ભરતનાટ્યમ અથવા ભારતનાટ્યમ (તમિળ: பரதநாட்டியம்) એ તામિળનાડુ ક્ષેત્રમાં ઉદ્ગ્મ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલિ છે.[૧][૨][૩][૪][૫], . ભારતનાટ્યમ સાથે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે. આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદંબરમના મંદિરના શિલ્પો પરથી મળે છે.

નટરાજની ઓળખ સમી મુદ્રાને પ્રદર્શિત કરતી એક નૃત્યાંગના

નામ વ્યૂત્પતિ

ફેરફાર કરો

ભરત નાટ્યમ એ શબ્દ ભાવ , રાગ, તાલ અને નાટ્ય (શાસ્ત્રીય સંગીત નાટિકા) પરથી ઉઅતરી આવ્યો છે. આજે, તે સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ પ્રસ્તુત થતી નૃત્ય શૈલિ છે અને સમગ્ર વિશ્વમાં ઘણા નર્તકો તેને કરે છે.[૬][૭] એનસાયક્લોપેડીયા બ્રિટાનીકા એ ભરત નાટ્યમને ભારતના નૃત્યનું સંસ્કૃત વર્ણન કહે છે. [૨]

પારંપારિક મૂળ

ફેરફાર કરો

પ્રચીન સમયમાં આને મંદિરોમાં દેવદાસીઓ દ્વારા "દાસીત્તમ" તરીકે પ્રસ્તુત કરાતો. ઘંણા હિંદુ મંદિરો પર કોતરેલા શિલ્પો ભરતનાટ્યમની મુદ્રાઓ પ્રદર્શિત કરે છે. એમ પણ મનાય છે કે આ નૃત્ય એ અપ્સ્રા પ્સરાઓ દ્વારા સ્વર્ગમાં કરાતા દૈવી નૃત્યનું પૃથ્વીય સંસ્કરણ છે. હિંદુ મંદિર પરંપરામાં મંદિરના દેવને એક રાજસી મહેમાન ની રીતે જોવાય છે અને તેમના આનંદ પ્રમોદ અને આરામ માટે તેમને ૧૬ પ્રકારની સેવાઓ અર્પણ કરાય છે તેમાંની જ એક એટલે સંગીત અને નૃત્ય. આ અર્થે પ્રાચીન સમયમાં રાજાઓની જેમ જ મંદિરો પણ પ્રશિક્ષિત નર્તકો અને સંગીતકારોને પોષતા.

કળી યુગમાં, મોટા ભાગની દરેક ભારતીય પારંપારિક કળાનું કેંદ્ર બિંદુ “ભક્તિ” રહી અને તેની અસર હેઠળ ભરતનાટ્યમ અને કર્ણાટક સંગીત બંને નો વિકાસ ભક્તિના વિષય ની આસપાસ થયો. એમ કહેવાય છે કે ભારતનાટ્યમ એ સંગીતનું મૂર્ત સ્વરૂપ છે, એક ઉત્સવ છે અને ભક્તિ ર્દશાવવાનું એક માધ્યમ છે. સઁગીત અને નૃત્ય એક અવિભાગનીય સ્વરૂપો છે; સંગીતમ્ (સંગીત) વડે જ નૃત્યની ની સંકપના થઈ શકે.

ભરતનાટ્યમના ત્રણ મુખ્ય અંગો છે: નૃત્ત (તાલ બદ્ધ નૃત્યની ચાલ), નાટ્ય (નાટક કે કથાનો અંગ), અને નૃત્ય (નૃત્ત અને નાટ્યનો સંગમ).

તામિલ ક્ષેત્રમાઁ ખાસ કરીને તાંજાવુર (તાંજોર) હમેંશા શિક્ષણ અને સંસ્કૃતિનું કેંદ્ર રહ્યું છે. મરાઠી રાજા સરાબોજી(૧૭૯૮-૧૮૨૪)ના દરબારના પ્રખ્યાત ચતુષ્ક ચિન્નૈય્યા, પોનૈય્યા, સિવાનંદમ અને વડીવેલુએ સંગીત અને ભરતનાટ્યમને વધુ સમૃદ્ધ બનાવ્યાં અને ભર્તનાટ્યમ શાસ્ત્રને પુનરુથ્થાન કરી તેને તેના આજના સ્વરૂપમાં લઈ આવ્યાં જેમાં તેમણે અપારિપુ, જાતિ-સ્વરમ, વર્ણમ્, સદાનમ્, પદમ્, તિલ્લના જેવા સ્વરૂપો ઉમેર્યાં. આ ચાર ભાઈઓના વારસદારો તાંજાવુરના નટ્ટુવાનર કે નૃત્ય શિક્ષકોના મૂળ જૂથના સભ્યો હતા. મૂળત્ એમણે એક પંથ સ્થાપ્યો અને તેમાં મોટાભાગના લોકો શૈવ અબ્રાહ્મણ હતાં.

એમ પણ મનાય છે કે ભરતનાટ્યમ મૂળતો પ્રાચીન મંદિર નૃત્ય કાથીરનું સુધારીત સ્વરૂપ છે.

આવશ્યક પરિકલ્પના

ફેરફાર કરો

ભર્તનાટ્યમ ને અગ્નિ નૃત્ય ગણવામાં આવે છેૢ જે માનવ શરીરના ગૂઠ આધ્યાત્મીક તત્વ પ્રદીપ્ત અગ્નિનું રૂપ છે. આ નૃત્યની પાંચ મુખ્ય પ્રકારોમાંની એક છે જેમાં ઓડીસી (પાણીનું તત્વ), મોહીનીઅટ્ટમ (હવા તત્વ), કુચીપુડી (પૃથ્વી તત્વ) અને કથકલી (આકાશ તત્વ). એક પ્રમાણભૂત ભરતનાટ્યમ નર્તકની ચાલ અને ભાવ ભંગિમા ડોલતી જ્વાળા સમાન હોય છે. અમુક રૂઢી ચુસ્ત ઘરાના સિવાય અર્વાચીન ભરતનાટ્યમ એ ભાગ્યેજ નાટ્ય યોગ ('નૃત્ય યોગ ' તરીકે પ્રચલિત), એક પવિત્ર આધ્યાત્મીક પરંપરા,તરીકે અભ્યાસ કરે છે.

મૂળત: ભરતનાટ્યમ એ એક નર્તક નૃત્ય હોય છે, જેના બે આયામ હોય છે, લસ્ય, જેમાં સ્ત્રી સહજ લાલિત્ય પૂર્ણ રેખાઓ અને ચાલ હોય છે, અને તાંડવ આનંદ તાંડવમ્ (તમિલ) (શિવનું નૃત્ય), મરદાના આયામ, છે જે ચીનના યીન અને યાંગ ની સમાન હોય છે. એમ પણ મનાય છે કે ભરતનાટ્યમ એ શાશ્વત વિશ્વના અસ્તિત્વને ભૌતિક શરીરના શૃંગાર કરીને ઉજવવાની પ્રાચીન વિચરધારાના પ્રતીક સમો નૃત્ય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. International Tamil Language Foundation (2000). The Handbook of Tamil Culture and Heritiage. Chicago: International Tamil Language Foundation. પૃષ્ઠ 1201.
  2. ૨.૦ ૨.૧ Britannica Online Encyclopedia (2010): bharata natyam. Retrieved September 28, 2010
  3. Samson, Leela (1987). Rhythm in Joy: Classical Indian Dance Traditions. New Delhi: Lustre Press Pvt. Ltd. પૃષ્ઠ 29. CS1 maint: discouraged parameter (link)
  4. Banerjee, Projesh (1983). Indian Ballet Dancing. New Jersey: Abhinav Publications. પૃષ્ઠ 43.
  5. Bowers, Faubion (1967). The Dance in India. New York: AMS Press, Inc. પૃષ્ઠ 13 & 15.
  6. O'Shea 2007, pp. 5
  7. Sehgal 1999, pp. 282
ભારતના શાસ્ત્રીય નૃત્યો
ઓડિસી નૃત્ય |કથક | કથકલી | કુચિપુડી નૃત્ય | ભરતનાટ્યમ | મણિપુરી નૃત્ય | મોહિનીયટ્ટમ | સત્રીયા નૃત્ય |