ભોલાનાથ અને દેવેન્દ્ર પાંડે

ભોલાનાથ અને દેવેન્દ્ર પાંડે બે મિત્રો છે જેમણે ઇન્ડિયન એરલાઇન્સના સ્થાનિક વિમાનનું ૧૯૭૮માં અપહરણ કર્યું હતું. તેમણે વિપક્ષી નેતા ઈન્દિરા ગાંધીની મુક્તિની માંગણી કરી (તેમની ભારતીય સંસદ દ્વારા ધરપકડ થઇ હતી) અને તેમના પુત્ર સંજય ગાંધી સામેના બધાં આરોપો પડતા મૂકવાની માંગણી કરી હતી.[૧] તેઓ રમકડાંના શસ્ત્રો સાથે હતા. ૧૩૨ પ્રવાસીઓને કેટલાંક કલાકો સુધી બંદી બનાવી રહ્યા બાદ તેમણે આત્મસમર્પણ કર્યું હતું.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમને રાજ્યની ૧૯૮૦ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી.[૧] બંને જણા ચૂંટણી જીતી ગયા હતા અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય બન્યા હતા. ભોલાનાથ ૧૯૮૦ થી ૧૯૮૫ અને ૧૯૮૯ થી ૧૯૯૧ સુધી દોઆબા, બલિયાની બેઠક પર કોંગ્રેસના વિધાનસભ્ય રહ્યો હતો. દેવેન્દ્ર બે વખત વિધાનસભાનો સભ્ય રહ્યો હતો.

હાલ સુધી દેવેન્દ્ર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટિ (UPCC)નો જનરલ સેક્રેટરી રહ્યો હતો. ત્યાર પછી તેણે સુલ્તાનપુર ક્ષેત્રમાંથી આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફથી લડવાનો પ્રયત્ન કર્યો હતો. ભોલાનાથ પાંડે ઇન્ડિયન યુથ કોંગ્રેસનો જનરલ સેક્રેટરી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સેક્રેટરી બન્યો હતો. તેણે ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં સાલેમપુરની બેઠક પરથી કોંગ્રેસ તરફથી અસફળ ઉમેદવારી કરી હતી.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Kishin R. Wadhwaney (૨૦૦૫). Indian Airports (Shocking Ground Realities). Diamond Pocket Books. પૃષ્ઠ 124. ISBN 978-81-288-0872-2. મેળવેલ ૨૮ જુલાઇ ૨૦૧૧.

બાહ્ય કડીઓ ફેરફાર કરો