મહેસાણા હવાઈમથક
મહેસાણા હવાઇમથક એ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલ નાગરિક ઉડ્ડયન તાલિમી મથક છે.[૨][૩] આનો ઉપયોગ અનિશ્ચિત કામગીરી માટે કરવામાં આવે છે.[૪]
મહેસાણા હવાઈમથક | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહેસાણા હવાઈમથકનો દરવાજો | |||||||||||
સારાંશ | |||||||||||
હવાઇમથક પ્રકાર | જાહેર | ||||||||||
માલિક | એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા | ||||||||||
સંચાલક | એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા | ||||||||||
વિસ્તાર | મહેસાણા | ||||||||||
સ્થાન | મહેસાણા, ભારત | ||||||||||
ઉદ્ઘાટન | ૨૦૦૭ | ||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૨૭૬ ft / 84 m | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 23°36′17″N 72°23′42″E / 23.60472°N 72.39500°E[૧] | ||||||||||
નકશો | |||||||||||
રનવે | |||||||||||
|
ગુજરાત સરકાર અને ખાનગી કંપની અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લિમીટેડ(AAA Ltd) દ્વારા એક ત્યજીત હવાઇક્ષેત્ર જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે ૨૦૦૭માં વિકસાવવામાં આવેલી, ગુજરાતમાં પ્રથમ વાર આવા પ્રકારની ભાગીદારી કરવામાં આવેલી. ભારતીય હવાઇ દળ અને ડીજીસીએના સહયોગથી ૬૪ એકરના હવાઇમથકનું નિર્માણ કરવામાં આવેલુ. આ હવાઇમથકનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલું.[૫] AAA Ltdએ તેની તાલીમી પ્રવૃતિઓ ૨૦૦૭માં મહેસાણામાં ખસેડી એ પહેલા અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આતંરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે કરવામાં આવતી હતી.[૬]
આ હવાઇમથક તેના માલિક અને મહેસાણા મ્યુનિસિપાલટી વચ્ચેના મતભેદનું કેન્દ્ર હતું. મ્યુનિસિપાલટી એ ૨૦૧૦માં ટેક્ષના બિનચુકવણીને કારણે બે વખત સુવિધાને સીલ કરી હતી. જો કે AAA Ltd એ વારંવાર જણાવ્યુ હતુ કે તે ટેક્ષ માટે લાયક નથી. ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પછી સુવિધા ફરીથી ખોલવામાં આવી હતી.[૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Mehsana Airstrip". Civil Aviation Department, Government of Gujarat. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Modi dedicates Mehsana airport for civil aviation training". oneindia.in. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Airfields in Gujarat". Civil Aviation Department, Government of Gujarat. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Aviation infrastructure to get a facelift by next year". The Indian Express. ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૯. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
- ↑ "PPP can create new avenues: Modi". The Economic Times. ૧૪ ઓગસ્ટ ૨૦૦૭. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.
- ↑ ૬.૦ ૬.૧ "Mehsana civic body opens airfield seal after HC orders". The Times of India. ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૦. મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.