ભમરડો

એક પ્રકારનું રમકડું

ભમરડો (અંગ્રેજી: top‌) બાળકોને રમવા માટેનું એક પ્રકારનું રમકડું છે.

વિવિધ પ્રકારનાં ભમરડાં
મેક્સવેલનો રંગીન ભમરડો (૧૮૯૫) અને પોપ્યુલર સાયન્સ મંથલી (૧૮૭૭)માંથી ભમરડો

રચના ફેરફાર કરો

ભમરડામાં ભમરડો અને દોરી એમ બે મુખ્ય વસ્તુઓ છે. લાકડાનો ભમરડો નીચેના ભાગમાં અણીવાળો હોય છે. ભમરડા પર યોગ્ય રીતે દોરી વિંટાળી, ચોક્કસ રીતે પકડીને ફેકવાથી ભમરડો જમીન પર પડી અણીવાળી ધરી પર ગોળ ફરવા માંડે છે અને દોરી ફેંકનારના હાથમાં જ રહે છે. કેન્દ્રત્યાગી બળના આધારે સંતુલન જાળવતો ભમરડો બળ ઓછું થાય ત્યાં સુધી ફરતો રહે છે.

વર્તમાન સમયમાં આધુનિક સ્પ્રિંગો અને વિવિધ ચક્રોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ ભમરડાથી બાળકો રમે છે. દોરી વડે ફેરવાતા ભમરડાની ચોક્કસ રીતથી હાલનાં બાળકો મોટેભાગે અજાણ હોય છે.