ભૂપેન ખખ્ખર (૧૦ માર્ચ ૧૯૩૪-૮ ઑગસ્ટ ૨૦૦૩) ગુજરાત, ભારતના એક ભારતીય ચિત્રકાર હતા.[] તેઓ ભારતના પ્રથમ સમલૈંગિક ચિત્રકાર હતા અને તેમને ૧૯૮૪માં ભારતના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[][]

ભૂપેન ખખ્ખર

તેમનો જન્મ ૧૦મી માર્ચ ૧૯૩૪ના રોજ મુંબઈમાં થયો હતો જ્યાં તેઓ અર્થશાસ્ત્ર અને વાણિજ્યનું ભણીને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીમાં જોડાયા હતા અને તેની સાથે તેઓ સાંજના ચિત્રના વર્ગો ભરતા હતા.[] વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઑફ્ ફાઈન આર્ટ્સમાં તેઓ ૧૯૬૧માં પોતાની નોકરી છોડ્યા બાદ જોડાયા હતા.[] તેમણે "૧૯૬૫માં પોતાનાં ચિત્રોનું એક પ્રદર્શન યોજીને કારકિર્દીનો આરંભ કર્યો."[]

ત્યારપછી, એક વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં તેમની કૃતિઓને જ્યોર્જ બુચર્સ સિલેક્શન ઑફ્ ઈન્ડિયન આર્ટમાં રજૂ કરવામાં આવી હતી.[] બે વર્ષ પછી ૧૯૬૮માં તેમની કૃતિઓને ભારતના પ્રથમ 'ત્રિનાલે'માં રજૂ કરવામાં આવી હતી.[] તે જ વર્ષ દરમિયાન અમેરિકામાં એશિયન કલ્ચરલ કાઉન્સિલ વડે તેમને 'સ્ટાર ફેલોશિપ' અર્પણ કરવામાં આવી હતી.[] ૧૯૭૬માં તેમણે યુગોસ્લાવિયા, ઇંગ્લેન્ડ અને રશિયાની યાત્રા કરી હતી અને લંડન ખાતે "એક ખૂબ જ સફળ પ્રદર્શન કર્યું હતું."[]

૧૯૮૪માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૦૩ની ૮મી ઑગસ્ટે તેમનું અવસાન થયું.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "ભૂપેન ખખ્ખર (1934-2003)". Gujarati News. 2018-03-10. મેળવેલ 2020-11-30.
  2. "ગુજરાતી પેઈન્ટરનું હોમોસેક્સ્યુઅલ પરનું પેઈન્ટિંગ કરોડોમાં વેચાયું, બનાવ્યો રેકોર્ડ". Iam Gujarat. મેળવેલ 2020-11-30.
  3. ૩.૦ ૩.૧ "Bhupen Khakhar (1934 – 2003) | Bhupen Khakhar Collection". bhupenkhakharcollection.com. મેળવેલ 2020-11-30.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ વ્યાસ, રજની. ગુજરાતની અસ્મિતા (૩જી આવૃત્તિ). અમદાવાદ:અક્ષરા પ્રકાશન. પૃ: ૧૯૯