બેગુની
બેગુની એટલે વેંગણના ભજીયાં. આ એક બંગાળી વાનગી છે. વેંગણના લંબગોળ પતીકાને બેસન , મીઠું અને હળદર નાખેલ ખીરામાં બોળીને તળીને આ વાનગી બને છે. આના જેવીજ ઓબરગાઈન ફ્રીટર્સ નામની વાનગી યુરોપમાં પ્રસિદ્ધ છે.
બંગાળમાં સામાન્ય રીતે આને મમરા સાથે ખવાય છે. બંગાલના શહેરોમાં આ એક લોક પ્રિય શેરીનું ખાણું છે. બંગાળી ઘરોમાં આને સાંજના નાસ્તા તરીકે ખવાય છે. બાંગ્લાદેશની રમજાન માસની ઈફ્તાર પાર્ટીઓની આ એક અતિસામાન્ય વાનગી છે.
બેગુની બંગાળના વરસાદી પારંપારિક ખોરાકની એક અતિ આવશ્યક વાનગી છે. જ્યારે આને ચોખા અને દાળમાંથી બનતી ખીચુરી(ખીચડી) સાથે ખવાય છે.
કૃતિ
ફેરફાર કરો- વેંગણના લંબગોળ પતિકા કાપો.
- ચણાનો લોટ, મીઠું, હળદર, સોડા બાય કાર્બ ઉમેરી ખીરું તૈયાર કરો. (ગમે તો ખીરામાં રાઈના દાણા ઉમેરો.)
- આ ખીરાંમાં વેંગણનાં પતિકાં બોળીને રાઈના તેલમાં તળી લો.