બાવા પ્યારા ગુફાઓ

ગુજરાતમાં ગુફાઓ, ભારત

બાવા પ્યારા ગુફાઓ અથવા બાબા પ્યારેની ગુફાઓ એક પ્રાચીન માનવસર્જિત ગુફાઓ છે. આ ગુફાઓ ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢના પૂર્વ ભાગમાં સ્થિત જુનાગઢ બૌદ્ધ ગુફા જૂથનો એક ભાગ છે. બાવા પ્યારા ગુફાઓમાં બૌદ્ધ અને જૈન બંને ધર્મોની કળા કારીગિરી જોવા મળે છે.

બાવા પ્યારા ગુફાઓ
બાવા પ્યારા ગુફાઓ
Map showing the location of બાવા પ્યારા ગુફાઓ
Map showing the location of બાવા પ્યારા ગુફાઓ
Map showing the location of બાવા પ્યારા ગુફાઓ
Map showing the location of બાવા પ્યારા ગુફાઓ
અક્ષાંશ-રેખાંશ21°31′12″N 70°28′12″E / 21.519878°N 70.470133°E / 21.519878; 70.470133Coordinates: 21°31′12″N 70°28′12″E / 21.519878°N 70.470133°E / 21.519878; 70.470133
બાવા પ્યારા ગુફાઓની યોજના

ગુફાઓ ફેરફાર કરો

આ ગુફાઓ ત્રણ હરોળમાં ગોઠવાયેલી છે; ઉત્તર તરફની દક્ષિણમુખી પ્રથમ હરોળ, પ્રથમ હરોળની પૂર્વ છેડેથી દક્ષિણ દિશા તરફ ફેલાયલી બીજી હરોળ અને ત્રીજી હરોળ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં દિશામાં બીજી હરોળની પાછળ આવેલી છે. બીજી હરોળમાં આદિ કાળના સપાટ-છતવાળી ચૈત્ય ગુફા છે જેની બંને બાજુ સરળ ગોખલા છે તેની ઉત્તર અને પૂર્વમાં વધારાના ગોખલા છે. [૧]

બાવા પ્યારા ગુફાઓની મુલાકાત એક અંગ્રેજ પુરાતત્ત્વવિદ અને ધ ઇન્ડિયન એન્ટિક્વટીના સ્થાપક જેમ્સ બર્ગેસ દ્વારા લેવામાં આવી હતી. તેમણે નિષ્કર્ષ કાઢ્યો કે આ ગુફાઓ બૌદ્ધ અને જૈન ધર્મ બંને સાથે જોડાયેલી છે. બર્ગેસના જણાવ્યા મુજબ આ ગુફાઓ શરૂઆતમાં બૌદ્ધો ભીખુઓ માટે બનાવવામાં આવી હતી અને પછીના સમયગાળામાં જૈન તપસ્વીઓ દ્વારા કબજે કરવામાં આવી હતી. તે પ્રાચીન ગુફાઓની ઉંમર વિશે ચોક્કસ માહિતી નથી. બાવા પ્યારા ગુફામાં એક ટુકડો ધરાવતો શિલાલેખ મળી આવ્યો જે તેના જૈન ધર્મ સાથેના જોડાણની પુષ્ટિ આપે છે, કારણ કે તે શિલાલેખમાં જૈનો દ્વારા ખાસ ઉપયોગમાં લેવાતો એક શબ્દ વર્ણવવામાં આવ્યો છે. તે અક્ષરો આ પ્રમાણે છે: - "केवलज्ञान संप्राप्तानां जीतजरामरणानां" [૧] [૨] [૩] કેવલજ્ઞાન શબ્દનો ઉપયોગ ફક્ત જૈનો દ્વારા કરવામાં આવતો હતો. વિદ્વાન એચ. ડી. સાંકળીયા આ ગુફાઓને જૈન ગુફાઓ જણાવે છે કારણ કે જૈન ધર્મના વિશિષ્ટ પ્રતીકો, અહીં દરવાજાની ફ્રેમ ઉપર દર્શાવવામાં આવ્યા છે. સાંકળીયાએ લગભગ અગિયાર શુભ પ્રતીકો, "નંધ્યાવર્ત", " સ્વસ્તિક ", "દર્પણ", "ભદ્રાસન", "મીન યુગલ" અને "પૂર્ણ ઘટ" નોંધ્યા છે. કંકાલી ટીલા, મથુરાના આયગપટ્ટા પર પણ આવા પ્રતીકો જોવા મળ્યાં હતાં. બાવા પ્યારા ગુફાઓની બીજી ગુફામાં પણ આવા પાંચ જેટલા પ્રતીકો જોવા મળે છે. આ પ્રતીકો ખરાબ સ્થિતિમાં છે અને નોંધાયેલ નથી, તેમ છતાં તેઓ દર્પણ, મીન યુગલ, પૂર્ણ ઘટ, મીન યુગલ, દરપન તરીકે ઓળખાયા છે. દક્ષિણ છેડે બીજી હરોળમાંની ગુફાઓમાંથી એકના નાના પ્રવેશદ્વાર પર વ્યલાના આકૃતિઓનું નિરૂપણ કરતા બે પ્રતીકો છે. બર્ગેસ અને સાંકલિયા તેમની નોંધ કરવામાં નિષ્ફળ ગયા. મધુસૂદન ઢાંકીના જણાવ્યા મુજબ, વ્યાલા આકૃતિના આધારે બાવા પ્યારા ગુફાઓ બીજી કે ત્રીજી સદીની છે એમ કહી શકાય. [૪] સાંકાળીયાએ દાવો કર્યો હતો કે ચૈત્યગૃહ ધરાવતી ગુફાઓ ઓછામાં ઓછી ઈસ્વીસને બીજી સદી પૂર્વેની હોવી જોઈએ, અને ચિત્રોની કોતરણીવાળી ગુફાઓ ઈસ્વીસને બીજી કે ત્રીજી સદીની હોવી જોઈએ. [૧]

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Hasmukh Dhirajlal Sankalia (1941). The Archaeology of Gujarat: Including Kathiawar. Natwarlal & Company. પૃષ્ઠ 47–49.[હંમેશ માટે મૃત કડી]
  2. Aspects of Jaina art and architecture, Umakant Premanand Shah, Madhusudan A. Dhaky Gujarat State Committee for the Celebration of 2500th Anniversary of Bhagavān Mahāvīra Nirvāna : distributors, L.D. Institute of Indology, 1975, page no. 75
  3. Journal of the Oriental Institute, Volume 49, page no. 83
  4. Aspects of Jaina art and architecture, Umakant Premanand Shah, Madhusudan A. Dhaky Gujarat State Committee for the Celebration of 2500th Anniversary of Bhagavān Mahāvīra Nirvāna : distributors, L.D. Institute of Indology, 1975, page no. 77–78

બાહ્ય કડીઓ ફેરફાર કરો