ગાંધી આશ્રમ છે.[૨] બાર વર્ષની ઉંમરે લગ્ન કર્યા પછી તેઓ ખૂબ જ નાની ઉંમરે વિધવા બન્યા હોવાથી તેઓ ૧૯૮૦માં લક્ષ્મી આશ્રમ પહોંચ્યા.[૧] તેઓ લગ્ન પહેલા શાળાએ ગયા હતા પરંતુ તેઓ માત્ર વાંચી જ શકતા હતા. આશ્રમમાં તેઓ અભ્યાસ ચાલુ રાખી ૧૨મા ધોરણ સુધી પહોંચ્યા. ત્યાર બાદ તેમને ભણાવવામાં રસ પડ્યો. તેમાં વેતન નબળું હતું પણ તેમના પિતાએ તેની પરવાનગી આપી.[૧]

તેઓ પર્યાવરણવાદી બન્યા. તેઓ ઉત્તરાખંડમાં વૃક્ષોની જાળવણી ક્ષેત્રે કાર્ય કરે છે.[૩]

કોસી નદી ઉત્તરાખંડમાં એક મહત્વપૂર્ણ પ્રાકૃતિક સંપદા છે.[૧] આ નદી બિહારમાં મોટા પૂર માટે જવાબદાર છે જે હજારો હેક્ટર જમીન અને લાખો લોકોને અસર કરે છે.[૪] તેમણે એક લેખ વાંચ્યો હતો જેમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જો વૃક્ષોનું ઉચ્છેદન વર્તમાન દરે ચાલુ રહેશે તો એક દાયકામાં નદીનું અસ્તિત્વ બંધ થઈ જશે. તેઓ સ્થાનિક મહિલાઓ સાથે વાત કરવા ગયા અને તેમને સમજાવ્યું કે આ તેમનું જંગલ અને તેમની જમીન છે અને તેઓ તેમને પુછતા જ્યારે નદી સુકાઈ જશે ત્યારે તેઓ શું કરશે. આ વાત તેઓ લોકોને સમજાવવા લાગ્યા.[૧] તેમણે લોકો સાથે વાટાઘાટો શરૂ કરી. ગ્રામજનો અને લાકડાની કંપનીઓ નવા વૃક્ષો કાપવાનું બંધ કરશે તેવી સંમતિ હતી. ગામલોકો સંમત થયા કે તેઓ ફક્ત જૂના લાકડા જ બાળશે.[૧] દેવીએ સમુદાય જૂથોને સંગઠિત કર્યા [૩] અને ગ્રામજનોને સમજાયું કે તેમણે તેમની સંપત્તિનું સંરક્ષણ કરવાની જરૂર છે અને તેઓ જંગલની આગ સામે લડવા સ્વયંસેવક બનશે. તેમના કાર્યની અસરો ધીમી રહી છે, પરંતુ તેમણે નોંધ્યું છે કે ઉનાળામાં જે ઝરણા સુકાતા હતા તે હવે આખું વર્ષ ચાલે છે. તદુપરાંત, જંગલી ઓક, ર્‌હોડોડેન્ડ્રોન અને મરીકા એસ્ક્યુલેન્ટા જેવા વધુ પહોળા પાંદડાવાળા વૃક્ષો સાથે જંગલો વધુ વનસ્પતિ વિવિધતા દર્શાવે છે.[૧]

માર્ચ ૨૦૧૬માં તેમને નવી દિલ્હીમાં ભારતમાં મહિલાઓ માટેના સર્વોચ્ચ પુરસ્કાર નારી શક્તિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.[૫]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ "Basanti and the Kosi: How one woman revitalized a watershed in Uttarakhand". www.indiawaterportal.org. મેળવેલ 2020-07-07.
  2. "About the Ashram – Friends of Lakshmi Ashram" (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-07.
  3. ૩.૦ ૩.૧ "President Pranab Mukherjee presented 2015 Nari Shakti awards". Jagranjosh.com. 2016-03-09. મેળવેલ 2020-07-07.
  4. "Flood devastation in Bihar state" (અંગ્રેજીમાં). 2008-08-25. મેળવેલ 2020-07-07.
  5. Dhawan, Himanshi. "Nari Shakti awards for women achievers | Delhi News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-06.