બીસી બેલા ભાત કે બીસી બેલે ભાત (કન્નડ - ಬಿಸಿ ಬೇಳೆ ಭಾತ್) એ એક ચોખા આધારિત કર્ણાટકની વાનગી છે. બીસી બેલા ભાત નું ભાષાંતર મસાલેદાર-તુવેરની દાળ-ભાત થાય છે. આને બીસી બેલા હુલિયાના પણ કહે છે. આ વાનગી બનાવવાની પારંપારિક પદ્ધતિ બહુ લાંબી છે. તેમાં ઘણાં મસાલા વપરાય છે, જેમકે તુવેર દાળ, શાકભાજીઓ. મસાલા જેમ કે જાયફળ અને હિંગ, લીમડો અને આમલી નો ઘોળ આ બધાને લેધે આ વાનગીને એક જુદો સ્વાદ મળે છે. આને ગરમા ગરમ પીરસાય છે અને આની સાથે સલાડ, પાપડ કે બટેટાની ચીપ્સ. ઉડીપી પ્રકાના હોટલમાં આ પદાર્થ મોટેભાગે પીરસાય છે. બેસી બેલા ભાત તૈયાર કરવાનો મસાલો ભારતના કરિયાણાને દુકાનો માં મળી આવે છે. બીસી બેલે ભાતના રાંધવા માટે તૈયાર પેકેટ પણ મળી આવે છે. બેંગલોરમાં આવેલ મવાલ્લી ટીફીન રૂમ આ વાનગી માટે પ્રખ્યાત છે.

બીસી બેલા ભાત

સામગ્રી

ફેરફાર કરો
  • તુવેર દાળ - ૧/૨ કપ
  • ચોખા - ૧ કપ
  • દૂધી - ૨૦૦ ગ્રામ
  • લીલા વટાણા - ૫૦ ગ્રામ
  • ગાજર - ૧૦૦ ગ્રામ
  • ફણસી - ૧૦૦ ગ્રામ
  • શિમલા મરચાં - ૧૦૦ ગ્રામ
  • આમલી - લીંગુ ના આકરનો ગોળો
  • રાઈ - ૨ ચમચી
  • કાજુ - ૨૦ ગ્રામ

મસાલા માટે

ફેરફાર કરો
  • ચણા દાળ - ૧ મોટો ચમચો
  • અડદ દાળ- ૧ મોટો ચમચો
  • હિંગ - ૧/૨ મોટો ચમચી
  • મેથી ના દાણા - ૧ મોટો ચમચો
  • ધાણા - ૩ મોટા ચમચા
  • સૂકુ કોપરું - ૧ મોટું
  • સૂકી લાલ મરચી - ૧૫ (સ્વાદ અનુસાર)
  • ખસ ખસ - ૧ ૧/૨ ચમચી
  • લવીંગ - ૪
  • એલચી - ૪
  • તજ - ૧ ઈંચના ત્રણ ટુકડા
  • લીમડો - થોડાં પાન
  • કોથમીર - થોડી
  • તેલ - શેકવા અને વધાર માટે
  • મીઠું - સ્વાદ અનુસાર
  1. એક પેણી ગરમ કરી તેમાં ચણાની અને અડદની દાળને કોરી શેકી લો તેમાં તોડું તેલ લઈ ગરમ કરો. તેમાં લાલ મરચી, મેથી, ધાણા અને ખમણેલુ નારિયેળ સાંતળો જ્યાં સુધી મેથી સોનેરી બદામે રંગની ના થાય
  2. થોડું તેલ લો ખસ ખસ , લવીંગ, એલચી અને તજ તેમાં ઉમેરો અને શેકો. તેનો પાવડર કરી બાજુ એ રાખો.
  3. થોડાં પાણીમાં આમલી પલાળી તેનો રસ કાઢી તૈયાર રાખો.
  4. શાકના ૨.૫ ઈંચ લાંબા ટુકડા કરો
  5. ચોખા અને દાળ ધોઈ નાખો. તેને બે જુદા પાત્રમાં મૂકો, તેમાં ચપતી હળદર ઉમેરો, કાપેલા શાક ભાજે તેમાં ઉમેરો અને બે સી જેટલા બાફો.
  6. ૧૫ મિનિટ પછી ઢાકણ ખોલી તેમાં વધુ પાણી ઉમેરો અને ઉકળવા મૂકો અને તેમાં સ્વાદ અનુસાર આમલીનો ઘોળ અને મીઠું ઉમેરો. અને બરાબર મિશ્ર કરો.
  7. થોડુમ્ ઘી ગરમ કરો તેમાં કાજુ સોનેરી રંગના તળી લો. તેમામ્ ચોખા અને અન્ય પાવડર ઉમેરો.
  8. અન્ય બધાં તૈયાર કરેલ પદાર્થ તેમાં ભેળવી૫-૭ મિનિટ ગરમ કરો.
  9. થોડું તેલ ગરમ કરો , લાલ આખા મરચા,રાઈ, હિંગ, લીમડાનો તેમાં વઘાર કરો.
  10. તેને ભાતમાં ઉમેરો અને ભાવે તો ઘી ઉમેરી પીરસો.