મહાલક્ષ્મી મંદિર, દહાણુ

મહાલક્ષ્મી મંદિર એ મહાલક્ષ્મી માતાનાં સૌથી પ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક છે, જે  મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ મહારાષ્ટ્ર રાજ્યના ચારોટી નજીક દહાણુ ખાતે આવેલ છે. આ મંદિર હિંદુ ધર્મના દેવી-દેવતાઓ પૈકીના લક્ષ્મી માતાજીના એક સ્વરૂપ મહાલક્ષ્મી માતાને સમર્પિત છે.

મહાલક્ષ્મી મંદિર, દહાણુ

આ ઉપરાંત અહીંથી નજીકના વિવળવેઢે અને રાણશેત ગામ વચ્ચે આવેલ ડુંગર (જે મહાલક્ષ્મી ગઢ તરીકે ઓળખાય છે) પર પણ માતાજીનું સ્થાનક[૧] આવેલ છે.[૨][૩]

નવરાત્રી ઉત્સવ ફેરફાર કરો

નવરાત્રીની ઉજવણી દરમિયાન માતાજીના ભક્તો દૂરના સ્થળોએથી દર્શન માટે આવતા હોઈ મંદિર ખાતે ભારે ભીડ જામે છે, આ પ્રસંગ માટે મંદિરને શણગારવામાં આવે છે. ભકતો હાથમાં માતાજીને અર્પણ કરવા માટે નારિયેળ, ફૂલો અને મીઠાઈ લઈને દર્શન કરવા માટે કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "તળેકર / માહુલકર / ચેઉલકર". DAIVAGNA SAMAJ VAPI (અંગ્રેજીમાં). મેળવેલ ૮ મે ૨૦૧૮.
  2. "Mahalakshmi Temple, Dahanu, Palghar, Maharashtra". ApniSanskriti - Back to veda (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-29 પર સંગ્રહિત. મેળવેલ ૮ મે ૨૦૧૮.
  3. Mhatre, Shridhar. "Amazing Maharashtra: DAHANU MAHALAXMI TEMPLE". Amazing Maharashtra (અંગ્રેજીમાં). મેળવેલ ૮ મે ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો