મકાઉ
મકાઉ(澳門) અધિકૃત નામે ચીનના પ્રજાસત્તાકનો મકાઉ વિશેષ વહીવટી પ્રદેશ એ પુર્વ એશિયામાં પર્લ નદીના પશ્ચિમી કિનારે સ્થિત એક સ્વાયત પ્રદેશ છે. મકાઉ પર્લ નદી મુખત્રિકોણ મેટ્રોપોલિટન ક્ષેત્રનો મુખ્ય ભાગ છે, જે વિશ્વના સૌથી વધુ વસ્તીવાળો મેટ્રોપોલિટન વિસ્તાર છે. ૩૦.૫ વર્ગ કિમી ના વિસ્તારમાં ૬૫૦,૯૦૦ ની વસ્તી સાથે, તે વિશ્વનો સૌથી ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ છે. વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર ના રૂપમાં મકાઉને પોતાની કાનૂની વ્યવસ્થા, ટેલીફોન કોડ અને પોલિસ બળ છે.
澳門特別行政區 Região Administrativa Especial de Macau મકાઉ વિશેષ વહીવટી પ્રદેશ | |
---|---|
રાષ્ટ્રગીત: Marcha Dos Voluntários 義勇軍進行曲 સ્વયંસેવકોની કૂચ | |
સૌથી મોટું વસ્તી | ફાતિમા પેરિશ |
અધિકૃત ભાષાઓ | પોર્ટુગીઝ, ચીની |
વંશીય જૂથો (૨૦૧૪) |
|
લોકોની ઓળખ | મકાનીઝ |
સરકાર | સમાજવાદી પ્રજાસત્તાક અંતર્ગત બહુ પક્ષીય સરકાર |
• મપખ્ય વહીવટકર્તા | ફર્નાન્ડો ચુઈ |
• સંસદાધ્યક્ષ | હો ઈઆત સંગ |
• મુખ્ય ન્યાયધીશ | સૅમ હોઉ ફાઇ |
સંસદ | મકાઉ સંસદ |
સ્થાપના | |
• પોર્ટુગીઝ વ્યાપારી કોઠી | ૧૫૫૭ |
• પોર્ટુગીઝ ઉપનિવેષ | ડિસેંબર ૧, ૧૮૮૭ |
• મકાઉને સત્તાનું હસ્તાંતરણ | ડિસેંબર ૨૦, ૧૯૯૯ |
વિસ્તાર | |
• કુલ | 28.6 km2 (11.0 sq mi) |
• જળ (%) | 0 |
વસ્તી | |
• ૨૦૦૭ (1st qtr) અંદાજીત | ૫૨૦,૪૦૦[૨] |
• ૨૦૦૦ વસ્તી ગણતરી | ૪૩૧,૦૦૦ |
• ગીચતા | 17,310/km2 (44,832.7/sq mi) |
GDP (PPP) | ૨૦૦૬ અંદાજીત |
• કુલ | US$૧૭,૬૦૦ m |
GDP (nominal) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૧૫,૯૯૭ m |
• Per capita | $૩૬,૩૫૭[૩] |
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૫) | 0.905[૪] very high |
ચલણ | મકાનીઝ પતાકા (MOP) |
સમય વિસ્તાર | UTC+૮ (મકાઉ પ્રમાણ સમય) |
ટેલિફોન કોડ | ૮૫૩ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .mo |
વર્ષ ૧૫૫૭માં મિંગ ચીને ભાડે આપ્યા પછી મકાઉએ એક પોર્ટુગીઝ વ્યાપારી વસાહત હતી. મુળ રુપે મકાઉની સત્તા અને વહીવટ ચીન પાસે હતો પરંતુ વર્ષ ૧૮૮૭માં પોર્ટુગીઝોએ મકાઉ પર કાયમી અને પુર્ણ કબજાના અધિકારો મેળવી લીધા. વર્ષ ૧૯૯૯માં પોર્ટુગલે મકાઉ ચીનને વિશેષ સ્વાયત્ત પ્રદેશના રુપમાં પાછો આપ્યો, મકાઉએ મુખ્ય ભુમી ચીનથી અલગ પોતાની રાજકીય અને આર્થિક વ્યવસ્થા જાળવી રાખી છે.[૫]
ઇતિહાસ
ફેરફાર કરોમકાઉ, ચીનમાં અંતિમ યુરોપિયન કૉલોની હતી. ૧૬મી શતાબ્દીમાં મકાઉ પોર્ટુગીઝોના વહીવટ હેઠળ આવ્યું બાદ ૨૦ ડિસેમ્બર ૧૯૯૯ સુધી પોર્ટુગીઝોના કબજા અંતર્ગત રહ્યું.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Macao Country Study Guide Volume 1 Strategic Information and Developments. Ibp, Inc. 2013-09-10. પૃષ્ઠ 49. ISBN 9781438774893. મેળવેલ 15 September 2014 – Google Books વડે.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Estimates of population". Statistics and Census Service (DSEC) of the Macau Government. મૂળ માંથી 2008-10-02 પર સંગ્રહિત. મેળવેલ 2006-12-04.
- ↑ "Gross domestic product (GDP) and per-capita GDP". Statistics and Census Service (DSEC) of the Macau Government. મેળવેલ 2007-06-03.
- ↑ "2007 Macau in Figures". Statistics and Census Service (DSEC) of the Macau Government. મેળવેલ 2007-06-03.
- ↑ Landler, Mark (20 December 1999). "Portugal Lowers Its Flag, Handing Macao to China". The New York Times. મેળવેલ 5 July 2018.