સિંધુ
વિશ્વની સૌથી લાંબી નદીઓમાં થી એક
સિંધુ નદી ભારતીય ઉપખંડમાંની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. તિબેટમાં માનસરોવર પાસેથી નીકળતી આ નદી જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પ્રવેશી દક્ષિણ તરફ વહેતી અરબી સમુદ્રમાં કરાચી બંદર પાસે ભળી જાય છે.[૧] આ નદીની લંબાઇ આશરે ૩૨૦૦ કિ.મી. છે. તેનો વ્યાપ ૪,૫૦,૦૦૦ ચોરસ માઇલમાં ફેલાયેલો છે. આ નદીમાં વાર્ષિક ૨૦૭ ઘન કિ.મી. જેટલો જલ-પ્રવાહ વહે છે. દુનિયાની ટોચપર હિમનદીમાંથી નીકળતી આ નદી જંગલો, ખેતરોને પોષે છે અને દેશના પર્યાવરણમાં મહત્વનો ભાગ ભજવે છે. સિંધ પ્રદેશમાં સિંધુમાં ચેનાબ, રાવી, સતલજ, જેલમ, બિયાસ અને લુપ્ત થઇ ગયેલી સરસ્વતી મળે છે; આ પ્રદેશને સપ્તસિંધુનો પ્રદેશ ગણવામાં આવે છે. સપ્તસિંધુમાં સિંધુના બીજા વીસ જેટલા ફાંટા પડે છે.
સિંધુ | |
નદી | |
સિંધુ નદીનો ખીણ પ્રદેશ દર્શાવતી ઉપગ્રહે લીધેલી છબી
| |
દેશો | ![]() ![]() ![]() |
---|---|
ઉપનદીઓ | |
- ડાબે | ઝંસ્કાર નદી, સુરુ નદી, સોણ નદી, જેલમ નદી, ચેનાબ નદી, રાવી નદી, બિયાસ નદી, સતલજ નદી, પાંજનાદ નદી |
- જમણે | શ્યોક નદી, હુંઝા નદી, ગિલગીટ નદી, સ્વાત નદી, કુનાર નદી, કાબુલ નદી, કુર્રમ નદી, ગોમાલ નદી, ઝોબ નદી |
શહેરો | લેહ, સ્કર્દૂ, દાસુ, બેશમ, થાકોટ, ડેરા ઇસ્માઇલ ખાન, સુક્કુર, હૈદરાબાદ, સિંધ |
મુખ્ય સ્ત્રોત | સેન્ગે ઝાંગબો |
- સ્થાન | તિબેટ |
ગૌણ સ્ત્રોત | ગાર સાંગપો |
Source confluence | |
- સ્થાન | સિકુન્હે, ચીન |
- ઉંચાઇ | ૪,૨૫૫ m (૧૩,૯૬૦ ft) |
મુખ | અરબી સમુદ્ર (મુખ્ય), કચ્છનું રણ (ગૌણ) |
- સ્થાન | સિંધુ નદીનો મુખપ્રદેશ (મુખ્ય), થારનું રણ (ગૌણ), પાકિસ્તાન |
- ઉંચાઇ | ૦ m (૦ ft) |
લંબાઈ | ૨,૮૮૦ km (૧,૭૯૦ mi) |
Basin | ૧૧,૬૫,૦૦૦ km2 (૪,૪૯,૮૦૯ sq mi) |
Discharge | for અરબી સમુદ્ર |
- સરેરાશ | ૬,૬૦૦ m3/s (૨,૩૩,૦૭૭ cu ft/s) |
[[Image:| 256px|alt=|]]
|
સંદર્ભફેરફાર કરો
- ↑ The Indus Basin of Pakistan: The Impacts of Climate Risks on Water and Agriculture. World Bank publications. May 2013. p. 59. ISBN 9780821398753.