મહેસાણા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

મહેસાણા ‍(audio speaker iconઉચ્ચાર ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાનું શહેર અને જિલ્લા તેમ જ તાલુકાનું મુખ્ય મથક છે.

મહેસાણા
શહેર
રાજમહેલ, મહેસાણા, ૧૯૦૪માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલો મહેલ
રાજમહેલ, મહેસાણા, ૧૯૦૪માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલો મહેલ
મહેસાણા is located in ગુજરાત
મહેસાણા
મહેસાણા
ગુજરાતમાં સ્થાન
મહેસાણા is located in India
મહેસાણા
મહેસાણા
મહેસાણા (India)
અક્ષાંશ-રેખાંશ: 23°36′N 72°24′E / 23.6°N 72.4°E / 23.6; 72.4
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહેસાણા
વિસ્તારઉત્તર ગુજરાત
સ્થાપકમેહસાજી ચાવડા
સરકાર
 • પ્રકારમ્યુનિસિપલ કોર્પોરેશન
 • માળખુંમહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન
વિસ્તાર
 • શહેર૩૧.૮ km2 (૧૨.૩ sq mi)
ઊંચાઇ૧૧૪ m (૩૭૫ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • શહેર૧,૮૪,૯૯૧[]
 • ક્રમ૧૬મો (ગુજરાત)
 • મેટ્રો વિસ્તાર૧,૯૦,૧૮૯
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૮૪૦૦૧, ૩૮૪૦૦૨, ૩૮૪૦૦૩
ટેલિફોન કોડ૯૧ ૨૭૬૨
વાહન નોંધણીGJ-02
લિંગ પ્રમાણ૧.૧૨[] /
 
બોત્તેર કોઠાની વાવ
 
થોળ તળાવમાં ફ્લેમિંગો

ચાવડા વંશના રાજપૂત મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે વિક્રમ સંવત ૧૪૧૪, ભાદરવા સુદ ૧૦ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ શહેરનું તોરણ અને મંદિર બંધાવ્યું હતું.[] તેનું વર્ણન ૧૯૩૨માં જયસિંહ બ્રહ્મભટ્ટે કર્યું હતું.

ગાયકવાડે વડોદરા જીતીને પાટણને ઉત્તર ગુજરાતનું સંચાલન મથક બનાવ્યું હતું, જે પછીથી કડી અને ત્યારબાદ ૧૯૦૨માં મહેસાણામાં ખસેડાયું હતું. ૧૯૪૭માં ભારતની આઝાદી પછી તે ભારત સંઘમાં ભળ્યું હતું અને બોમ્બે રાજ્યમાં તેનો સમાવેશ થયો હતો. ૧૯૬૦માં તે ઉત્તર ગુજરાતમાં અલગ જિલ્લા રૂપે અસ્તિત્વમાં આવ્યું.[]

૧૯૦૪માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલો મહેલ રાજમહેલ તરીકે ઓળખાય છે.

સમુદ્ર સપાટીથી મહેસાણાની સરેરાશ ઉંચાઇ 265 feet (81 m) છે.

મહેસાણામાં પરા તળાવ, નાગલપુર તળાવ અને બોત્તેર કોઠાની વાવ આવેલાં છે.

 
મહેસાણાનો એક માર્ગ

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે મહેસાણાની વસતી ૧,૮૪,૧૩૩ની હતી.[] લિંગ ગુણોત્તર ૮૯૪ છે.[] મહેસાણામાં સાક્ષરતા દર ૮૪.૨૬% છે.[]

મહેસાણામાં બાળકોમાં જાતિ ગુણોત્તર ૭૬૨ છે,[] જે ભારતના શહેરી વિસ્તારોમાં સૌથી ઓછો છે.[]

  1. "Census of India: Search Details". મૂળ માંથી 2019-08-20 પર સંગ્રહિત.
  2. "Mehsana Nagarpalika, Mehsana". Mehsana Nagarpalika. મૂળ સંગ્રહિત માંથી 4 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 1 February 2017.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. મૂળ સંગ્રહિત (PDF) માંથી 7 May 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 March 2012.
  4. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. મૂળ સંગ્રહિત (PDF) માંથી 13 November 2011 પર સંગ્રહિત. મેળવેલ 26 March 2012.
  5. "Mehsana - History". NRI Division. Government of Gujarat. ૨૦૦૯. મૂળ માંથી 2014-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૩.
  6. "History". Government of Gujarat. mehsanadp.gujarat.gov.in. ૧૭ જુલાઇ ૨૦૧૨. મૂળ માંથી 2016-03-31 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ માર્ચ ૨૦૧૩.
  7. Radha Sharma & Bharat Yagnik (૧૩ જાન્યુઆરી ૨૦૧૨). "Mehsana, shame of India!". The Times of India. મૂળ માંથી ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જાન્યુઆરી ૨૦૧૨.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો