ભારતીય બંધારણ સભા

ભારતીય બંધારણની રચના માટે બનાવેલી સમિતિ

ભારતીય બંધારણ સભાભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક સમિતિ હતી જેને ‘બંધારણ સભા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંધારણ સભા ‘પ્રાંતીય સભા’ દ્વારા ચૂંટવામાં આવી હતી. ૧૯૪૭માં બ્રિટિશ સરકારથી ભારતની સ્વતંત્રતા બાદ તેના સભ્યોએ દેશની પ્રથમ સંસદ તરીકે સેવા આપી હતી.

ભારતીય સંવિધાનસભા
બંધારણ સભાની મહોર.
પ્રકાર
પ્રકાર
દ્વિસદન પદ્ધતિ
ઇતિહાસ
રચના9 December 1946 (1946-12-09)
વિખેરણ24 January 1950 (1950-01-24)
પૂર્વગામીરાજાશાહી વિધાન પરિષદ
અનુગામીભારતીય સંસદ
નેતૃત્વ
અસ્થાયી અધ્યક્ષ
પ્રારૂપ સમિતિના અધ્યક્ષ
સંરચના
બેઠકો૩૮૯ (ડિસે. ૧૯૪૬- જૂન ૧૯૪૭)
૨૯૬ (જૂન ૧૯૪૭-જાન્યુ. ૧૯૫૦)
રાજકીય સમૂહ
     કોંગ્રેસ: ૨૦૮ સીટ      મુસ્લિમ લીગ: ૭૩ સીટ      અન્ય: ૧૫ સીટ      દેશી રજવાડાં: ૯૩ સીટ
ચૂંટણીઓ
ચૂંટણી પદ્ધતિ
એકલ હસ્તાંતરણીય મત
બેઠક સ્થળ
બંધારણસભાનો પ્રથમ દિવસ (૯ ડિસેમ્બર, ૧૯૪૬) . જમણેથી: બી. જી. ખેર અને સરદાર વલ્લભભાઈ પટેલ; [કે.એમ મુનશી] પટેલની પાછળ બેઠા છે.
સંસદ ભવન, નવી દિલ્હી

ભારતમાં સામ્યવાદી ચળવળના પ્રણેતા અને કટ્ટર લોકશાહીના હિમાયતી એમ.એન.રોય દ્વારા ૧૯૩૪માં બંધારણ સભા માટેનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. ૧૯૩૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણ સભાના ગઠન માટે સત્તાવાર માંગ કરી હતી. આ સાથે જ ભારતીયોની ઈચ્છા વિરુદ્ધ લાદવામાં આવેલા ભારત સરકાર અધિનિયમ, ૧૯૩૫ને નકારી કાઢવામાં આવ્યો હતો. સી. રાજગોપાલાચારીએ પુખ્ત વયના મતાધિકારના આધારે ૧૫ નવેમ્બર, ૧૯૩૯ના રોજ બંધારણ સભાની માંગ વ્યક્ત કરી હતી, અને ઓગસ્ટ ૧૯૪૦માં બ્રિટિશરોએ તેનો સ્વીકાર કર્યો હતો.

૮ ઓગસ્ટ, ૧૯૪૦ના રોજ વાઇસરોય લોર્ડ લિનલિથગો દ્વારા ગવર્નર જનરલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વિસ્તરણ અને યુદ્ધ સલાહકાર પરિષદની સ્થાપના અંગે નિવેદન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખાતા આ પ્રસ્તાવમાં અલ્પસંખ્યકોના અભિપ્રાયોને સંપૂર્ણ વજન આપવું અને ભારતીયોને પોતાનું બંધારણ તૈયાર કરવાની મંજૂરી આપવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૪૬ની કેબિનેટ મિશન યોજના હેઠળ બંધારણ સભા માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. ૧૬ મે, ૧૯૪૬ના રોજ કેબિનેટ મિશન યોજના હેઠળ બંધારણ સભા દ્વારા ભારતનું બંધારણ તૈયાર કરવાનો અમલ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના સભ્યોને પ્રાંતીય વિધાનસભાઓ દ્વારા પ્રમાણસર પ્રતિનિધિત્વની સ્થાનાંતરિત મત પ્રણાલી દ્વારા ચૂંટવામાં આવ્યા હતા.

બંધારણ સભા

ફેરફાર કરો

બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં સંવિધાન સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી.[] સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ હતા પરંતુ સંવિધાનનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી.[]

કાયદા સંબંધિત સમિતિઓ

ફેરફાર કરો
  1. પ્રારૂપ સમિતિ: ૭ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. અન્ય સભ્યોમાં મો. સાદુલ્લા, કે.એમ. મુન્શી, એ.કે.એસ.ઐયર, બી.એલ.મિત્તરના રાજીનામાને સ્થાને એન. માધવરાવ, એન.ગોપાલાસ્વામી આયંગર તથા ડી.પી.ખેતાનના અવસાન બાદ ટી. ટી. ક્રિષ્નામાચારીનો સમાવેશ થાય છે.
  2. કેન્દ્ર શક્તિ સમિતિ: ૯ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
  3. રાજ્ય વાર્તા સમિતિ: અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
  4. મુખ્ય કમિશ્નરી પ્રાંતો સંબંધિત સમિતિ
  5. સર્વોચ્ચ ન્યાયાલય સંબંધિત સમિતિ
  6. સંઘ સંવિધાન સમિતિ: ૧૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
  7. મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ: ૫૪ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
  8. ક્ષેત્રીય સંવિધાન સમિતિ: ૨૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
  9. સંવિધાન પ્રારૂપ નિરિક્ષણ સમિતિ: અધ્યક્ષ એ.કે.એસ.ઐયર
  10. ભાષાકીય પ્રાંત સમિતિ
  11. રાષ્ટ્રધ્વજ સમિતિ: જે.બી.કૃપલાણી
  12. આર્થિક વિષયો સંબંધિત વિશેષજ્ઞ સમિતિ

પ્રક્રિયા સંબંધિત સમિતિઓ

ફેરફાર કરો
  1. સંચાલન સમિતિ: અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
  2. કાર્ય સંચાલન સમિતિ: ૩ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુન્શી હતા. અન્ય સભ્યોમાં ગોપાલાસ્વામી આયંગર અને વિશ્વનાથ દાસનો સમાવેશ થાય છે.
  3. હિંદી અનુવાદ સમિતિ
  4. સભા સમિતિ
  5. નાણાં તેમજ અધિકરણા સમિતિ
  6. ઉર્દૂ અનુવાદ સમિતિ
  7. કાર્ય આદેશ સમિતિ
  8. પ્રેસ દીર્ઘા સમિતિ
  9. ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આકલન સમિતિ
  10. ક્રેડેન્શીયલ સમિતિ
  11. ઝંડા સમિતિ: અધ્યક્ષ જે.બી.કૃપલાણી.

ચિત્ર ઝરૂખો

ફેરફાર કરો
  1. શુક્લ, દિનેશ (2000). "બંધારણ સભા". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૩ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૦૭–૩૦૮. OCLC 248968520.
  2. કશ્યપ, સુભાષ (૨૦૦૩). આપણું બંધારણ. શુક્લ, બિપીનચંદ્ર એમ વડે અનુવાદિત (પ્રથમ આવૃત્તિ). નવી દિલ્હી: નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા. પૃષ્ઠ ૩. ISBN 81-237-3941-9.