મણિલાલ નભુભાઈ: જીવનરંગ

ધીરુભાઈ ઠાકર દ્વારા લખાયેલ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર

મણિલાલ નભુભાઈ: જીવનરંગગુજરાતી લેખક ધીરુભાઈ ઠાકર દ્વારા લખાયેલ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર છે જે ૧૯૫૭માં પ્રકાશિત થયું હતું.[૧]

મણિલાલ નભુભાઈ: જીવનરંગ
લેખકધીરુભાઈ ઠાકર
દેશભારત
ભાષાગુજરાતી
વિષયમણિલાલ નભુભાઈ દ્વિવેદી
પ્રકારજીવનચરિત્ર
પ્રકાશન તારીખ
૧૯૫૭

પાર્શ્વભૂમિ ફેરફાર કરો

ગુજરાતી વિવેચક, સાહિત્યના ઈતિહાસકાર અને ગુજરાતી વિશ્વકોશના સંપાદક ધીરુભાઈ ઠાકરે તેમના પીએચ.ડી.ના વિષય તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને પસંદ કર્યા હતા. આ મહાનિબંધ ૨ ગ્રંથરૂપે પ્રગટ થયો હતો: (૧) 'મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના', અને (૨) 'મણિલાલ નભુભાઈ: જીવનરંગ'. આ દ્વિતીય ગ્રંથમાં મણિલાલના જીવનનું આલેખન કરવામાં આવ્યું છે.[૨]

ધીરુભાઈએ આ ચરિત્ર લખવામાં પૂર્વે પ્રગટ થયેલ અને અંબુભાઈ પુરાણીએ લખેલ મણિલાલના જીવનચરિત્રનો ઉપરાંત આનંદશંકર ધ્રુવ પાસે સચવાયેલ મણિલાલના આત્મવૃત્તાંતનો તથા મણિલાલના પત્રો, ફાઈલો, વસિયતનામું, સ્વજનોની મુલાકાતો વગેરેનો ઉપયોગ કર્યો છે.[૨] આ સામગ્રીઓનો અભ્યાસ કરીને મણિલાલના જીવનના અગત્યના પાસાંઓ, જેને લીધે દંતકથાઓ અને અફવાઓ ચાલેલી હોય તેવા પાસાંઓ પર પ્રકાશ પાડવાનો લેખકે પ્રયત્ન કરેલો છે.[૧]

પુસ્તક સંક્ષેપ ફેરફાર કરો

પુસ્તકની શરુઆતમાં લેખકે મણિલાલના જન્મ સમયના યુગનો પરિચય આપ્યો છે. લેખકે બીજા પ્રકરણથી મણિલાલના જીવનની ક્રમશ: માહિતી આપી છે અને પ્રકરણવાર તેમના જીવનના પ્રસંગો, પ્રવૃત્તિઓ, આંતરજીવન અને જાહેરજીવન આલેખ્યું છે.[૨]

આવકાર ફેરફાર કરો

બહેચરભાઈ પટેલ નોંધે છે કે ધીરુભાઈ ઠાકરે આ ચરિત્ર દ્વારા 'મણિલાલના જીવનને 'ઊંચા પર્વત, ઊંડી ખીણ' તરીકે પ્રતિપાદિત કર્યું છે'. તેમજ અનંતરાય રાવળ કહે છે કે 'એમ કરવામાં તેમની વૈજ્ઞાનિક ચોક્સાઈ, તારતમ્યબુદ્ધિ, સમભાવ અને તાટસ્થ્ય જણાઈ આવે છે'.[૨]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ પટેલ, પ્રેમાભાઈ સોમાભાઈ (૧૯૯૮). "પ્રકરણ 5: સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી જીવનકથાઓની તપાસ". સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ચરિત્રસાહિત્ય (આત્મચરિત્ર – જીવનચરિત્ર) (Ph.D.). અમદાવાદ: ગુજરાતી વિભાગ, ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ ૯૯–૧૦૧. hdl:10603/47195.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ પટેલ, બહેચરભાઈ (૨૦૧૮). ગુજરાતીના ગૌરવગ્રંથો. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૨૬૩–૨૬૭. ISBN 978-81-7468-210-9.

બાહ્ય કડીઓ ફેરફાર કરો