મહારાણી ચીમનાબાઈ

બરોડાના મહારાણી

મહારાણી ચિમનાબાઈ (૧૮૭૨ – ૨૩ ઓગસ્ટ ૧૯૫૮) જેઓ ચિમનાબાઈ દ્વિતીય તરીકે પણ ઓળખાય છે, તેઓ બ્રિટિશ ભારતના ગુજરાત રાજ્યના બરોડા રજવાડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના બીજા પત્ની હતા. તેઓ ધ પોઝીશન ઓફ વિમેન ઇન ઇન્ડિયન લાઇફ (૧૯૧૧) નામના ગ્રંથના લેખક છે અને ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદ (એઆઇડબલ્યુસી)ના પ્રથમ પ્રમુખ હતા.

મહારાણી ચીમનાબાઈ
Maharani Chimnabai of Baroda
જન્મ૧૮૭૨ Edit this on Wikidata
મૃત્યુ૧૯૫૮ Edit this on Wikidata

જીવન પરિચય ફેરફાર કરો

શ્રીમંત લક્ષ્મીબાઈ મોહિતે ૧૮૮૫માં સયાજીરાવ ગાયકવાડ સાથે લગ્ન કર્યા પછી ચિમનાબાઈ દ્વિતીય બન્યા.[૧]

એક પ્રગતિશીલ મહિલા તરીકે તેમણે કન્યાઓ માટે શિક્ષણ માટે કામ કર્યું, પરદા પ્રથા અને બાળલગ્નને નાબૂદ કર્યા, અને ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદ (એઆઈડબલ્યુસી)ના પ્રથમ પ્રમુખ બન્યા.[૨][૩] તેઓ ધ પોઝીશન ઓફ વિમેન ઇન ઇન્ડિયન લાઇફ (૧૯૧૧) ગ્રંથના લેખક છે.[૪]

તેમના પુત્રી ઈન્દિરા દેવી કૂચબિહારના મહારાજા જિતેન્દ્ર નારાયણના પત્ની બન્યા હતા.[૫]

લેખન ફેરફાર કરો

  • Chimnabai II (Maharani of Baroda.); Siddha Mohana Mitra (1911). Position Of Women In Indian Life. New York: Longman's, Green & Co.

પૂરક વાંચન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Taylor, Miles (2018). "9. Mother of India". Empress: Queen Victoria and India (અંગ્રેજીમાં). New Haven: Yale University Press. પૃષ્ઠ 202. ISBN 978-0-300-11809-4.
  2. "Past Presidents". AIWC: All India Women's Conference. મૂળ માંથી 19 માર્ચ 2014 પર સંગ્રહિત. મેળવેલ 19 માર્ચ 2014. CS1 maint: discouraged parameter (link)
  3. Geraldine Forbes; Geraldine Hancock Forbes (28 April 1999). Women in Modern India. Cambridge University Press. પૃષ્ઠ 79–. ISBN 978-0-521-65377-0.
  4. Jhala, Angma Dey (2014). "8. Memoirs of Maharanis: the politics of marriage, companionship, and love in late-colonial princely India". માં Towheed, Shafquat (સંપાદક). New Readings in the Literature of British India, c. 1780-1947 (અંગ્રેજીમાં). Columbia University Press. પૃષ્ઠ 193–209. ISBN 978-3-8382-5673-3.
  5. Poddar, Abhishek; Gaskell, Nathaniel; Pramod Kumar, K. G; Museum of Art & Photography (Bangalore, India) (2015). "Catalogue". Maharanis: women of royal India (Englishમાં). Ahmedabad: Mapin Publishing. પૃષ્ઠ 75–105. ISBN 978-93-85360-06-0. OCLC 932267190.CS1 maint: unrecognized language (link)