બિટ્ટા સૌર ઊર્જા એકમ
બિટ્ટા સૌર ઊર્જા એકમ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના બિટ્ટા ગામ ખાતે આવેલ ૪૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ છે. અદાણી પાવર દ્વારા જાન્યુઆરી ૨૦૧૨માં તેની શરૂઆત કરવામાં આવી હતી. તે ભારતનો સૌથી મોટો ફોટોવોલ્ટેઇક પાવર પ્લાન્ટ છે.
વિશિષ્ટતાઓ
ફેરફાર કરોઆ સૌર ઉર્જા એકમ ૩૫૦ એકર (૧૪૧.૬ હેક્ટર) જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. આ એકમ ખાતે ૪૦૦,૦૦૦ પેનલ બિછાવવામાં આવેલ છે, જે એમોરફોસ સિલિકોનની પાતળી ફિલ્મ ફોટોવોલ્ટેઇક ટેકનોલોજી વડે બનેલ છે. દરેક પેનલ ૧૦૦ અથવા ૯૫ Wpનો દર ધરાવે છે.[૧] આ એકમનો ખર્ચ આશરે રૂ. ૪૦૦ કરોડ છે.[૨]
શરૂઆત
ફેરફાર કરોઆ પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવી હતી પર પાંચમી જાન્યુઆરી ૨૦૧૨ના દિને અને આ કાર્ય ૧૫૦ દિવસમાં પૂર્ણ થયું હતું. અદાણી પાવર આ એકમને વિસ્તૃત કરી ભવિષ્યમાં ૧૦૦ મેગાવોટ ક્ષમતા સુધી લઈ જવા આશા રાખે છે.[૩]
ઉત્પાદન
ફેરફાર કરોમહિનો | MWh | kWh/kW/દિવસ[૪] |
---|---|---|
ડિસેમ્બર | ૧,૨૯૫.૦૨૮ | |
૨૦૧૧ | ૧૨૯૫.૦૨૮ | |
જાન્યુઆરી | ૪૬૦૭.૬૪૦ | |
ફેબ્રુઆરી | ૫૬૮૭.૩૮૮ | ૫.૦૭૮ |
માર્ચ | ૬૬૫૭.૧૦૨ | ૫.૩૬૯ |
એપ્રિલ | ૬૬૦૫.૪૬૦ | ૫.૫૦૫ |
૨૦૧૨ | ૨૩૫૫૭.૫૯ | |
કુલ | ૨૪૮૫૨.૬૧૮ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ PDD
- ↑ "Adani commissions Rs 400 cr 40 mw solar unit in Gujarat". મૂળ માંથી 2012-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-14.
- ↑ "Adani Group commissions country's largest solar project". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-14.
- ↑ "Energy Account" સંગ્રહિત ૨૦૧૨-૦૬-૦૮ ના રોજ વેબેક મશિન, sldcguj.com.