ભાવના કંઠ

પ્રથમ ભારતીય મહિલા ફાઇટર પાઇલટ

ભાવના કંઠ ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટો પૈકીની એક છે.[][][] તેમને, તેમના બે સહયોગીઓ, મોહાના સિંહ અને અવની ચતુર્વેદી સાથે પ્રથમ ફાઈટર પાયલોટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રણેયને જૂન ૨૦૧૬માં ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ક્વોડ્રનમાં શામેલ કરવામાં આવ્યા હતા. રક્ષા મંત્રી મનોહર પર્રિકરે તેમને ઔપચારિક રીતે જોડાવ્યા હતા.[] ભારત સરકારે પ્રાયોગિક ધોરણે મહિલાઓ માટે ભારતીય વાયુસેનામાં લડાયક ક્ષેત્ર ખોલવાનો નિર્ણય કર્યા પછી, આ ત્રણેય મહિલાઓને આ કાર્યક્રમ માટે પ્રથમ પસંદ કરવામાં આવી હતી.[]

ભાવના કંઠ
ભાવના કંઠ
અંગત વિગતો
જન્મ (1992-12-01) 1 December 1992 (ઉંમર 32)
દરભંગા,[]બિહાર, ભારત
જીવનસાથીફ્લાઈટ લેફ્ટનન્ટ કન્હૈયા આચાર્ય
વ્યવસાયફાઈટર પાયલોટ
પુરસ્કારોનારી શક્તિ પુરસ્કાર
સૈન્ય સેવાઓ
Allegiance India
શાખા/સેવા ભારતીય વાયુ સેના
હોદ્દો ફ્લાઈટ લ્યુટનન્ટ

મે ૨૦૧૯માં, તે લડાઈનું મિશન હાથ ધરવા માટે લાયક બનનાર ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની.[]

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

તેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૯૨ ના દિવસે દરભંગા,[] બિહારમાં થયો હતો. તેમના પિતા તેજ નારાયણ કંઠ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને માતા રાધા કંઠ ગૃહિણી છે.[] મોટા થતાં તેમને ખો ખો, બેડમિન્ટન, તરણ જેવી રમતો અને ચિત્રકળામાં રસ ઉત્પન્ન થયો હતો.[]

તેમણે બારૌની રિફાઇનરીની ડી.એ.વી. પબ્લિક સ્કૂલમાંથી પોતાનો શાલેય અભ્યાસ પૂરો કર્યો.[] તેમણે રાજસ્થાનના કોટામાં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી. ત્યાર બાદ તેઓ બેંગલુરુની બી.એમ.એસ. કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં મેડિકલ ઇલેક્ટ્રોનિક્સમાં બેચલર ઓફ એન્જિનિયરિંગના અભ્યાસમાં જોડાયા.[૧૦] તેઓ ૨૦૧૪માં સ્નાતક થયા અને આઇટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં ભરતી થયા.[]

કારકિર્દી

ફેરફાર કરો
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૨૦માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિ પુરસ્કારવિજેતાઓ સાથે.

તેમણે હંમેશા વિમાનો ઉડાવવાનું સપનું જોયું હતું.[૧૧] તેમણે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ આપી અને તેમની વાયુસેનામાં જોડાવા માટે પસંદગી કરવામાં આવી.[૧૨] સ્ટેજ-૧ની તાલીમના ભાગરૂપે, તેઓ ફાઇટર સ્ટ્રીમમાં જોડાયા.

