મડાગાસ્કર, અથવા મેડાગાસ્કર ગણરાજ્ય (પુરાણું નામ માલાગાસી ગણરાજ્ય, ફ્રાંસીસી: République malgache) હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પર આવેલા એક દ્વીપ પર વસેલો દેશ છે. મુખ્ય દ્વીપ, જેને મેડાગાસ્કર કહેવામાં આવે છે, તે વિશ્વનો ચોથો સૌથી મોટો ટાપુ (દ્વીપ) છે. અહીં વિશ્વની પાંચ ટકા વનસ્પતિઓ અને જૈવિક પ્રજાતિઓ મોજુદ છે. આ પૈકીની લગભગ ૮૦ પ્રતિશત વિવિધતાઓ માત્ર મડાગાસ્કર ટાપુ પર જ જોવા મળે છે. આ દેશની બે તૃતિયાંશ જનસંખ્યા અંતરરાષ્ટ્રીય ગરીબી રેખા (૧.૨૫ અમેરિકી ડૉલર પ્રતિદિન)થી નીચેના સ્તરે નિવાસ કરે છે.