ભાવનગર નવા બંદર એ ભારતના પશ્ચિમભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં મુખ્ય મથક ભાવનગર શહેરથી ૧૫ કીલોમીટર દુર આવેલ બંદરનું નામ છે. ભાવનગર નવા બંદર એક બારમાસી બંદર છે[૧] જ્યાં નાના વહાણોને સીધા જ જેટી પર લાંગરવાની સગવડ છે. બંદરમાં ભરતીના પાણીને લોક-ગેટ નામની વ્યવસ્થાને ઉપયોગમાં લઇને ધક્કા પાસે દરીયાના પાણીની ઉંડાઇ સતત ચાર મીટર જાળવી રાખવાની સગવડ છે[૧].

ભાવનગર નવા બંદર
સ્થાન
દેશભારત
સ્થાનભાવનગર, ગુજરાત
વિગતો
ખૂલ્લું મૂકાયેલ1937
સંચાલકગુજરાત મેરી-ટાઇમ બોર્ડ
માલિકગુજરાત સરકાર
બંદરનો પ્રકારબારમાસી

ઇતિહાસ ફેરફાર કરો

કાળુભાર અને ઘેલો નદી પર બાંધવામાં આવેલા માટીયાળ પાળાઓ અને આડ-બંધોને કારણે ખાડીમાં ના વહેણને અસર થવાથી જુના બંદરના કાંપ વડે પુરાણ થવાની પ્રક્રિયા ઝડપી બની હતી. એથી ભાવનગર રજવાડાને નવું કાયમી બંદર ઉભું કરવાની જરૂરીયાત અનુભવાતા આ બંદરનું બાંધકામ જુલાઈ ૧૯૩૭માં ભાવનગર રજવાડાના પી.ડબલ્યુ.ડી. ખાતા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ [૨]. 1947 ના વરસ દરમ્યાન ભાવનગર બંદરને ભાવનગર રાજ્ય ભારતીય સંઘમાં ભળી જવાના કારણે નવરચિત સૌરાષ્ટ્ર રાજ્યના બંદર વિભાગ હસ્તક તબદીલ કરવામાં આવ્યું હતું [૨]. ૧૯૪૯માં સૌરાષ્ટ્ર રાજ્ય તરફથી આ બંદરનું કાંપને લીધે પુરાણ થઈ જતું હોવાની સમસ્યાના ઉપાય માટે સર બ્રુસ વ્હાઈટ, વોલ્ફ બેરી એન્ડ પાર્ટનર્સ નામની એન્જીનીયરીંગ સલાહકાર સંસ્થાનો સંપર્ક રકવામાં આવ્યો[૨]. ૧૯૫૨માં આ એન્જીનીયરીંગ સલાહકાર સંસ્થાએ વિગતવાર અભ્યાસ-પત્ર સાથે પોતાના સૂચનો સૌરાષ્ટ્ર રાજ્યને સોંપ્યા. જેના જવાબમાં ૧૯૫૫માં સૌરાષ્ટ્ર રાજ્ય તરફથી એમને વિગતવાર નક્શાઓ અને સ્પેશીફીકેશન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું[૨] અને પછી એના આધારે ટેન્ડર-પ્રક્રીયા શકરૂ કરવામાં આવી [૨]. લોક-ગેટ બનાવવાનું કામ જુલાઈ ૧૯૫૭માં શરૂ કરવામાં આવ્યું[૨] અને ઓગષ્ટ ૧૯૬૧માં ૯૬ લાખ રૂ. ના ખર્ચે લોક-ગેટ કાર્ય કરતો થઇ ગયો[૨].

બંદરની સંરચના ફેરફાર કરો

ભાવનગર નવા બંદર પર ૨૭૦ મીટર લાંબી અને ૧૨.૮ મીટર પહોળો કોંક્રીટનો બનેલો ધક્કો અસ્તિત્વમાં છે. લોક-ગેટની સગવડને કારણે કોઇ ભરતી-ઓટની સમસ્યા નડતી નથી અને ધક્કા પર લાંગરેલા વહાણોને તરતા રહેવા માટે સતત ૪ મીટર જેટલી પાણીની ઉંડાઇ મળી રહે છે. મોટી ભરતી ભાવનગર વિસ્તારના ભરતીના સમયપત્રક કરતા ઓછામાં ઓછી ૨૨ મીનીટ જેટલી વહેલી જોવા મળે છે[૧]. કોઇપણ વહાણને ધક્કા પર લાંગરવા આવતા પહેલા બંદર પર આવેલી લોક-ગેટની વ્યવસ્થામાંથી પસાર થવું પડે છે. લોક-ગેટની રચના વધુમાં વધુ ૧૯.૮ મીટર પહોળા અને ૧૪૩.૮ મીટર લાંબા વહાણોને પસાર થવા દઇ શકે એ પ્રકારની છે પણ મળવાપાત્ર પાણીની ઉંડાઇ ૪ મિટર જેટલી છે. નોર્થ ક્વેનું તળ ૧૪૧ મીટર હોવાથી બેકઅપ અને સ્ટોરેજ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે[૧].

બંદરનો ઘેરાવો ૨ લાખ ચોરસ મીટર છે[૩]. હાલમાં બંદરની કાર્ગો હેન્ડલીન ક્ષમતા પાંચ લાખ ટન છે[૩]. બંદર પર કુલ પંદર પ્લેટફોર્મ આવેલા છે[૩]. મહદ અંશે કોલસાનું પરિવહન થતું હોવાથી કોલસાની રજકણો દ્વારા પ્રદુષણના ફેલાય એ માટે થઈને આ બંદર પર ડસ્ટ સપ્રેશન સીસ્ટમ પણ વિકસાવવામાં આવેલી છે[૩].

બાહ્ય કડી ફેરફાર કરો

  1. ગુજરાત મેરીટાઇમ બોર્ડની વેબસાઇટ પર ભાવનગર નવા બંદરની માહિતિ સંગ્રહિત ૨૦૧૫-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (20-12-2015). "ભાવનગર નવા બંદરનું પાનું". ગુજરાત મેરીટાઇમ બોર્ડ. મૂળ માંથી ૨૦-ડીસેમ્બર-૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૦-ડીસેમ્બર-૨૦૧૫. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ "DESIGN AND CONSTRUCTION OF THE DOCK ENTRANCE AT BHAVNAGAR PORT, GUJARAT STATE, INDIA" (PDF). મેળવેલ 28 December 2017.[હંમેશ માટે મૃત કડી]
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "ભાવનગર નવા બંદર પર કોંક્રીટ પ્લેટફોર્મ તૈયાર". દિવ્ય ભાષ્કર. 26-12-2017. મેળવેલ ૨6-ડીસેમ્બર-૨૦૧7. Check date values in: |access-date= and |date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]