મકલી ટેકરી
મકલી ટેકરી એ અંદાજે ૮ કિમીનો વ્યાસ ધરાવતું વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન છે. તે કરાચીથી આશરે ૯૮ કિમી પૂર્વમાં આવેલું છે અને ૧,૨૫,૦૦૦ સ્થાનિક શાસકો, સૂફી સંતો અને અન્યોનું કબ્રસ્તાન છે. મકલી થટ્ટાની બહાર આવેલું છે. થટ્ટા ૧૭મી સદી સુધી નીચલા સિંધ વિસ્તારની રાજધાની હતું, જે હાલના પાકિસ્તાનમાં દક્ષિણપશ્ચિમ પ્રાંતમાં આવેલું છે.[૧] મકલી ૧૯૮૧માં થટ્ટાના ઐતહાસિક સ્થાપત્યોની નીચે વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સમાવવામાં આવ્યું હતું.[૨]
પ્રિન્સ સુલ્તાન ઇબ્રાબિમ બિન મિર્ઝા મહંમદ ઇસા તારખાનની મકલી ટેકરીમાં આવેલો મકબરો | |
મકલી ટેકરીનું સ્થાન, પાકિસ્તાન | |
Details | |
---|---|
Location | થટ્ટા |
Country | પાકિસ્તાન |
Coordinates | 24°45′13″N 67°53′59″E / 24.753589°N 67.899783°E |
Type | સુફી |
Number of graves | ૧,૨૫,૦૦૦ |
અધિકૃત નામ | મકલીના ઐતહાસિક સ્થાપત્યો, થટ્ટા |
પ્રકાર | સાંસ્કૃતિક |
માપદંડ | iii |
ઉમેરેલ | ૧૯૮૧ (૫મું સત્ર) |
સંદર્ભ ક્રમાંક. | ૧૪૩ |
State Party | પાકિસ્તાન |
વિસ્તાર | એશિયા-પેસેફિક |
ઇતિહાસ
ફેરફાર કરોઆ કબ્રસ્તાન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે પરંતુ એ સર્વમાન્ય છે કે તે ૧૪ સદીમાં થઇ ગયેલા મહંમદ હુસૈન અબ્રોની કબરની આસપાસ વિકસ્યું છે. બીજાં સ્ત્રોતો મુજબ, મકલીની સ્થાપનાનો શ્રેય સંત, કવિ અને વિદ્વાન શેખ હમ્માદ જમાલી અને ત્યારના સ્થાનિક શાસક જામ તમાચીને જાય છે.[૩] મકલીમાં દફન કરાયેલા અન્ય પ્રખ્યાત વ્યક્તિ સંત પીર મુરાદ (૧૪૨૮-૧૪૮૮) છે.
કબ્રસ્તાનમાં આવેલી કબરો અને પથ્થરો સિંધનો સામાજીક અને રાજકીય ઈતિહાસ અંકિત કરે છે. ઘણી કબરો સ્થાનિક રેતીના પથ્થરોથી બનેલી છે જ્યારે અન્ય ઈંટની ઇમારતો છે (સામાન્ય રીતે તેમને વધુ નુકશાન પહોંચ્યું છે).
આ રાજવી કબ્રસ્તાનના બે મુખ્ય સમૂહો પડાયા છે: સામ્મા સમયગાળો (૧૩૫૨–૧૫૨૦) અને તારખાન (૧૫૫૬–૧૫૯૨) સમય. સ્થાપત્યની દ્રષ્ટિએ અહીં સામ્મા, અરગ્હુન, તારખાન અને મુઘલ સમયગાળો એમ ચાર ઐતહાસિક સમયગાળાનું નિરૂપણ થયું છે.
રાજા જામ નિઝામુદ્દીન બીજાની (શાસન ૧૪૬૧-૧૫૦૮) કબર (અથવા મકબરો) એ રેતની પથ્થરોની બનાવેલ અદ્ભૂત ચોરસ બાંધકામ છે જે ફૂલો અને ભૂમિતિક આકારોની કલાકૃતિવાળી ભાત ધરાવે છે. આની જેમ ઇસા ખાન હુસૈન બીજા (મૃત્યુ ૧૬૫૧)નો મકબરો બે માળનો છે જે અનન્ય ઝરુખાઓ ધરાવે છે. હિંદુ અને ઇસ્લામિક છાંટ ધરાવતા આ બે મકબરાથી અલગ અન્ય મકબરાઓ તારખાન અને મુઘલ વંશની મધ્ય એશિયાઇ અસરો ધરાવે છે. દાખલા તરીકે જાન બેગ તારખાન (મૃત્યુ ૧૬૦૦)ની કબર અષ્ટકોણીય ઇંટોનું બાંધકામ ધરાવે છે જેનો ગુંબજ વાદળી રંગની તકતીઓથી જડિત છે. છત્રી મકબરાઓ એ ભારતીય-ઇસ્લામિક સ્થાપત્યનું લક્ષણ છે. દક્ષિણ દિશામાં આવેલી કબરો મુઘલ યુગનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં મિર્ઝા જાની અને મિર્ઝા ગાઝી બૈગ, નવાબ શુરફા ખાન, મિર્ઝા બાકી બૈક ઉઝબેકની બંધ કબર અને મિર્ઝા જાન બાબા અને પુન:પ્રસ્થાપિત કરેલી નવાબ ઇસા ખાન તારખાનની કબરોનો સમાવેશ થાય છે.
આજે મકલી ટેકરી એ યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ છે. આ સ્થળની યાત્રાળુઓ અને પર્યટકો મુલાકાત લે છે, પરંતુ તેને સુરક્ષિત કરવાની તેમજ સમારકામ કરાવવાની તાતી જરૂર છે. ૨૦૧૦માં આવેલા પૂરને કારણે આ સ્થળને નુકશાન પહોંચ્યું હતું.[૪]
ચિત્રો
ફેરફાર કરો-
કબ્રસ્તાનની રૂપરેખા મહત્વના સ્થળો સાથે
-
મકલી ટેકરી પરની કબર
-
નવાબ ઇસાખાનની કબર
-
દયાખાન રાહુની છત્રી વાળી કબર
સંદર્ભ
ફેરફાર કરો- ↑ www.bookrags.com
- ↑ Historical Monuments at Makli, Thatta UNESCO World Heritage Centre.
- ↑ Lari, Suhail Z. and Lari, Yasmeen, The jewel of Sindh; Samma monuments on Makli Hill.
- ↑ Damage Assessment Mission to the Necropolis of Makli, Heritage Foundation, supported by the Prince Claus Fund for Culture and Development, Karachi (2011).
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Oriental Architecture - Makli Necropolis
- Makli Hill Photo Gallery સંગ્રહિત ૨૦૧૩-૦૫-૧૫ ના રોજ વેબેક મશિન
- Illustration of Sind Tiles સંગ્રહિત ૨૦૧૨-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન
- Ayaz Asif's photo collection of the Makli Hills and the Shah Jahan Mosque. સંગ્રહિત ૨૦૦૬-૦૨-૧૪ ના રોજ વેબેક મશિન
- Archnet.org Digital Library (Photographs) સંગ્રહિત ૨૦૦૫-૦૮-૧૯ ના રોજ વેબેક મશિન
- Two Monuments on Makli Hill
- http://www.fotopedia.com/items/4vlcmdk21v1b9-sL5b9ds78r0 સંગ્રહિત ૨૦૨૦-૧૦-૨૯ ના રોજ વેબેક મશિન
- http://www.fotopedia.com/items/4vlcmdk21v1b9-Rby790BKO18 સંગ્રહિત ૨૦૨૦-૧૦-૨૯ ના રોજ વેબેક મશિન
- http://www.fotopedia.com/items/4vlcmdk21v1b9-sL5b9ds78r0 સંગ્રહિત ૨૦૨૦-૧૦-૨૯ ના રોજ વેબેક મશિન