બારમેર જિલ્લો
બાડમેર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનો એક જિલ્લો છે. બાડમેર જિલ્લાનું મુખ્યાલય બાડમેર શહેર ખાતે આવેલું છે.
નામ
ફેરફાર કરોબાડમેર નામ અહીંના તત્કાલીન શાસક બાહડ રાવ (પંવર)ના નામ પરથી પડ્યું છે. એવું માનવામાં આવે છે કે પ્રસિદ્ધ શાસક બાહડ રાવ પરમાર (પંવર) એ ઇસુની તેરમી સદીના સમયમાં બાડમેર શહેરની સ્થાપના કરી હતી. ત્યારથી એ શહેર બાડમેરના નામથી ઓળખાય છે અને શહેરના નામ પરથી જિલ્લાનું નામ બાડમેર જિલ્લો પડ્યું છે. 'બાહડમેર' શબ્દ અહીંના એક પહાડી કિલ્લા સાથે પણ જોડાયેલો છે.
ભૂગોળ
ફેરફાર કરોબાડમેર જિલ્લો રાજસ્થાનના પશ્વિમ ભાગમાં સ્થિત છે. આ જિલ્લાની ઉત્તરે જેસલમેર જિલ્લો, પૂર્વ દિશામાં પાલી જિલ્લો અને જોધપુર જિલ્લો તથા પશ્ચિમ તરફ પાકિસ્તાનની સરહદ આવેલી છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૨૮૩૮૭ વર્ગ કિ.મી. છે. આ જિલ્લો ઉત્તરી અક્ષાંશ 24,58’ થી 26, 32’ પૂર્વ અને રેખાંશ 70, 05’ થી 72, 52’ પર સ્થિત છે.