મહંમદ બિન કાસિમ
(મહંમદ બિન કાસીમ થી અહીં વાળેલું)
મહંમદ બિન કાસિમ (અરેબિક:عماد الدين محمد بن القاسم الثقفي) (c. ૩૧ ડિસેમ્બર ૬૯૫ - ૧૮ જુલાઇ ૭૧૫)[સંદર્ભ આપો]) એ ઉમાયાદ સેનાપતિ હતો જેણે સિંધ અને મુલ્તાન વિસ્તારો તેમજ સિંધુ નદીનો તટ ઉમાયાદ ખલીફાત માટે જીત્યા હતા. તેનો જન્મ તૈફ (હાલમાં સાઉદી અરેબિયા)માં થયો હતો. કાસિમની સિંધ પરની ચડાઇ ભારતમાં ઇસ્લામિક આક્રમણનો ભાગ હતી.
કાસિમના પિતા કાસિમ બિન યુસુફ તે જ્યારે નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. તેના કાકા ઉમાયાદ સૂબા હતા, જેણે કાસિમને યુદ્ધની રણનિતિઓ અને દાવપેચ શીખવ્યા. મહંમદ કાસિમના લગ્ન ઝુબૈદા સાથે, જે હજ્જાજની પુત્રી હતી, સિંધ પરના આક્રમણ પહેલા થયા હતા.
હજ્જાજ સાથેના ગાઢ સંબંધોના કારણે સુલેમાન ઇબ્ન અબ્દ અલ-મલિકના ખલીફાત પરના આધિપત્ય સમયે તેનો વધ કરવામાં આવ્યો હતો.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |