બાલુચરી સાડી અથવા બાલુચડી સાડી પશ્ચિમ બંગાળના વિષ્ણુણુપુર અને મુર્શિદાબાદમાં બને છે. ઈ.સ. ૧૯૬૫માં બનારસમાં પણ બાલુચરી સાડીનું ઉત્પાદન થવા લાગ્યું. બાલુચડી સાડીની વિશેષતા તેનો પાલવ છે, જેમાં પૌરાણીક કથાઓની ભાત પાડવામાં આવે છે. મોટે ભાગે બે જણા ભેગા મળીને એક સાડી બનાવતા હોય છે અને તેને બનાવવામાં એક અઠવાડીયા જેટલો કે તેથી વધુ સમય લાગે છે[૧][૨].

ઇતિહાસફેરફાર કરો

 
બાલુચરી સાડી

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાનાં બાલુચર ગામમાં બનતી બાલુચરી સાડીએ વિતેલા બે દાયકામાં ઘણો સમય પસાર કર્યો છે. ૧૮મી સદીમાં નવાબ મુર્શિદ અલી ખાન બાલુચરી સાડીની કલાને મુર્શિદાબાદ લઇ આવ્યા હતા. તેમણે આ કલાને ઘણુ પ્રોત્સહન આપ્યું હતું. ગંગા નદીમાં પૂર આવતાં બાલુચર ગામ ડુબી જવાને કારણે આ કલા બાન્કુરા જિલ્લાનાં વિષ્ણુપુરમાં પહોંચી. પહેલા વિષ્ણુપુરમાં નલ રાજાઓનું રાજ હતું, તે સમય દરમ્યાન આ કલા ખુબ સમૃદ્ધ થઈ[૩].

સંદર્ભફેરફાર કરો

  1. BALASUBRAMANIAM, CHITRA (૧૪ જાન્યુઆરી ૨૦૧૨). "Recreating the age-old Baluchari magic". The Hindu. ૨૦ જુલાઇ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. Mookerji, Madhumita. "Baluchari silk loses its sheen to Benarasi". DNA. ૨૦ જુલાઇ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  3. "Traditional trousseau". The Hindu. ૨૦ જુલાઇ ૨૦૧૨ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)