ભીંડા
ભીંડા એ એક શાકભાજી છે. સામાન્ય રીતે ભીંડા ચોમાસાનાં પાછલા મહિનામાં એટલે કે ભાદરવો અને આસો મહિનામાં થતા હતા, પરંતુ કૃષિક્ષેત્રે થયેલી ક્રાંતિના પરિપાકરૂપે ભીંડા બારેમાસ વેચાતા જોવા મળે છે.
ભીંડા Abelmoschus esculentus | |
---|---|
![]() | |
Unpicked okra | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Malvales |
Family: | Malvaceae |
Genus: | 'Abelmoschus' |
Species: | ''A. esculentus'' |
દ્વિનામી નામ | |
Abelmoschus esculentus |
ભીંડાનો છોડ કદમાં નાનો હોય છે. તેના પાંદડાં થોડાં મોટાં હોય છે તથા ફૂલ પીળા રંગનાં હોય છે. ભીંડાનાં ફૂલ ૨ તોલા જેટલા વજનનાં લઈ તેને પીસીને પા શેર જેટલા ગાયના મઠામાં મેળવીને પીવાથી શરીરમાંથી ધાતુ જતી બંધ થઈ જાય છે. સાકરનો ૧ તોલો, ભીંડાનાં મૂળ ૩ તોલા, સફેદ ઇલાયચી ૧ માસા, કાળી મિર્ચ ૧/૨ માસા ઘુંટીને પીવાથી અથવા કાચા ભીંડા સાકર સાથે ખાવાથી સુજાક રોગ શાંત થઈ જાય છે. ભીંડાનું શાક રવૈયાંની જેમ ભરીને અને તેલમાં ચડાવીને એમ બંન્ને પ્રકારે ખુબજ સ્વાદિષ્ટ બનાવી શકાય છે અને અરૂચિને દૂર કરે છે.
વિસ્તાર પ્રમાણે ઓળખફેરફાર કરો
બનારસમાં ભીંડાને રામ તરોઈ કહેવામાં આવે છે, અને છત્તીસગઢમાં તેને રામકલી કહેવામાં આવે છે. અન્ય ભાષામાં નામ આ પ્રમાણે છે: સંસ્કૃત-ભિંણ્ડી, હિંદી-ભિંડી, બંગાળી- સ્વનામ ખ્યાત ફલશાક, મરાઠી- ભેંડે , ફારસી-વામિયા.
ઔષધફેરફાર કરો
ભીંડાના મૂળનું ચૂર્ણ એટલા જ વજન જેટલું સાકર સાથે લેવાથી ધાતુદૌર્બલ્ય અને આમવાત દૂર થાય છે.
સંદર્ભફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
- ભીંડાની ઉત્તમ ખેતી[હંમેશ માટે મૃત કડી] (ઉત્તરા કૃષિ પ્રભા)
- ભીંડાની ખેતી (ઉત્તમ ખેતી)
- Okra medical uses, forms, and general details સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૪ ના રોજ વેબેક મશિન