જૂન ૨૦૧૬માં, તેમણે હૈદરાબાદના હકીમપેટ એરફોર્સ સ્ટેશન પર કિરણ ઇન્ટરમીડિયેટ જેટ ટ્રેનર્સ પર છ મહિનાની લાંબી સ્ટેજ-૨ ની તાલીમ લીધી, ત્યારબાદ તે જ વર્ષે તેમને ડીંડીગલની એરફોર્સ એકેડેમીમાં કમ્બાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ સ્પ્રિંગ ટર્મમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે કામ મળ્યું [૧૦] []

તેઓ હોક એડવાન્સ જેટ ટ્રેનર્સને ઉડાવે છે અને તેમને અને તેમના અન્ય બે સહયોગી સભ્યોને મિગ-૨૧ બાઇસન સ્ક્વોડ્રોનમાં ખસેડવાની યોજના છે.[] ફ્લાઇંગ ઓફિસર ભાવના કંઠે ૧૬ માર્ચ ૨૦૧૮ ના દિવસે મિગ -૨૧ 'બાઇસન'ની એકલ ફ્લાઇટ લીધી. તેમણે અંબાલા એરફોર્સ સ્ટેશનથી મિગ-૨૧ની સોલો ફ્લાઇટ લગભગ ૧૪૦૦ કલાક કરી હતી.[૧૩]

તેમણે મોડેલિંગ અને જાહેરાત પણ કરી હતી.[]

૯ માર્ચ, ૨૦૨૦ ના દિવસે, તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.[૧૪]

તેમને ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રોન નંબર ૩ કોબ્રામાં કાર્યભાર મળ્યો છે.[૧૫]

  1. ૧.૦ ૧.૧ "Flt Lt Bhawana Kanth is the first woman fighter pilot to qualify for combat duty". The Indian Express (અંગ્રેજીમાં). 2019-05-23. મેળવેલ 2020-05-12.
  2. "Meet The Trio Who Will Be India's First Women Fighter Pilots". NDTV.com. મેળવેલ 2017-11-20.
  3. ૩.૦ ૩.૧ "Latest Current Affairs and News About Bhawana Kanth - Current Affairs Today". currentaffairs.gktoday.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-20.
  4. ૪.૦ ૪.૧ Mohammed, Syed (2016-06-19). "For IAF's first women fighter pilots Mohana Singh, Bhawana Kanth & Avani Chaturvedi, sky is no limit". The Economic Times. મેળવેલ 2017-11-20.
  5. Krishnamoorthy, Suresh (2016-06-18). "First batch of three female fighter pilots commissioned". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2017-11-20.
  6. ૬.૦ ૬.૧ "Air Force's First 3 Women Fighter Pilots May Fly Mig-21 Bisons From November". NDTV.com. મેળવેલ 2017-11-20.
  7. Gurung, Shaurya Karanbir (2019-05-22). "Bhawana Kanth becomes 1st fighter pilot to qualify to undertake combat missions". The Economic Times. મેળવેલ 2019-12-24.
  8. "India's First Women Fighter Pilots Get Wings". NDTV.com. મેળવેલ 2017-11-20.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ "Supported by parents, Bhawana Kanth to script IAF history, become a fighter pilot". News18. મેળવેલ 2017-11-20.
  10. ૧૦.૦ ૧૦.૧ "Landmark event in IAF history: Meet India's first 3 women fighter pilots". Firstpost (અંગ્રેજીમાં). 2016-06-18. મેળવેલ 2017-11-20.
  11. "First three women Air Force fighter pilots to be commissioned in December". Zee News (અંગ્રેજીમાં). 2017-10-05. મેળવેલ 2017-11-20.
  12. "Meet country's first women fighter pilots- The Times of India". The Times of India. મેળવેલ 2017-11-20.
  13. Team, Editorial (2018-03-19). "Interesting Facts about Bhawana Kanth – 2nd Woman to Fly MiG-21 solo". SSBToSuccess (અંગ્રેજીમાં). મેળવેલ 2018-03-19.
  14. "Flying MiG-21 Bison matter of pride: Flt Lt Bhawana Kanth". Livemint (અંગ્રેજીમાં). 2020-03-09. મેળવેલ 2020-04-10.
  15. "Bhawana Kanth Is India's First Woman Pilot to Qualify for Combat Missions". NDTV. મેળવેલ 23 May 2019.