બહારવટીયો ‍(અંગ્રેજી: outlaw) એટલે કોઈ પણ રજવાડાંનો સામાન્ય માનવી અથવા રાજની સાથે સંકળાયેલ કોઈ પણ પસાયતો, અમલદાર, ગરાસિયો કે સામાન્ય માણસ. એને જ્યારે સામસામે વાંધો પડે અને તેમાંથી તે નિયમ કે પ્રતિજ્ઞા કરી, રાજના કાયદાની અવગણના કરે. રાજસત્તાની સામે પોતાની વાત વાજબી છે તેવું ઠરાવવા, પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા ઘરબાર છોડી, પોતાનાં વિશ્વાસુ સાગરિતો સાથે બહારની વાટ પકડે તે બહારવટીયો. પોતે રાજની સામે વેર વાળવા અન્યાય ના અંત સુધી અથવા પોતાના અંત મૃત્યુ સુધી સફળ કે નિષ્ફળ પ્રયાસ કરે તે બહારવટીયો.

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

રજવાડાંનો સમય હતો. નાના મોટા રાજાઓ અલગ અલગ વિસ્તારમાં પ્રજા પર રાજ કરતા હતા. એ રાજાઓ દેશમાં હોય કે વિદેશમાં હોય અથવા કોઈ પણ ભૂમિ પર. તેની પાસે પોતાના રાજ સૈનિકો હોય, પોતાનાં વહીવટદાર કે કારભારી વગેરે હોય. તેમાંથી કે ગરાસદારને અથવા તો સામાન્ય માણસને જ્યારે નીતિગત વિખવાદ થાય ત્યારે તે માણસ પોતાની જેવા અન્યાય સહનકર્તા ને ભેગા કરે. અને હથિયાર ભેગા કરી જેતે રજવાડાંની સામે રાજના કાયદાની અવગણના કરી, આતંક મચાવવા નીકળી પડે છે. તેમાં કોઈ ખેડૂત હોય, કોઈ ગરાસિયો કાઠી હોય, અથવા કોઈ માથાફરેલ માણસ પણ હોય. જેઓ કાંતો પોતાનો ગામ ગરાસ બચાવવા, કે કોઈ પોતાની જમીનનો ટુકડો બચાવવા મરણિયો થાય.

રાજની સામે મનદુઃખ થયેલા બહારવટીયાનો ધ્યેય માત્ર યેનકેન પ્રકારે પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મળે એટલાં માટે ક્યારેક ક્યારેક સામાન્ય પ્રજાને પરેશાન કરતો હોય છે. પરંતુ વધારે તો એ શેઠ શાહુકારને દમતો હોય છે. રાજના સિપાહીઓને, રાજના અન્ય અમલદારોને પીડા આપવાનું, લૂંટફાટ કરવાની, ઘણીવાર તો જાસા ચીઠ્ઠી (ધમકી આપતો પત્ર) થી દમવાનો- માનસિક રીતે અસ્વસ્થ કરવાનો ધ્યેય વધારે હોય છે. રાજના માલસામાનની લૂંટફાટ કરવાની, હથિયારો લૂંટી લેવા, રાજનો ખજાનો લૂંટી લેવો વગેરે જેવા પરાક્રમો કરી રાજાને માનસિક પીડા આપીને ધ્યાન દોરવાના પ્રયાસ કરતાં હોય છે. આ સિવાય બહારવટીયાનો કોઈ ખરાબ હેતુ હોતો નથી એવું બહારવટીયાના મળતા ઈતિહાસ પરથી જાણવા મળે છે.

બહારવટે ચડેલા માણસના તથા તેના સાગરીતોને માટે કેટલાક મહત્ત્વના અલિખિત નિયમો હતાં. અને તે સ્વયંભૂ રીતે અને પોતાની માન્યતા પ્રમાણે કે પોતાના ધર્મ પ્રમાણે હોય છે.

અત્યાર સુધીના થયેલા બહારવટીયાના જીવનમાં ડોકિયું કરતાં તેઓ કેટલાક નિયમો પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી પાળે છે. તેવું દેખાય છે. તેમાં "સ્ત્રી જાતિનું સંપૂર્ણ સન્માન", "દયા દાન", "દેહ દમન" એટલે કે પોતાના શરીરને આપવામાં આવતું કષ્ટ. વગેરે જેવા મહત્વના નીતિ વિષયક નિયમો પાળતા હોય છે. અને એ નિમય પાળવાથી જ પોતે રાજની સામે વેર વાળવા ઘણા લાંબા સમય સુધી ટકી શકે છે એવી એની માન્યતા રહેલી હતી. ઘણી વખત મુખ્ય બહારવટીયાથી કોઈ પણ ગરીબ લોકો સાથે અન્યાય પૂર્વક વ્યવહાર થયો હોય કે કોઈ પણ ની બહેન દીકરી પ્રત્યે ગેરવર્તણૂક થઈ હોય, અથવા પોતાના જ સાગરીતે ભૂલ કરી હોય ત્યારે તે પોતાને કે પોતાના વફાદાર સાગરિત ને સજા કરતાં અથવા મૃત્યુદંડ દેવામાં અચકાતા ન હતા.

પ્રસિદ્ધ બહારવટીયા

ફેરફાર કરો
 
લોકકથાઓમાં જાણીતા અંગ્રેજી બહારવટિયા રોબિન હુડની મૂર્તિ
  1. "Kadu Makrani: A National Hero". Baluch Sarmachar (અંગ્રેજીમાં). ૧૦ સપ્ટેમ્બર ૨૦૦૯. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો