મકાઈના વડાં

મકાઇથી બનતા વડાં

મકાઈના વડાં એક ભારતીય વાનગી છે. તે સમગ્ર ભારતમાં જ્યાં મકાઈની ખેતી થતી હોય એવા વિસ્તારોમાં પ્રચલિત છે. આ વાનગી મકાઈના દાણામાંથી બને છે અને તે તળેલી વાનગી હોવાથી તે પચવામાં ભારે હોય છે. આ વડા ગોળ હોય છે.

તેલંગણા પ્રદેશનાં મકાઈના વડાં

જરૂરી સામગ્રી

ફેરફાર કરો
  • એક વાટકી છીણેલા મકાઈ
  • ૨ ચમચી ચણાની દાળ
  • એક ચમચી ચણાનો લોટ
  • એક નંગ કેપ્સીકમ
  • બે નંગ નાના કાંદા
  • બે નંગ લીલા મરચા
  • એક મોટો કટકો આદુ
  • સ્વાદ અનુસાર મીઠું
  • પા ચમચી અધકચરા વાટેલા મરી
  • બે ચમચી ખાંડ
  • બે ચમચી સમારેલી કોથમીર
  • ચપટી ખાવાનો સોડા
  • તળવા માટે તેલ
  • એક ચમચી દહીં

બનાવવાની રીત

ફેરફાર કરો
  • ૧. ચણાની દાળને ૩ કલાક પાણીમાં પલાળી રાખી પછી વાટી લેવી.
  • ૨. કાંદા, લીલાં મરચાં, સીમલા મરચાં, આદુ, કોથમીર ઝીણાં સમારીને તૈયાર રાખવાં.
  • ૩. એકદમ ઝીણી વાટેલી ચણાની દાળમાં મરચાં, કાંદા, લીલાં મરચાં, સીમલા મરચાં, આદુ, કોથમીર, વાટેલા મરી, છીણેલા મકાઈના દાણા તથા ખાંડ ભેગાં કરવાં.
  • ૪. તૈયાર થયેલા મિશ્રણમાં પ્રમાણસર મીઠું નાખી બરાબર હલાવી જાડું ખીરું તૈયાર કરવું. એમાં યોગ્ય લાગે તો ચમચો દહીં નાખી શકાય.
  • ૫. આ ખીરું આશરે એક કલાક માટે ઢાંકીને રાખી મૂકવું.
  • ૬. તેલ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે ખીરામાં ખાવાનો સોડા અને એક ચમચો ગરમ તેલ નાખી બરાબર હલાવવું.
  • ૭. પાણીવાળા હાથ કરી નાના વડા થાપીને તેમ જ સાચવીને ઉખાડીને તૈયાર કરો.
  • ૮. હવે વડા ગરમ તેલમાં તળવા નાખો અને આછા ગુલાબી રંગના થાય એટલે બરાબર તેલ નિતારીને બહાર કાઢી લો[].
  • વડા છૂટા પડી જાય તો થોડો ચણાનો લોટ ઉમેરવો.
  • આ વડાંને કોથમીરની ચટણી કે અન્ય ચટણી સાથે ખવાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "દાવત : મકાઈની મનભાવન વાનગીઓ". સહિયર પૂર્તિ, ગુજરાત સમાચાર. ૧૬ જાન્યુઆરી ૨૦૧૮. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૮.